________________ એનું રમકડું જ ન હોઉં, એ રીતે હંમેશા મને દુ:ખી કરે છે. | જ્યારે સમય મળે ત્યારે મને પકડીને એ અને એના મિત્રો આખા ગામમાં મને ફેરવ્યા કરે છે. રાજકુમાર હોવાથી મારા પિતા એને કંઇ કહી શકતા પણ નથી ખરેખર ત્યાં રહીને હું એટલો દુ:ખી થઇ ગયો છું કે વાત ન પૂછો મેં સાંભળ્યું છે કે તપ કરવાથી દુ:ખ દૂર થાય છે. માટે જ આપની પાસે આમથી તેમ ભમતો હું અહીં આવી પહોંચ્યો છું, અહીં મારા આત્માને એવી શાંતિ મળી છે કે-મેં તો નિર્ણય કરી લીધો છે કે મારે તો કાયમ આપના ચરણોમાં જ રહી જવું છે કૃપા કરી મને દીક્ષા આપો! હે પ્રભો! મારો ઉધ્ધાર કરો ! બાળક ! તું ખુશીથી અહીં રહે આ તપોવન મનુષ્યોને તો શું પશુઓને પણ આનંદ આપનારું છે. શિકારી પશુઓથી ત્રાસેલા હરણિયા A [/ કપાલ ૧vઝાડ{\\\\\\, બાળક અગ્નિશર્મા તપોવનમાં ઋષિમુનિને જોઇ એકદમ આનંદ પામે છે.