________________ 13 સંસાર અને સ્વપ્ન રાણના આ સ્વપ્નની વાત જાણી સૌ સભાજને પણ આનંદમાં આવી ગયા. અને અંદર અંદર ગણગણાટ પણ કરવા લાગ્યા. કેટલાક તો બોલવા પણ લાગ્યા : ખરેખર ! રણને સ્વપ્ન તો સુંદર આવ્યું છે.” જરૂર લાભ જ થશે.” અરે લાભ જ નહિ, મહાલાભ થશે. મહાલાભ. કારણ રાત્રિના છેલલા પ્રહરે આવું મંગળ સ્વપ્ન દેખાય તો કેઈ માટે લાભ જ થશે.” રાણને એવો શુ મોટે લાભ થવાનો હશે ?" આમ અનેક જણ અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા. નૈમિત્તિકો પણ ભેગા મળીને અંદર અંદર વિચારવા લાગ્યા. અને આ સ્વપ્નનું શું ચોક્કસ ફળ મળે તેની ચર્ચા કરવા લાગ્યા. થોડા સમય બાદ એક નૈમિત્તિકે ઊભા થઈને કહેવાનું શરૂ કર્યું : હે સૂર્યસમાન પ્રતાપી રાજ! આપની કીતિ સદાય અમર રહો. રાણજીએ જે સ્વપ્ન જોયું છે તે ખરેખર જ ઉત્તમ છે. સ્વપ્નશાસ્ત્રમાં બોતેર પ્રકારનાં સ્વપ્ન બતાવ્યાં છે. જેમાં ત્રીશ પ્રકારનાં સ્વપ્ન ઉત્તમ ગણાવ્યાં છે. સ્વપ્નમાં તે પદાર્થો વ. દેખાય તો તેનાથી તે સ્વપ્ન જોનાર વ્યકિતને લાભ થાય છે. અને બાકીના બેંતાળીસ સ્વપ્નો અશુભ ગણાવ્યાં છે. જેનાથી વ્યક્તિને નુકસાન થવાનો સંભવ મોટે હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust