________________ અને આધિ-વ્યાધિ-ઉપાધિથી કંટાળેલા માનવોને માટે આ તપોવન એક સુંદર આશ્રયસ્થાન છે. તું મજેથી અહીં રહે. અને શાંતિથી તપ-જપમાં લાગી જા.” કુલપતિના આવા મીઠા મધુરા વચનો સાંભળી અગ્નિશમનાં અંતરમાં અત્યંત શાંતિ વળી. ત્યાં રહી એ તપ ઉપર તપ કરવા મંડયો... ધીમે ધીમે અગ્નિશર્મા તાપસમાંથી....મહાતપસ્વી...તપોમૂર્તિ તરીકે આસપાસના પ્રદેશમાં વિખ્યાત થઇ ગયો. | એની કુરૂપતા, શરીરની બેડોળતા, બધું આ તપના પ્રભાવમાં ભૂલાઇ ગયું થોડાં વર્ષોમાં તો દેશવિદેશમાં અગ્નિશમ મહાતપસ્વી તરીકે પ્રસિદ્ધિ પામી ગયો.. | એક વખત જે લોકો એને જોઇને મશ્કરી કરતા હતાં તે જ જે લોકોનું મસ્તક અગ્નિશર્માને જોઈને અહોભાવથી હવે ઝૂકી જતું. તપના તેજથી દીપતા કોઇ દેવદૂત જેવો અગ્નિશર્મા દેખાવા લાગ્યો! જેમ સૂર્યનો તાપ મળ, દુર્ગધને શોષે છે. એમ તપ પણ વિકૃતિઓને આ - શોષવા સમર્થ હોય છે. આ વાત અગ્નિશર્મા તપસ્વીએ સિધ્ધ કરી બતાવી. આ છેલ્લે છેલ્લે તો અગ્નિશર્મા મહિના....મહિના...ના ઉપવાસ કરવા લાગ્યો. માસક્ષપણને પારણે માસક્ષપણ....પારણામાં પણ આમંત્રણ આપે તેના ઘરે ભિક્ષા માટે જવું....જે આહારમાં મળે એનાથી ચલાવી લેવું કાંઇ ન મળે તો ફરી બીજા મહિનાના ઉપવાસનો પ્રારંભ કરવો. કે આવી ભીષ્મપ્રતિજ્ઞાનો ધારક અગ્નિશર્મા તપોવનમાં સહુનું આકર્ષણ કેન્દ્ર બની ગયો હતો. સહુ એને વંદનીય પૂજનીય માનતા હતા એમાં વળી એક દિવસ...