________________
અધ્યાત્મોપનિષત્પકરણ-૧/૬૬ ક8 માવસ્થાથવિવાર: ક
૧૨૯ अणभिनिविट्ठस्स सुयं इयरस्स उ मिच्छणाणं ति ।।८८२।। - इति भावनीयम् ॥१/६५॥ નિન્તીજ્ઞાનં નિરૂપતિ – “મ'તિ |
महावाक्यार्थजं यत्तु, सूक्ष्मयुक्तिशतान्वितम् ।
तद्वितीयं जले तैल-बिन्दुरीत्या प्रसृत्वरम् ॥६६॥ यत्तु = यत्पुनः यथोक्तश्रुतज्ञानोत्तरजायमानं महावाक्यार्थजं = आक्षिप्तेतरसत्त्वासत्त्वाऽभिलाप्यत्वानभिलाप्यत्वादिसर्वधर्मात्मकवस्तुप्रतिपादकानेकान्तवादव्युत्पत्तिजनितं सूक्ष्मयुक्तिशतान्वितं = अतिशयितसूक्ष्मबुद्धिगम्याऽविसंवादिप्रमाणनयगर्भित-युक्तिशतसमन्वितं जले = उदके तैलबिन्दुरीत्या = प्रक्षिप्ततैललवप्रकारेण सर्वतः प्रसृत्वरं = प्रवर्धमानं तत् द्वितीयं = चिन्ताज्ञानमवसेयम् । तदुक्तं षोडशके > यत्तु महावाक्याર્થનમતિસૂક્ષ્મસુપુરિચિન્તયોતિમ્ ૩ રૂવ તૈઋવિ—વિસff વિન્તીમ તાત્ | – (૨૨/૮) इति । देशनाद्वात्रिंशिकायामपि -> महावाक्यार्थजं सूक्ष्मयुक्त्या स्याद्वादसङ्गतम् । चिन्तामयं विसर्पि स्यात्तैलबिन्दुरिवाम्भसि ॥ <- इति (२/१२) इत्येवं प्रकृतग्रन्थकृतोक्तम् । सर्वव्यापि भवत् चिन्ताज्ञानं हि भावनाज्ञानकारणं भवतीत्यवधेयम् ॥१/६६।।
લોકાર્ચ :- જે જ્ઞાન મહાવાક્ષાર્થથી ઉત્પન્ન થયેલું હોય, તથા સેંકડો સૂકમ યુક્તિઓથી ગર્ભિત હોય તેમ જ પાણીમાં તેલનું બિંદુ પ્રસરી જાય તે રીતે ચારેબાજુ વ્યાપ્ત હોય તે બીજું=ચિંતાજ્ઞાન જાણવું (૧/૬૬)
# ચિન્તાજ્ઞાનનું ચિંતન : ઢીકાર્ય :- નિરૂપાણ કરાતા ધર્મ સિવાયના અન્ય સર્વ ધર્મોને લાવીને સર્વધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન અનેકાન્તવાદ કરે છે. તેની વ્યુત્પત્તિ = વ્યુત્પાદન = વિશિષ્ટ સમજણ તે મહાવાક્યર્થ કહેવાય. પૂર્વોક્ત ગ્રુતજ્ઞાન પછી ઉત્પન્ન થતું ચિન્તામય જ્ઞાન પ્રસ્તુત મહાવાક્ષાર્થથી ઉત્પન્ન થાય છે. અત્યંત સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય એવા અવિસંવાદી અને પ્રમાણ-નયથી ગર્ભિત એવી સેંકડો યુક્તિઓની વિચારણાથી ચિન્તાજ્ઞાન યુક્ત હોય
પાણીમાં નાંખેલ તેલનું બિંદુ વિસ્તાર પામે છે તેમ ચિન્તા = ચિન્તનજ્ઞાને ચારે બાજુએ વધતું હોય છે. ષોડશક તેમ જ દેશનાçાર્નાિશકામાં પણ આવા જ પ્રકારનું ચિત્તાજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવેલ છે તે વાત ખ્યાલમાં રાખવી.
ઉપરોક્ત ચિત્તાજ્ઞાનને સમજવું હોય તો એમ કહી શકાય કે “દ: સન' આ વાકયથી ઘડામાં સામાન્યથી સર્વ ધર્મનું વિધાન થાય છે. પરંતુ ઉહાપોહ કરવામાં આવે તો ઘડો સ્વસ્વરૂપે સત છે નહિ કે પરસ્વરૂપે પણ. તેથી સ્વરૂપની અપેક્ષાએ સત્વ અને પરરૂપે અસર્વ ધર્મનું ઘડામાં ભાન થાય છે. આ જ રીતે સામાન્યવિશેષ, અભિલાપ્યત્વ-અનભિલાખ્યત્વ, નિત્ય-અનિત્વ વગેરે વિરોધરૂપે ભાસતા ધર્મોનો પણ અપેક્ષાવિશેષથી ઘડામાં સમાવેશ કરી ઘડાને સર્વધર્માત્મક માનો જરૂરી છે. તેમ જ પ્રત્યક્ષ, અનુમાન, આગમ વગેરે પ્રમાણ અને નગમ, સંગ્રહ વગેરે નયોથી ગર્ભિત એવી સચોટ અને સૂક્ષ્મ વિચારણાઓથી ચિત્તાજ્ઞાન અનુવિદ્ધ હોય છે. દા.ત. “આત્મા નિત્ય છે.' આ વાત કયા નયની અપેક્ષાએ છે ? તેમ જ નિત્યત્વ માનવું કઈ રીતે યોગ્ય છે. ? શું આત્મા સર્વથા નિત્ય હોય છે ? કે કોઈ અન્ય અપેક્ષાએ અનિત્ય પણ છે ? જો અન્ય અપેક્ષાએ આત્મા અનિત્ય હોય તો આત્માને નિત્ય બતાવવાની પાછળ શાસ્ત્રકારોને ક્યો આશય છે ? આવી અનેક સૂકમ યુક્તિઓની વિચારણાથી સૂક્ષ્મજ્ઞાન વ્યાપ્ત હોય છે. આ રીતે સર્વવ્યાપી બનતું ચિન્તાજ્ઞાન ભાવનાજ્ઞાનને લાવે છે. (૧/૬૬)