________________
बौद्धनये नाशहेतोरभावः
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
आत्मादिस्वरूपाणां क्षणानां को नाशकोऽस्तु ? इत्थञ्च हिंसा न केनचित्क्रियत इत्यापन्नम् । तदुक्तं अष्टकप्रकरणे -> नाशहेतोरयोगेन क्षणिकत्वस्य संस्थितिः । नाशस्य चान्यतोऽभावे भवेद्धिंसाऽप्यहेतुका ।। ← (૨/૨) કૃતિ । તપુર્ણ રાસ્રવાર્તાસમુર્યપિ -> किञ्च निर्हेतुके नाशे हिंसकत्वं न युज्यते । व्यापाद्यते सदा यस्मान्न कश्चित् केनचित् क्वचित् ॥ - (૬/૧૨) કૃતિ । તતશ્ર હરિનાવિહિઁસત્સં लुब्धकस्यापि न सम्भवेत् ॥१ / ५६ ॥
ननु शरादिव्यापारविरहे मृगादेः सजातीयक्षणसन्ततिः प्रवर्तते इति न तदानीं लुब्धकस्य मृगादिहिंसकत्वं, शरादिव्यापारे सति हिंस्यमानमृगक्षणसन्तानच्छेदेन मनुष्यादिक्षणसन्तानोत्पादात् लुब्धकस्य मृगहिंसकत्वमङ्गीक्रियत इति विजातीयक्षणानन्तर्यं हिंसादिनियामकत्वं सम्भवतीति सौगताशङ्कायामाह 'आन
નમિ’તિ।
૧૧૮
आनन्तर्यं क्षणानां तु न हिंसादिनियामकम् ।
દરેક પદાર્થો પોતાની ઉત્પત્તિની બીજી ક્ષણે જ સ્વાભાવિક રીતે નાશ પામે છે. આ રીતે ક્ષણિકતાની સિદ્ધિ કરનાર બૌદ્ધ વિદ્વાનોના મતે તો આત્મા વગેરે સર્વે પદાર્થોનો નાશ કરનાર કોઈ હેતુ જ ન હોવાથી વિનશ્વર વિજ્ઞાનના કારણસ્વરૂપ આત્મા વગેરે પદાર્થોનો સ્વયં બીજી ક્ષણે નાશ થઈ જશે. તેથી ‘“કોઈએ કોઈની હિંસા કરી’’ - તેવું કઈ રીતે સંભવે ? આમ હિંસા કોઈના વડે પણ કરાતી નથી - આવું સ્વીકારવાની આપત્તિ આવશે. અષ્ટકપ્રકરણમાં પણ શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ જણાવ્યું છે > નાશનો હેતુ સંભવિત ન હોવાથી ક્ષણિકત્વની બૌદ્ધ સિદ્ધિ કરે છે. અને અન્ય થકી નાશ સંભવિત ન હોય તો હિંસા પણ નિર્હેતુક બની જશે. — શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પણ તેઓશ્રીએ જણાવેલ છે કે —> નિર્હેતુક નાશને સ્વીકારવામાં આવે તો હિંસકપણું સંગત થતું નથી. કારણ કે હંમેશા કોઈ પણ, કોઈના પણ વડે, ક્યારેય પણ હણાતો નથી. ← તેથી શિકારી વગેરે હરણ વગેરેના હિંસક છે તેવું સંભવી નહીં શકે. (૧/૫૬)
અહીં બૌદ્ધ વિદ્વાનો તરફથી એવો ખુલાસો કરવામાં આવે કે —> શિકારી દ્વારા બાણ વગેરે ફેંકવામાં ન આવે ત્યારે ક્ષણિક એવા હરણ વગેરેની સજાતીય ક્ષણોનો પ્રવાહ પ્રર્વતે છે. અર્થાત્ પ્રતિક્ષણ અભિનવ મૃગાદિક્ષણ જ ઉત્પન્ન થતી રહે છે. તેથી ત્યારે હરણ વગેરેનો હિંસક શિકારી ન બને પરંતુ શિકારી બાણ વગેરે ફેંકે ત્યારે હણાઈ રહેલ મૃગક્ષણની પરંપરાનો ઉચ્છેદ થવાથી મનુષ્ય આદિ વિજાતીય ક્ષણોનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. તેથી તે સમયે શિકારીને હરણના હિંસક તરીકે માનીએ છીએ. આમ વિજાતીય ક્ષણનું આનંતર્ય હિંસાનું નિયામક સંભવે છે. – આના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
શ્લોકાર્થ ક્ષણોનું આનન્તર્ય હિંસાદિનું નિયામક નથી. કારણ કે ગૌતમ બુદ્ધ અને શિકારીમાં પરસ્પર તેની કોઈ વિશેષતા જણાતી નથી. (૧/૫૭)
* ગૌતમ બુદ્ધમાં હિંસકતાની આપતિ
ઢીકાર્થ :- વિજાતીય ક્ષણોનું અવ્યવહિત પૂર્વવર્તિત્વ તો હિંસાદિનું નિયામક સંભવતું નથી, કારણ પોતાની અવ્યવહિત ઉત્તર ક્ષણમાં વિજાતીય ક્ષણની ઉત્પત્તિને હિંસકપણાનું જ્ઞાપક માનવામાં આવે એટલે કે એ ઉત્પત્તિમાં કારણરૂપે જે કોઈ હોય તે બધાને હિંસક માનવામાં આવે તો વિસદશ ક્ષણનું અવ્યવહિત પૂર્વવર્તિપણું ગૌતમબુદ્ધ અને શિકારીમાં પરસ્પર સમાન જ જણાતું હોવાથી ‘હરણ પર બાણ ફેંકનાર શિકારીમાં તે રહે છે અને સાધનામાં નિમગ્ન ગૌતમ બુદ્ધમાં નથી રહેતું' તેવું કહી શકાય તેમ નથી. તેથી બાણ ફેંકનાર
-