________________ સંસાર અને સ્વન પ્રિયદનાને બોલતા વચમાં જ અટકાવીને ગુણસેને પૂછયું : દેવી ! એવું તો કયું સ્વપ્ન હતું કે જેણે આપની મધુર નિંદ બગાડી નાખી ?" વ્હાલા, એ સ્વને તો મારી આજની સવાર ખુશ ખુશાલ કરી નાંખી છે. એથી મારી મધુર નિંદ તૂટી ગઈ પણ તેનું મને દુઃખ નથી. એ સ્વપ્ન દશનથી મારું મેરોમ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યું છે...” તો તો જરૂર એ મંગળ સ્વપ્ન હશે. મને એ કહેશે, એવું તે કયું સ્વપ્ન હતું કે જેથી આજ આપ સવારમાં આમ હરખાઈ ઊઠયાં છે? !" શાસ્ત્રોમાં કહ્યું છે કે શુભ અને મંગળ સ્વપ્ન દેખાય પછી સૂઈ ન જવું. યોગ્ય વ્યક્તિને એ સ્વપ્ન કહેવું અને જાગ્યા બાદ પ્રભુનું નામ મરણ કરવું. આથી નવકાર મંત્ર જાપ જપતી હું આપની ઊઠવાના સમયને રાહ જોતી હતી. આપને જાગૃત ચેલા જાણી હું આપને એ સ્વપ્ન કહેવા આવી છું...” પ્રિયદર્શનાએ પોતે સ્વપ્ન અંગે જેટલું જાણે છેલ્લે વિનયથી કહી બતાવ્યું. “તો હવે જલદી કહે કે એ સ્વપ્નમાં આપે શું જોયું હતું ?" દિવ્ય કાંતિવાળા અને અપૂર્વ મંગળદાયક એવા સૂર્યના બિંબને મેં સ્વપ્નમાં નિહાળ્યું હતું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust