________________ સાથે દોડાદોડ કરી રહ્યા છે. છે એ જ વખતે ‘ભિક્ષાં દેહિ’ ના પ્રબળ ઘોષ સાથે સુકડી કાયા ધરાવતા અગ્નિશર્મા તાપસ મહેલના દ્વાર પાસે આવે છે બે ચાર વાર અવાજ કરે છે પણ મહારાજાની બિમારીના કારણે બધા પરિજનો વ્યગ્ર છે આવા મહાતપસ્વી બારણે પધાર્યા છે એનો પણ કોઈને ખ્યાલ આવતો નથી અને મહાતપસ્વી અગ્નિશર્મા પાછા ત્યાંથી આશ્રમ તરફ વળી ગયા. ( આશ્રમમાં પહોંચ્યા આર્જવ કૌડિન્ય ઋષિ તરત જ કહે છે “વત્સ! ભિક્ષાનો યોગ ન થયો?’ “ના મહારાજજી! રાજાને મસ્તકની વેદના તીવ્ર છે આખો પરિવાર એની સેવામાં રોકાયેલો છે, આવા સમયે ભિક્ષાની પ્રાપ્તિ સુલભ ક્યાંથી બને? ભગવંત ! હું સમજીને જ પાછો આવી ગયો છું.” બીજા એક મહિનાના ઉપવાસના પચ્ચકખાણ લઈ! મનમાં આવતા વિચારોના વાવાઝોડાને દબાવી મહાતપસ્વી અગ્નિશર્મા ફરી ઉગ્ર તપમાં લાગી ગયા. ત્યાં જ આંખમાંથી આંસુઓ પાડતાં ગુણસેનને આવતાં જોયો તરત જ ચરણમાં મસ્તક ઝૂકાવી ગળગળા કંઠે મહાત્માને કહે છે 'હે ભગવંત મને ક્ષમા આપો ! અચાનક મસ્તકની વેદના ઉપડી વૈદ્યોના ઔષધથી જરાક આંખ મીંચાણી ત્યાંજ આપના પારણાનો દિવસ યાદ આવ્યો તરત જ મેં હ્યું કોઇ મહાતપસ્વી સંન્યાસી પધારે તો તરત જ મને બોલાવો ત્યાં જ કોઇએ સમાચાર આપ્યા કે કોઇ તપસ્વી તો થોડીવાર પહેલા આવેલા હતા અને પાછા | ગયા. ભગવંત આ સાંભળી તરત જ હું દોડી આવ્યો છું. ખરેખર 12.