________________ સંસાર અને સ્વપ્ન હવે શું થાય ? તો શું પાછું સૂઈ જવું? પણ ના પ્રિયદર્શન સૂઈ ન ગઈ. કારણ તેને ખબર હતી કે પોતે એક શુભ સ્વપ્ન જોયું હતું. વનમાં પોતે મંગળ પ્રતીકનાં દર્શન કર્યા હતાં. એ સ્વપ્નથી જરૂર લાભ થશે એટલી તેને ખબર હતી. સાથે તે એ પણ જાણતી હતી કે શુભ સ્વપ્ન જોયા બાદ જે ફરી ઊંઘી જવાય તો એ સ્વપ્નનું ફળ મળે નહિ. એ પછી તો નવકાર મંત્રનું સ્મરણ જ કરવું જોઈએ. અને એ સ્વપ્નની વાત ચોગ્ય ને અધિકારી પાત્રને કહી કપડાના છેડે ગાંઠ વાળવી જોઈએ. એમ કરવાથી એ શુભ સ્વપ્ન તેનું ચોક્કસ ફળ આપે છે. આથી પ્રિયદર્શને ફરી પાછી ગઢડુ તાણીને સૂઈ ન ગઈ. નવકાર મંત્રનું તે સ્મરણ કરવા લાગી. અને હળવા પગલે એ સ્વપ્નની વાત કહેવા પોતાના સ્વામીના ખંડમાં ગઈ. તે જમાનામાં પતિ-પત્ની એક જ શય્યામાં સાથે સૂતાંનહિ. બંને અલગ અલગ ખંડમાં સૂતાં. ગુણસેન પણ તે જ પ્રમાણે બીજા ખંડમાં સૂતા હતા, તે વખતે સવારનો પ્રથમ પ્રહર હતો. ગુણસેન પણ નિત્યની ટેવ પ્રમાણે જાગી ગયો હતો. અને આત્મ ચિંતવન કરી રહ્યો હતો. - પ્રિયદર્શનાએ આવીને પ્રથમ ગુણસેનને પ્રણામ કર્યા. તેને ચરણ સ્પર્શ લીધે અને બે હાથ જોડી કંઈક કહેવા માંગતી હોય એવા ભાવથી, ગુણસેથી થોડે દૂર ઊભી રહી. -- પોતાની રાણીને આમ અચાનક આવેલી જેઈ ગુણસેનને - -- - કન : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust