Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Jain Edation In
અધ્ય. ૫/૬માં સિદ્ધદશાનું નિરૂપણ છે. પ્રસ્તુત શાસ્ત્રના વિવેચનમાં શાસ્ત્રપાઠના અર્થ ઉપરાંત ઔપપાતિક સૂત્રના આધારે સિદ્ધદશાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
અધ્ય. ૨/૩માં તે અસરૂં ૩જ્વાળો... સૂત્રમાં સંસારી જીવોના વિવિધ યોનિઓમાં થતાં પરિભ્રમણનું કથન કરીને સાધકોને અહંકાર ત્યાગનો ઉપદેશ અપ્યો છે. વિવેચનમાં શ્રી ભગવતી સૂત્ર શતક ૧૨/૭ નો સંદર્ભ આપી સંસારના સ્વરૂપની સ્પષ્ટતા કરી સંસારભાવનાનું દૃશ્ય ખડું કર્યું છે. જે સાધકોને માટે વૈરાગ્યપ્રેરક છે. પુરિક્ષા! તુમમેવ તુમ મિત્ત જેવા અન્ય અનેક અનુપ્રેક્ષા કરવા યોગ્ય સૂત્રોને વિસ્તારથી સમજાવ્યા છે. તે ઉપરાંત શ્રી સંતબાલજી મ. સા. એ આચારાંગસૂત્રના દરેક અધ્યયન પર ચિંતનાત્મક નોંધ લખી છે. તે સાધકોને ચિંતન – મનન માટે ઉપયોગી હોવાથી પ્રસ્તુત સંસ્કરણના પરિશિષ્ટમાં તેનું ગ્રહણ કર્યું છે.
સર્વ જિજ્ઞાસુ સાધકોને સંવેગ અને નિર્વેદ ભાવની વૃદ્ધિમાં સહાયક બને, તે રીતે આ શાસ્ત્રનું વિવેચન તૈયાર થયું છે.
તેમાં તપસમ્રાટ ગુરુદેવની કૃપા, આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ. સા. નો આગમરુચિ પૂર્વકનો અથાગ પુરુષથ તથા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. નો આચારપ્રધાન સમગ્ર જીવનવ્યવહાર અમારા માટે પ્રેરક અને સહાયક બન્યો છે. કાર્યસફળતાની આ ક્ષણે તેઓશ્રીના પાવન ચરણોમાં અહોભાવપૂર્વક સાદર વંદન કરી વિરામ પામીએ છીએ.
અંતે આ શાસ્ત્રનું પ્રકાશન સર્વ સાધકોને આચારવિશુદ્ધિમાં કારણભૂત બને, એ જ
શુભકામના...
વીતરાગવાણીની પ્રરૂપણામાં કોઈ પણ પ્રકારે સ્ખલના થઈ હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુકકડમ્.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદાૠણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ - વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
આપ્યું અણમોલું સંયમ જીવન
શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત - લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
34
Private & Personal Use y
harbrary.org