________________
આશરૂ૫ અનુપમ અમૃતનું અમલ રીતિએ પૂ. દેશનાકારે આસ્વાદન કર્યું છે એટલું જ નહિં પણ વર્તમાનકાલીન જેનાગનું, જેન–શાસનમાન્ય-શાનું, સિહ તેનું, ભાગ્ય-નિર્યુકિત-ચૂર્ણિ-વૃત્તિ-આદિ રહસ્યનું પુનિત-પાન કરીને, અને દ્રવ્ય-ક્ષેત્ર, કાલ-ભાવનાદિ અનેકવિધ-અપેક્ષાઓને અવલોકન કરવા પૂર્વક અકાટય વ્યવસ્થા-શક્તિનું દેશના દ્વારા દિગ્દર્શન કરાવીને ગીતાર્થ -સાર્વભૌમતા, વર્તમાન-મૃતમાલીકના બહુશ્રુતધરતા, અને આગમાતાપિતા પણ સકળ સંઘના હદય મંદિરમાં આદર બહુમાન પૂર્વક ઉરનાં અભિનંદને મેળવી રહી છે.
આથીજ દેશના દેવાના અવસરે, દેશના શ્રવણ કાળે, અને આલેખન કરાયેલી દેરાનાઓના વાંચનવિચાર-અભ્યાસ કાળે; પૂર્વાપરના અનુયૂત સંબધ દર્શાવવાની, ચાલુ પ્રસંગમાં પ્રશ્નોત્તરધારાએ પદાર્થોને સુદ્રઢીભૂત બનાવવાની; અને શાસ્ત્રકારોના આશયને સ્પષ્ટ કરી દેવાની અનેકાનેકવિધ અનુપમ શકિતથી આજે શાસનમાં ચતુર્વિધ સંધની નાની મોટી દરેકે દરેક વ્યકિત પૂ. શ્રી દેશનાકારની દિવ્ય જ્ઞાન શકિતને સારી રીતે પિછાણે છે, એટલે વધુ ઓળખની જરૂર નથી. પરંતુ આ ગ્રંથના પૂ. દેશનાકાર તેઓશ્રી છે એ હૃદય-મંદિરમાં સ્થિર કરીને પછી દેશનાઓ વાંચવામાં આવે તે જરૂર તેઓ શ્રી પ્રત્યે ગુણાનુરાગ વૃદ્ધિ પામ્યા વગર રહેશે જ નહિં, તે માટે આટલી ઓળખની જરૂર છે. દેશના-દેવાલયનું પ્રવેશદ્વાર
ચતુર્દશાવાત્મક-વિશ્વના વિશાળ પ્યાલામાં સુવિડિયોને બેજ પદાર્થો નજરે પડે છે. ૧ ચેતન અને જડ. આ બેજ પદાર્થો છે. ચૈતન્યવન પદાર્થો માટે ચેતન-વ-આત્માદિ શબ્દથી ઉદેશીને જેનાગમમાં સ્થળે સ્થળે તત્સંબંધિ ઘણું ઘણું પ્રતિપાદન કરેલું છે. આ ગ્રંથમાં બીજા નંબરમાં જડને ઉદ્દેશીને આઠમા શતકમાં પુગલ-પરિણમન અધિકાર આવે છે. તેને અનુસરીને આ ગ્રંથમાં પૂ. દેશનાકારે દેશના દીધી છે. આઠમા શતકની વૃત્તિને પ્રારંભ કરતાં સાતમા શતકના અંતિમ સૂત્રમાં પુદગલને અધિકાર આવે છે, અને આઠમા શતકના પ્રારંભમાં પૂ. શ્રી વૃત્તિકાર જણાવે છે કે “ પૂāત્ર પુ કાઢયા માવા - પિતા, હાનિ ત ઇવ પ્રારા તરળ પ્રથ7” ઇત્યાદિ પદ દ્વારા પૂર્વે પુદગલનું જ સ્વરૂપ જણાવ્યું છે તેના કરતાં જુદીજ રીતિએ પુદગલે સંબંધિ વિચારણા પૂ. દેશનાકારે આ ગ્રંથમાં દર્શાવી છે. પુદ્ગલનું સ્વરૂપ સમજનારને વિવિધ રીતિએ વિવિધ સાધન સામગ્રી સંયોગે પામીને પુદ્ગલોનું પરિણમન થાય છે તે અત્ર દર્શાવાય છે. અને તેથી જ જે દવાથી રોગીને ફાયદો થયો હોય તે તે ગુણક્રારક દવા તેની તેજ ફરી પણ અપાય છે, અને જેવી રીતે નીચેના ધોરણોમાં સામાન્યત: જણાવેલી બાબતે ઉંચા ઘેરણોમાં વિશેષતયા સમજાવાય છે તેવી જ રીતે અત્ર પણ પુદગલ-પરિણમન સંબંધમાં કહેવાશે. આથી જ પ્રથમ ઉદેશમાં પુદ્ગલ પરિણમનને ઉદ્દેશીને પુલ ત્રણ પ્રકારના જણાવ્યા છે. છતાં “gi ગાળે સર્વ નાગેર્ એ સૂત્રના રહસ્યને સમજનારે જે પુદ્ગલ પરિણમનના પરમાર્થને ત્રણ વિભાગને પરિપૂર્ણતયા વાંચે-વિચાર-મનન કરે, પરિપૂર્વક અભ્યાસ કરે, તે એક જડ પદાથને જાણવાથી સઘળું જાણીને જરૂર વૈરાગ્ય ભાવનાથી વાસિત થઈ સંવેગરંગથી રંગાઈને વાસ્તવિક ઉપશમ દશાનું આસ્વાદન કરે એ નિર્વિવાદુ સત્ય આ ગ્રંથના વાંચન કાળે, વિચારકાળે, પરિશીલન કાળે, અને અભ્યાસ કાળે સમજાય છે. આ ૪૯ અમેઘ દેશના રૂપી દિવ્ય દેવાલયમાં પ્રવેશ કરનાર નિર્વિને પ્રવેશ કરીને આઠમા શતકના આંતરિક આશાનું આસ્વાદન કરી શકે તે હેતુથી પૂ. દેશનાકારે પ્રથમ શતકના પ્રારંભમાં પૂ. વૃત્તિકારે જણાવેલ મંગળાચરણનું શંકા સમાધાનપૂર્વક સ્પષ્ટીકરણ આ ગ્રંથની પ્રથમ દેરાનામાં કરેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com