________________
स्याद्वादसिद्धिः
૮૭
અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૩૮ न हि ‘द्रव्यत्वाद्यवच्छिन्नध्वंसप्रतियोगिताशून्य आत्मा मनुष्यत्वाद्यवच्छिन्नध्वंसप्रतियोगितावान्' इत्यत्र विरोधलेशमपि मन्यन्ते मनीषिणः । एतादृशनित्यानित्यात्माद्यभ्युपगमे एव प्रागुक्तविधिप्रतिषेध-तद्योगक्षेमकारिक्रियाप्रतिपादनं सङ्गच्छेत । आत्मन एकान्तनित्यत्वे ध्यानाध्ययनादिविधेर्हिंसादिप्रतिषेधस्य तद्योगक्षेमकारिसमितिगुप्त्यादिक्रियाणाञ्चाऽकिञ्चित्करत्वमेव स्यात् । न हि कूटस्थनित्ये आत्मनि ध्यानादिसाध्य - निर्जरासंवर- पुण्यानुबन्धिपुण्यबन्धादिः सम्भवति । आत्मन एकान्तक्षणिकत्वेऽपि निष्फलतैव ध्यानादेः, क्षणानन्तरमात्मन एवासत्त्वात्, सन्तानस्य च काल्पनिकत्वात् । आत्मन एकान्तनित्यत्वे एकान्तक्षणिकत्वे वा कृतनाशाsकृताभ्यागमदोषयोरपरिहार्यत्वादात्मनो नित्यानित्यत्वमेवाभ्युपगम्यतेऽनेकान्तवादिभिः । अर्थव्यवस्थाऽपि एकान्तवादतो निवर्तमानाऽनेकान्तवादे एव विश्राम्यति । इत्थञ्च सर्वत्र नित्यानित्यत्वादिसिद्धौ तत्र नित्यत्वैकान्तग्रहो हि महामोहविलासः । इदमेवाभिप्रेत्य आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः || ५ || <- इत्येवं अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकायामुक्तम् ।
‘નિત્યાનિત્યાયનેવાન્તઃ' ત્યત્ર ‘આવિ’રેન સત્ત્વાસત્ત્વામ્રિનું ર્તવ્યમ્ । સર્વ હિ સ્વદ્રવ્ય-ક્ષેત્રकाल- भावापेक्षया सत् परद्रव्य-क्षेत्र - काल - भावापेक्षया चासदिति सापेक्षमेव सत्त्वासत्त्वपरिज्ञानम् । 'घटो हि मार्त्तत्व- पूर्वदेशीयत्व-वर्तमानकालीनत्व-नवत्व-- चाक्षुषत्वादिना सन् तार्णत्वापरदेशीयत्वातीतकालीनत्वपुराणत्वघ्राणजप्रतिपत्तिविषयत्वादिना चाऽसन्निति सर्वैरेवाऽविगानेन प्रतीयते । एतेन जीवादिषु पदार्थेषु
લેશ પણ વિરોધ માનતા નથી. આવા પ્રકારના નિત્યાનિત્ય આત્મા વગેરેનો સ્વીકાર કરવામાં આવે તો જ પૂર્વોક્ત (શ્લોક ૧૮-૨૨) વિધિપ્રતિષેધ અને તેનું યોગક્ષેમ કરનાર ક્રિયાનું પ્રતિપાદન સંગત બને. આત્માને જો એકાંત નિત્ય માનવામાં આવે તો ધ્યાન, સ્વાધ્યાય વગેરેનું વિધાન, હિંસા વગેરેનો નિષેધ, અને તેનો યોગક્ષેમ કરનાર સમિતિ-ગુપ્તિ વગેરે ક્રિયાઓ નિરર્થક જ બનશે. કેમ કે એકાંત નિત્ય આત્મામાં ધ્યાન વગેરે દ્વારા નિર્જરા, સંવર, પુણ્યાનુબંધી પુણ્યનો બંધ વગેરે સંભવતા નથી. તેમ જ જો આત્માને એકાંત ક્ષણિક માનવામાં આવે તો પણ ધ્યાન વગેરે નિષ્ફળ જ બનશે. કારણ કે બીજી ક્ષણે આત્મા પોતે જ રહેતો નથી તો ધ્યાન વગેરેનું ફળ કોને પ્રાપ્ત થાય ? ક્ષણિકવાદીઓને સંમત ક્ષણસમૂહ સ્વરૂપ સંતાન કાલ્પનિક હોવાથી તેમાં ધ્યાન આદિના ફળની પ્રાપ્તિની કલ્પના યોગ્ય નથી. તેથી આત્માને એકાંત નિત્ય માનવામાં આવે કે એકાંત ક્ષણિક માનવામાં આવે, કૃતનાશ અને અકૃતઆગમ દોષ અપરિહાર્ય છે. કૃતનાશનો અર્થ છે થયેલી ક્રિયા નિષ્ફળ જવી અને અકૃતઆગમનો મતલબ છે - પોતે ન કરેલી ક્રિયાના ફળની પ્રાપ્તિ થવી. આથી સ્યાદ્દાદીઓ નિત્યાનિત્ય સ્વરૂપ જ આત્માને સ્વીકારે છે. વસ્તુવ્યવસ્થા પણ એકાંતવાદથી વિમુખ થઈ અનેકાંતવાદમાં જ ઠરીઠામ થાય છે. આ રીતે સર્વત્ર નિત્યાનિત્યપણું સિદ્ધ થવા છતાં પણ પદાર્થમાં એકાંત નિત્યતા કે એકાંત અનિત્યતાનો આગ્રહ રાખવો તે ખરેખર મહામોહનો વિલાસ છે. આ જ અભિપ્રાયથી અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં જણાવેલ છે કે —> દીવાથી માંડીને આકાશ સુધીની દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદાની ઉલ્લંઘન નહિ કરતી સમાન સ્વભાવવાળી નિત્યાનિત્ય ઉભયાત્મક છે. છતાં પણ ‘હે વીતરાગ ! તમારી આજ્ઞાનો દ્વેષ કરતા અન્ય દર્શનકારો ‘આકાશ એકાંતે નિત્ય છે, દીવો એકાંતે અનિત્ય જ છે' આવો પ્રલાપ કરે છે. ←
સત્ત્વ-અસત્ત્વ એકત્ર અવિરોધી
=
-