________________ એ સિંહ એટલે જંગલનો વનરાજ નહિં પણ આ તો ખરેખર નરસિંહ હતો. પરાક્રમ, તેજસ્વીતા, નિતિપરાયણતા, ધર્મિષ્ઠતા આદિ ગુણો એના જીવનમાં ડગલે ને પગલે દેખાતા હતાં. કામપાલ રાજાની પુત્રી કુસુમાવલિ સાથે સિંહના લગ્ન થયાં. સમય જતાં મહારાજા મહારાણીએ સિંહકુમારને રાજ્યધુરા સોંપી પોતે સંયમધુરા વહન કરવા નીકળી પડયા. સિંહરાજાના રાજ્યમાં જયપુર નગરની પ્રજા સર્વ વાતે સુખી હતી. એક વખત મહારાજા સિંહ અશ્વસવારી કરતાં કરતાં વનમાં આવી પહોંચ્યા ત્યાં જ બાજુમાં નાગદેવ નામના ઉધાનમાં ધર્મઘોષસૂરિ મહારાજા ધર્મનો ઘોષ બુલંદ સ્વરે રેલાવી રહ્યા હતા ધમદશના સાંભળી એની અંદર આવેલા મધુબિંદુનાં દષ્ટાંત મહારાજાના આત્માને જાગ્રત કરી દીધો. ખરેખર સંસારના રસિક જીવોની આવી જ સ્થિતિ હોય છે પેલો બિચારો માનવ ભરજંગલમાં એક તોતિંગ વૃક્ષની ડાળી પકડીને રહેલો છે. એ જ ડાળીને બે ઉદરો.. એક.. સફેદ અને એક શ્યામ! બંને ઉદરો ડાળીને કાપી રહ્યા છે નીચે ભયંકર કૂવો છે. એ કૂવામાં ચાર સાપ અને એક અજગર રહ્યા છે. એક મહાકાય હાથી પોતાના.. પ્રચંડ બળ દ્વારા આખા વૃક્ષને પાડવા મથી રહ્યો છે. જે ડાળીને પકડીને માણસ લટકેલો છે. એની ઉપરજ મધપૂડો રહેલો છે. મધપુડાની મધમાંખીઓ પેલા માણસને જોરદાર ડંખ આપી રહી છે. એ વખતે એક વિદ્યાધર ઉપરથી આકાશમાર્ગે પોતાનાં વિમાનમાં જઈ રહ્યો છે. આ માનવની આવી દશા જોઈને. એને ખૂબ દયા આવે છે. પેલાને કહે છે.. “તારે તો ચારે બાજુથી મરણનો પ્રચંડ ભય છે. જો તું મારા વિમાનમાં આવી જાય તો બચાવી લઉં! પણ પેલા મધપુડામાંથી ટીપે ટીપું મધ એના મોઢામાં પડી રહ્યું હતું અને એ ખૂબ મીઠું લાગતું હતું... વિધાધરને કહે છે... “હમણા