________________
પીઠિકાને પ્રારંભ, અને ઉપસંહાર
પુદગલેનું પરિણામન્તર થાય છે. એની સાચી સમજમાંજ અને સાચી માન્યતામાંજ જૈનત્વની જઠ સમાયેલી છે, એ નહિં સમmય તે જૈનત્વ ટકવું પણ મુશ્કેલ છે. એ-સમજવા માટે જ્ઞાનની જરૂરીયાતને ભાર પૂર્વક જણાવીને સીધી વાતને આડી અવળી ન પકડવી તે માટેનું સૂચન કરીને અષ્ટમ-શતકના દેશનદેવાલયની પીઠિકાને પ્રારંભ બીજી અને ત્રીજી દેશનામાં કરેલો છે. દેશના-દેવાલયના દશ વિભાગરૂપ દશ ઉદ્દેશાઓ અને તેને ઉદ્દેશાઓના અધિકાર ક્રમશ-પૂર્વાપરના સંબંધ સાથે જણાવાય છે.
“ચેતનજ કરી શકે છે, ને જડમાં કાંઈ પણ કરવાની તાકાત નથી” આવી માન્યતાને માનનારાઓ દુનિયાને સમજી શકતા નથી. તેથી જ પૂ. દેશનાકારે દુન્યવી દષ્ટાંતે દ્વારા એ માન્યતાને સાવ બેટી પૂરવાર કરીને પુદગલોમાં શી તાકાત છે?, તે પુરવાર કરવા માટે અનેકવિધ દાખલા દલીલોને યુકિતઓથી અત્ર સિદ્ધિ કરીને અને અહિંસકપણું શી રીતે ટકે છે. તેનું વાસ્તવિક સમાધાન આપીને ચોથી દેશના પૂર્ણ કરી છે. પાંચમી દેશનામાં શબ્દનું વાચ્ય વાચક પણું, પાપ પ્રત્યેને ધિકકાર, પાપ ગમે છે, છતાં પાપ પણું ગમતું નથી, વિગેરે જણાવીને પાપનું પ્રાયશ્ચિત અને નિવારણ માટેની આલેચાનાદિ પ્રસંગ જણાવાય છે.
આ ઓગણપચાસ દેશનાદિ સંગ્રહરૂપ દિવ્ય-દેશના-દેવાલયના ઉપર પ્રમાણે પાંચ વિભાગો ૨૫ પાંચ દેશનામાં આવનારા પ્રસંગો સંક્ષેપતા જણાવી દીધાં. દેશના-૬ થી દેશના ૪૮ સુધીના વિભાગોને ક્રમશ: જણાવવામાં આવે તે દેશના-દેવાલયની દિવ્યતામાં જરૂર વધારો થાય. પરંતુ સર્વ વિભાગનું સ્પષ્ટીકરણ, અને સર્વ દેશનાઓમાં આવતાં પ્રસંગેનું અને અવાન્તર પ્રસંગોનું વિશદરીતિએ સ્પષ્ટીકરણ કરવામાં આવેતે એક જુદે નિબંધ અગર જુદે ગ્રંથ આલેખન કરી શકાય તેમ છે, પણ ઝડપી પ્રકાશનનમાં આ બધું બની શકે નહિં, કારણકે સમયને અભાવ છે.
પૂ. દેશનાકારે દેશનાઓમાં, દેશનાઓના ફકરાઓમાં, વાકમાં, પોમાં અને ઉપનામાં સીઠાંસીને ભરેલા સિદ્ધાંત અને ભરેલા અનુભવ પ્રાયઃ ગૂમ્ય છે, તથા પણ અસંખ્ય છે. જેથી ઝડપી પ્રકાશનની માંગણી કરનાર માટે તેનું આલેખન કરવું તદન અશકય છે. તે માટે સમય-સામગ્રી-સાધનની અને સગોની અનિવાર્ય જરૂર છે, અને તે અવસરે જરૂર જણાવાશે.
દેશના દેવાલયના ૪૯ વિભાગોમાં પુદગલ-પરિણમન-વિષયક શું શું આવશે, તે વિસ્તૃત વિષયાનુક્રમમાં સારી રીતે જણાવાયું છે. નારકીના દુ:ખો એ પચાસમા વિભાગમાં, અને શ્રીધર્મરત્ન-પ્રકરણ-દેશનાઓને સારાંશ એકાવનમા વિભાગમાં છે. શરૂઆતમાં આ દેશના કયારે ?, કયા ક્ષેત્રમાં?, કયા સંજોગોમાં, અને ગ્રંથ-પ્રકાશનના સંયેગાદિનું ઉત્થાન કેવી રીતે થયું ?, તે ઉદ્દઘાતમાં જણાવ્યું છે, એટલે અત્ર પુનરૂકત કર્યું નથી. દેશના-દેવાલયમાં દર્શનીય-દિવ્ય-સામગ્રીઓ તે વિસ્તૃત વિષયાનુક્રમ પૂરી પાડે છે.
આટલી સંક્ષિપ્ત-પ્રસ્તાવના આ ગહન ગ્રંથ માટે ઓછી ગણાય. છતાં પણ જૈન-શાસનની અમૂલ્ય માન્યતાના વારસાપ વિશ્વ દેશના દેવાલયની ટુંકી પિછાણુ પણ આત્માને વધુને વધુ ઉત્સાહિત કરશે, અને વાંચકને, વિચારકને અને અભ્યાસકને અમાઘ-અમૃતનું નવનવીન આસ્વાદન કરાવવા સમર્થ નીવડશે; એમાં શંકાને સ્થાન નથી. કારણ કે જોઈએ તેટલું જરૂર પડતું આલેખન કરેલું છે. સમયના અભાવમાં આટલું આલેખન બસ છે, એમ જણાવીને અત્ર વિરમું છું. વિ. સ. ૨૦૦૫ આધિન-પૂર્ણિમા, ધર્મારાધન-કવિવાર. નેમુભાઈની વાડીને ઉપાશ્રય, ગોપીપુરા, સૂરત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com