________________ હતો પણ અંતરમાં વરની જ્વાળાને ભભૂકતી રાખીને એજ ભાવના સાથે ત્યાંથી મરીને વિધુતકુમાર નામના ભવનપતિનાં દેવલોકમાં દેવ તરીકે થયો. - જ્ઞાનનું અજીર્ણ અભિમાન તપનું અજીર્ણ ક્રોધ અગ્નિશર્મા પણ આ તપના અજીર્ણનો ભોગ બન્યો દેવ તો બન્યો...પણ અંતરમાં રહેલી ગુણસેન પ્રત્યેની વેરવૃત્તિને અકબંધ રાખીને ખરેખર આવા મહાતપસ્વીને હેરાન કરવામાં મેં કશું બાકી રાખ્યું નથી એમ વારંવાર પશ્ચાતાપ કરતા મહારાજા ગુણસેનને હવે આ રાજ્ય પણ આકરું લાગવા મંડયું. ( અગ્નિશર્મા પ્રત્યે પોતાનાથી થયેલ અન્યાય જાણે વીંછીના ડંખની જેમ વારંવાર એને બેચેન બનાવવા લાગ્યો. એવામાં જ મહાજ્ઞાની આચાર્ય ભગવંત વિજ્યસેનસૂરી મહારાજા પધાર્યા એમની પાસે ધર્મોપદેશ સાંભળી ગુણસેનના મનમાં કાંઇક શાંતિ થઇ શ્રાવકને યોગ્ય 12 વ્રતો ગ્રહણ કર્યા. . એક વખત મહારાજા મહેલમાં ગવાક્ષ પાસે બેસી નગરચર્યા જોઇ રહ્યા છે ત્યાં જ નિહાળ્યું કે એક મોટું ટોળું પસાર થઇ રહ્યું છે બધાની આંખમાંથી આંસુઓની ધારા વરસી રહી છે બધા કરૂણ સ્વરે વિલાપ કરી રહ્યા છે. મહારાજા બાજુમાં રહેલા સેવકને આનું કારણ પૂછે છે સેવક કહે છે, “મહારાજા, નગરશેઠનો એકનો એક પુત્ર પરધામ સિધાવ્યો છે ?' મહારાજાના અંતરમાંથી આ જન્મ-મરણની ઘટમાળ ખસતી નથી. આમાંથી ઉધ્ધાર થવા માટે હવે જલ્દીથી સંયમ લઇ લઉંએ ભાવનાથી 20