________________
प्रास्ताविकम्
શકશે. શાસ્ત્રવચનમાં અપાદાનકારકત્વ આવી શકશે અને ઉપાશ્રય આદિ સ્થાનવિશેષમાં અધિક૨ણકા૨કત્વ ઘટી શકશે. આ લોકપ્રચલિત વ્યાવહારિક અધ્યાત્મની વાત થઈ.
૧૪
પ્રસ્તુત ગ્રન્થકારે વિધિશુદ્ધ પંચાચા૨ને અધ્યાત્મ કહ્યું છે, તે વ્યવહા૨નયથી. પંચાચા૨ની પ્રવૃત્તિ તે વ્યવહા૨ અધ્યાત્મ છે. અને તેનાથી ઉત્પન્ન થતાં આત્મપરિણામ તે નિશ્ચય અધ્યાત્મ છે. જેને સર્વ રીતે આધા૨ માનીએ તે નિશ્રા કહેવાય અને જેને અંશત: ટેકારૂપ માનીએ તે આલંબન કહેવાય. જેના ૫૨ ચાલીએ છીએ તે ધરતી નિશ્રારૂપ છે અને દાદરો ચઢતાં દોરડું પકડીને ચઢીએ તેમાં દોરડું આલંબન રૂપ છે. પંચાચા૨ની પ્રવૃત્તિ તે આલંબન છે અને તેનાથી ઊભા થતા આત્મરિણામ તે નિશ્રા
છે.
સામાન્યથી પોતાની ધર્મક્રિયાને અધ્યાત્મની કક્ષામાં મૂકતાં પૂર્વે સાધક પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. (૧) આત્મા ૫૨થી મોહનો અધિકા૨ નીકળી ગયો હોય, (૨) આત્માનો ઉદ્દેશ હોય, (૩) ક્રિયાર્યાધિ શુદ્ધ હોય.
આતમના સિંહાસને જ્યાં સુધી મોહરાજા ગાદીનશીન હોય ત્યાં સુધી થતી ધર્મક્રયાઓ ઘણી સુંદર દેખાવા છતાં ય અધ્યાત્મની કક્ષામાં આવી શકતી નથી. હિન્દુસ્તાન ૫૨ બ્રિટિશ સામ્રાજ્ય હતું ત્યાં સુધી દેશને સ્વતંત્ર કહી શકાતો નહોતો. પણ ગાંધીજી, સ૨દા૨ પટેલ, સુભાષ બોઝ અને ભગર્તાસંહ જેવા રાષ્ટ્રપુરૂષોએ ચળવળ ચલાવી અને અંતે બ્રિટિશ સામ્રાજ્યના અભેદ્ય ગણાતા કિલ્લામાં ગાબડું પડ્યું. જે ભારતના ઈતિહાસમાં એક ગરવું સીમર્દાચ કહેવાય. એમ અનાદિ કાળના ગાઢ મિથ્યાત્વના અંધકા૨માંથી આત્માને ઉગા૨વાનો અનુકૂળ કાળ, પ્રયત્ન- બધું ભેગું થયું. સમજણ અને આચ૨ણ જાણે ગાંધીજી અને સુભાષ બોઝ હતા. ચળવળ ચાલી અને બિડ ગણાતી ગ્રન્થનો ભેદ થયો. આત્માના સમગ્ર ભવચક્રમાં આ એક સીમાચિ હતું. પછીનો કાળ ધર્મયૌવનકાળ કહેવાય. કાળનું પરિબળ તર્પાત્ત્વક ધર્મને અનુકૂળ બની ગયું. અહીં એક વાત સમજવા જેવી છે. સ્વાતંત્ર્ય પછી પણ રાષ્ટ્રની શાસનપદ્ધતિમાં પ્રજાર્લક્ષતા આવે તો કામનું, તેમ ગ્રન્થભેદ પછી પણ ધર્મમાં આત્મલક્ષતા આવે તો જ અધ્યાત્મ કહેવાય છે.
Æ અધિકારી નિર્દેશની પરંપરા છેં
અધ્યાત્મનું સ્વરૂપ જણાવીને ગ્રન્થકારે અધ્યાત્મના અધિકા૨ીનું સ્વરૂપ જણાવ્યું છે. કોઈ પણ સારી, મૂલ્યવંતી ચીજનો વિનિયોગ/પ્રાદુર્ભાવ પાત્રમાં જ થાય અને તેથી સ્વ-૫૨ હિતની સાનુબંધ જાળવણી થતી રહે એ આની પાછળનો ઉદ્દેશ છે.