________________
આ ધમંપરીક્ષા પ્રથના વિષયને જ મુખ્યતયા સ્પશને મહામહોપાધ્યાયજીએ ગુજરાતીમાં “૧૦૮ બલસંગ્રહ) અને વિચારબિન્દુ એ બે સંક્ષિપ્ત ગ્રન્થો રચ્યા છે, એમાંથી વિચારબિન્દુ એ ધર્મપરીક્ષા ગ્રન્થના વાર્તિક રૂપ છે. આ બંને ગ્રન્થને આ પુસ્તકમાં પરિશિષ્ટરૂપે સમાવેશ કર્યો છે.
પ્રસ્તુત પુસ્તકના પ્રથમ ૨૦ ફર્મા અન્ય પ્રેસમાં છપાયેલા છે. એને પ્રીટીંગ મશીન વગેરેની ખામીના કારણે ઘણું ટાઈપ તૂટી ગયા છે, તેમજઘણું ટાઈપ વ્યવસ્થિત રીતે ઊઠવ્યા નથી. એટલે એના કારણે અનુસ્વાર, વિસર્ગ ૧} * 1 વગેરે ટાઈપના સ્થાને ક્યાંક ક્યાંક અશુદ્ધિઓ ઊભી થઈ છે. એ બધી અશુદ્ધિઓને પ્રાયઃ કરીને તો શુદ્ધિપત્રકમાં સમાવેશ કરી લીધું છે. તેથી વાંચકને પુસ્તક વાંચતા પૂર્વે શુદ્ધિપત્રકને અનુસરીને પુસ્તકમાં શુદ્ધિ કરી લેવા નમ્ર વિનંતિ છે. તેમજ જ્યાં શુદ્ધિ સ્વયં સમજી શકાય એમ હોય ત્યાં સ્વયં સમજી લેવા વિનંતિ છે.
ન્યાયવિશારદ મહામહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાના વચને મહાથે અને સુમબુદ્ધિગમ્ય હોય છે. ગુરુકૃપાના બળે સ્વ ક્ષયોપશમાનુસારે મેં એનો ભાવાનુવાદ કરવાનો પ્રયાસ કર્યો છે, સંભવ છે કે અનાભોગ, મતિમંદતા વગેરેના કારણે તેઓ શ્રીમના વચનને પરિપૂર્ણ ન્યાય અપાયે ન પણ હેય, કયાંક પૂરેપૂરી સ્પષ્ટતા થયેલી ન હોય, ક્યાંક કદાચ તેઓ શ્રીમદ્ભા અભિપ્રાય કરતાં કે'ક વિપરીત ભાવ જ લખાઈ ગયો હેય. પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કે તેઓ શ્રીમદ્દના આશય વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું હું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ દઉં છું, તેમજ પ્રાણ સજજનેને તેનું પરિમાર્જન કરવા નમ્ર અરજ કરું છું.
- સચ્ચારિત્ર ચૂડામણિ, સિદ્ધાંતમહેદધિ સુવિશુદ્ધ બ્રહ્મચારી સ્વ. આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસરીશ્વરજી મહારાજાની દિવ્યકપા નિરંતર વરસતી રહી છે. વર્ધમાન તપેનિધિ ન્યાયવિશારદ આરાધ્ધપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની અમીદ્રષ્ટિએ પ્રસ્તુત કાર્યના ઉલાસને નિરંતર જીવંત રાખે છે. કર્મસાહિત્ય નિપુણુમતિ અધ્યાત્મરસિક પૂ. આચાર્ય ભગવંત શ્રી ધર્મજિત સૂરીશ્વરજી મહારાજાને અનુગ્રહ સતત ગતિશીલ રહ્યો છે. પ્રભુભક્તિરસિક ઉદારદિલ પૂ. પંન્યાસપ્રવર શ્રી જયશેખર વિ, ગણિવરની હુંફાળી હુંફ પ્રાપ્ત થતી રહી છે આ બધા પૂજ્ય ઉપકારી ગુરુ ભગવત, ઉપરાંત સિદ્ધાંત દિવાકર પરોપકારી પૂ. આ. ભગ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા પણ આ અવસરે સ્મર્તવ્ય છે. પ્રારંભના લગભગ ૧૭ ફર્મા જેટલું મેટર અને પછીના છપાયેલા ફર્માઓ તપાસી આપીને તેઓ શ્રીમદે ઉપકારોની શૃંખલામાં વધારે કર્યો છે. કુશાગ્રી પૂજ્યપાદ જયસુંદર વિ. મહારાજની તાર્કિકબુદ્ધિને કેટલાંક વિષમસ્થળોએ સ્મરણીય સહકાર સાંપડી છે. પ્રસ્તુત કાર્ય દરમ્યાન સહવતી પ્રત્યેક મુનિભગવંતની અનેકવિધ સહાય પ્રાપ્ત થઈ છે. - શ્રી અંઘેરી ગુજરાતી જૈનસંઘ, ઈર્લાબ્રીજ (મુંબઈ) એ પોતાને ત્યાં થયેલ જ્ઞાનખાતાની ઉપજને આ ગ્રન્થના પ્રકાશનાદિમાં સદ્વ્યય કરેલ છે તે અનુમોદનીય છે અને બીજા સંઘો ટસ્ટોને પણ પ્રાચીન ગ્રંથ વગેરેના પ્રકાશનાદિમાં સદ્વ્યય કરવાની પ્રેરણારૂપ છે. તથા હસ્તલિખિત પ્રત ઉપયોગ માટે આપનાર તે તે સંઘને પણ ધન્યવાદ છે.
આખા ગ્રન્થના અધ્યયન બાદ આ પ્રસ્તાવના પુનઃ વાંચી જવાની હું પ્રત્યેક વાંચકોને નમ્ર પ્રાર્થના કરું છું. આ ગ્રન્થને ભાવાનુવાદ-સંપાદન વગેરે કરવાથી જે પુણ્ય પ્રાગભારનું ઉપાર્જન થવું હોય તેના પ્રભાવે ભવ્ય ધર્મની પરીક્ષા કરીને સદ્ધર્મને નિર્ણય કરી, અસદ્ધર્મની પકડમાંથી મુક્ત બને અને સવ–પરનું કલ્યાણ સાધે એ જ શુભેરછા.
ગુરુપદકજકિંકર મુનિ અભયશેખર વિજય