________________ સંસાર અને સ્વ'ન ચરણરજ મસ્તકે ચડાવી અને વિનયથી વિદાય લઈ પોતાના ખંડમાં આવીને બેઠી. ત્યાં દાસીઓને ભેગી કરી અને ધર્મ કથા તેમજ પ્રભુસ્તવન કરવા લાગી. સમયને જતાં કંઈ વાર લાગે છે? આંખના પલકારામાં તે સવાર પડી. સૂર્યના કિરણોથી રાજગૃહ નગરી ચમકી ઊઠી. સૌ આળસ મરડીને બેઠાં થઈ ગયાં. ને સૌ સૌના કામે લાગ્યાં. રાતે શાંત ને સૂત પડેલી રાજગૃહ નગરી દિવસ ઊગતા જ પ્રવૃત્તિથી ધમધમી રહી. ગુણસેન અને પ્રિયદર્શન પણ પોતપોતાની પ્રવૃત્તિમાં પડ્યાં. પણ રાતના સ્વપ્નને બેમાંથી કોઈ વિસર્યું ન હતું. ગુણએને રાજદરબાર ભરાતા અગાઉ જ અનુચરોને મેકલી સ્વપ્નશાસ્ત્રો અને નૈમિત્તિકેને રાજસભામાં હાજર રહેવા આમંત્રણ દેવા મોકલી દીધા હતા. - રાજગૃહ નગરમાં જાતજાતના વિષયના નિષ્ણાતો અને પ્રકાંડ વિદ્વાનો રહેતા હતા. જાણે સરરવતીનો દરબાર ! નૈયાયિકો, વ્યાકરણશાસ્ત્રીઓ, સાહિત્ય સમ્રાટો, કવિઓ, સંગીતજ્ઞો, અને યુદ્ધ નિષ્ણાતો બધા જ આ નગરની શેભા હતા. ગુણસેને નૈમિત્તિકોને આમંત્રણ પાઠવ્યું. એ આમંત્રણ મળતાં જ સૌ રાજસભામાં હાજર થઈ ગયા. રાજા પધારે તે અગાઉ તો રાજસભા હકડેઠઠ ભરાઈ ગઈ હતી. નગરજનોને ખબર પડી ગઈ હતી કે પોતાના પ્રિય રાજાની રાણીને શુભ સ્વપ્ન આવ્યું છે ને તેનો ફળાદેશ કાઢવા માટે આજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust