________________ ત્રણ ત્રણ મહિનાથી ઉપવાસનું પારણું નહિં થતા ક્રોધથી સળગી ઉઠેલા અગ્નિશર્મા...! | આજે ઉપશમની જરૂર હતી. કાશ..! અગ્નિશર્મા જો જૈન શાસનને પામેલાં હોત તો અત્યારે આ પરિસ્થિતિ આવત નહિ ! તપસ્વીનાં રોમે રોમમાં ક્રોધ વ્યાપી ગયો! તેની ‘આ ગુણસેન મારો બાલ્યાવસ્થાનો જ દુશ્મન છે! બાળપણમાં મને ખૂબ હેરાન કર્યો તેનાથી કંટાળી તાપસ થઇ ગયો અહીં પણ મને શાંતિથી જપવા દેતો નથી..! ત્રણ ત્રણ મહિનાથી મને ધક્કા ખવડાવ્યા કરે છે...! જો આ મારા તપનો પ્રભાવ હોય તો ભવોભવ આવા દુષ્ટનો વધ કરનારો થાઉં... અને ત્યાંથી જ ધમધમાટ કરી સીધા આશ્રમમાં આવી આમરણાંત અણસણ આદરી દીધુ...! 17