________________ જાય ત્યાં જ તપસ્વી પોતાની વાત આગળ કહે છે “હે રાજન આશ્ચર્ય પામવાની જરૂર નથી જે ધર્મમાં પ્રેરણા આપે એને કલ્યાણમિત્ર જ કહેવાય. રાજકુમાર ગુણસેને રમતના કારણે મારા બેડોળ શરીરને પજવવા માંડયું. એના કારણે જ કંટાળી હું આ માર્ગે આવ્યો. ખરેખર હું તો ઉપકાર માનું છું કે એના પ્રતાપે જ મને આ માર્ગ મળ્યો. આ વાત સાંભળતા જ મહારાજાની આંખ આગળથી સમયનું પડળ દૂર થયું. બાલ્યાવસ્થા સ્મૃતિમાં આવી ગઈ અગ્નિશર્મા યાદ આવી ગયો. આંખમાંથી ચોધાર આંસુઓ વહેવા માંડયા પશ્ચાતાપના પાવકમાં ગુણસેનનો આત્મા બળી રહ્યો હતો. તપસ્વીનાં ચરણોમાં આળોટી મહારાજા ગુણસેન કહે છે “ભગવંત! અધમ એવા મને આપ કલ્યાણમિત્ર તરીકે કહો છો એ તો આપની ધન્યતા છે કૃપા કરીને મારા અપરાધની ક્ષમા કરો આ માસક્ષપણનું પારણું મારે ત્યાં કરી મને કૃતાર્થ કરો. કૃપાવંત! આટલી વિનંતિ આપ અવશ્ય સ્વીકારો” રાજન! કાલની કોને ખબર છે તો પછી પાંચ દિવસ પછીના પારણાનું તો અત્યારથી ક્યાંથી કહી શકું? છતાં પણ તારી વિનંતિ અવશ્ય ધ્યાનમાં રાખીશ. ગુણસેન તપોવનમાંથી પાછો ફર્યો. તપોવનમાં દાખલ થતા ગુણસેન વચ્ચે અને તપોવનમાંથી પાછા ફરતા ગુણસેન વચ્ચે ઘણું અંતર પડી ગયું હતું. મહાનતપસ્વી અગ્નિશર્માના દર્શને એક આંખમાં આનંદ અને બીજી આંખમાં અનુતાપના આંસુ ઠાલવી દીધા હતાં. તી પ્રતીક્ષામાં ને પ્રતીક્ષામાં પાંચ દિવસ પસાર થઈ ગયા. પાંચ દિવસને જતાં વળી વાર શી? તપસ્વીના પારણાનો એ દિવસ આવી ગયો અને. 10