________________ ભીમસેન ચારિત્ર આશ્ચર્ય થયું. કારણ તે કોઈ દિવસ આવી રીતે આવી ન હતી. આજ પ્રથમવાર જ તે આ પ્રમાણે આવી હતી. આથી તેને નવાઈ લાગી. તેમણે પૂછ્યું : દેવી ! તમે ? અત્યારે કંઈ ? શરીરે તો સુખ અનુભવે છે ને ? તમને જોઈને મને અત્યારે હજારો પ્રશ્ન જાગે છે. કહો, શા માટે પધાર્યા છે ?" ગુણસેને એક સાથે અનેક સવાલો પ્રિયદર્શનાને પૂછી નાંખ્યા, અને પછી તેના જવાબ માટે રાણે સામે જોવા લાગે. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે રાણી તો ઊભાં, છે. તરત જ તેણે કીધું : “બેસે, અને નિરાંતે આપની વાત કહો કે અત્યારે આપનું આવવું શાથી થયું છે?” આયનરી પતિના કહ્યા સિવાય ઊઠતી કે બેસતી નથી. તેની આજ્ઞાનોપાલનમાં તે પોતાનો સ્ત્રીધર્મ સમજે - છે પ્રિયદર્શના ગુણરસેનને પગે લાગી ને ઊભી જ રહી. પણ એ પિતાની ળેિ બેસી ન ગઈ પતિની આજ્ઞાની તેણે રાહ જોઈ એ ઓજ્ઞા મળી કે તરત જ પિતાના વસ્ત્રોને સંકેલી એ સુવર્ણ સિંહાસન ઉપર બેઠી. અને આદરપૂર્વક વિનયથી તે બોલી : - “હે સ્વામિ ! ગાઢ નિદ્રામાં સૂતી હતી. ત્યાં ઝબકીને જાગી ગઈ. આંખ ઉઘાડીને જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે હજી તે રાત બાકી છે. અને મેં સ્વપ્ન જોયું છે. સવપ્નને લીધે હું ઝબકી ગઈ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust