________________ ને 12 ' . '.. ભીમસેન ચરિત્ર રાજાએ ટામેટા નૈમિત્તિકોને નિમંચ્યા છે. આથી નગરજનો એ ફળાદેશ જાણવા માટે નીયત સમયથી પણ અગાઉ આવીને પોતપોતાની જગા સંભાળી લીધી હતી. સમય થતાં જ છડીદારે છડી પોકારી. ગુણસેનના આગમનની વધાઈ ખાધી. ગુણસેન આવીને રાજસિંહાસન ઉપર બેઠો. પ્રજાએ પણ ઊભા થઈને રાજાનું સન્માન કર્યું અને તેના બેઠા પછી સૌ બેસી ગયા. રાજાએ પ્રેમભીની નજરે સૌના ઉપર નજર નાંખી. ઊંચે ઝરુખામાં પણ નજર કરી. ત્યાં સ્ત્રીઓની બેઠક હતી. અને પ્રિયદર્શીના પણ આ જ તે ત્યાં આવીને બેઠી હતી. - '' સૌના મા ઉપર ઉસુકતા અને આતુરતા જણાતી હતી. સૌ એ જાણવા અધીરા બન્યા હતા કે રાણીને કહ્યું સ્વપ્ન આવ્યું હશે અને તેનું શું ફળ આવશે. આ અંગેની વધુમાં વધુ અધીરતા પ્રિયદર્શનાની આંખમાં જણાતી હતી. તેની નજર વારંવાર નૈમિત્તિકે ઉપર જતી હતી. ગુણસેને તરત જ નૈમિત્તિકોને ઉદ્દેશીને કહ્યું : વિદ્વાન ! તમે સૌ તે આ નગરના ભૂષણે છે. તમારી વિદ્યાથી તે સરસ્વતીને દરબાર પણ લજવાય છે. તમને આજે મેં એક સ્વપ્નનું ફળ જણાવવા માટે નિમંચ્યા છે. | ગઈકાલે રાત્રિના છેલા પ્રહરે રાણીએ સ્વપ્નમાં દિવ્ય કાંતિવાળું અને અપૂર્વ મંગળદાયક એવા સૂર્યને બિંબને જો યું હતું. આ સ્વપ્નથી રાણીને શું લાભ થશે? એ હવે તમે પ્રકાશે.' ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust