________________
૧૪૮
* मुग्धच्छात्रोदाहरणम्
અધ્યાત્મોપનિષદ્ઘકરણ
विलम्बिनः ॥ ←← (७/३३) इत्युक्तम् । यथास्थितप्रज्ञाविरहे बहुशः तर्कणमपि निरर्थकम् । तथाहि एकदा यामिन्यामेकश्छात्र उत्थितो गगनं गरलश्यामजलदान्तर्धोतितविद्युत्पुत्रं दृष्ट्वा शेषौ द्वावपि सतीर्थ्यावाहूयाऽदीदृशत् यथा- ‘भो ! पश्यतं स्वर्गे प्रदीपनं लग्नम् । तत एव ज्वालाधूमयोगः' । द्वितीयेनोक्तम् 'सूर्योऽत्राssस्ते । स च शीतभीतः श्यामवस्त्रकन्थाभिरन्तरितः वारं वारं पश्यति अद्यापि विभातं किं वा न विभातम् ?' । तृतीयस्त्वाह - ' अहमेवं मन्ये दैत्योत्पातविधुरे देवलोके महेन्द्रोऽग्निकर्मप्रधानं शान्तिकं कारयन् वर्तते' । किमेभिः मुग्धविकल्पैः यथास्थितं तत्त्वमुपलभ्यते ? नैव । ततश्च मध्यस्थतया प्रधानशास्त्रसारः पर्यालोचनीयः प्रतिपत्तव्यो यथाशक्ति पालनीयश्च । तदुक्तं → अनन्तशास्त्रं बहुला च विद्या स्वल्पश्च कालो बहुविघ्नता च । यत्सारभूतं तदुपादनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात् ॥ <( ) કૃતિ "?/૭૪।।
1
-
माध्यस्थ्याऽध्यात्मगर्भितस्वल्पसद्वचनबोधोऽपि पर्याप्त इत्याह 'इती 'ति ।
इति यतिवदनात्पदानि बुद्ध्वा प्रशमविवेचनसंवराभिधानि । प्रदलितदुरितः क्षणाच्चिलातितनय इह त्रिदशालयं जगाम ॥७५ || जैनप्रवचने यतिवदनात् वाचंयमवरेण्यमुखारविन्दात् प्रशम - विवेचन - संवराभिधानि
< =
છે. યથાવસ્થિત પ્રજ્ઞા ન હોય તો અનેક વાર તર્ક કરે તો પણ તે નિરર્થક છે. તે આ મુજબ. એક વખત રાત્રીમાં એક વિદ્યાર્થી જાગી ગયો. અને તે વખતે તેણે જોયું તો કાળા ભોરિંગ સાપ જેવા વાદળોની વચ્ચે વિજળીના ચમકારાઓ આકાશમાં થતા હતા. તેણે પોતાના બન્ને સહાધ્યાયીઓને બોલાવીને આકાશ બતાવતાં કહ્યું કે ‘‘અરે, જુઓ સ્વર્ગની અંદર આગ લાગી, તેથી જ આકાશમાં અગ્નિના ધૂમાડાઓ દેખાય છે.’’ તે સાંભળીને બીજા વિદ્યાર્થીએ કહ્યું કે “અહીં આકાશમાં તો સૂર્ય રહેલો છે. અને અત્યારે તો તે શિયાળાની ઠંડીથી ભયભીત થયેલો, કાળા વસ્ત્રની ગોદડી ઓઢીને વારંવાર જુએ છે કે અજવાળું થયું કે નહિ ?'' તે સાંભળીને ત્રીજો વિદ્યાર્થી કહે છે કે “હું એવું માનું છું કે અત્યારે દૈત્યના ઉત્પાતથી આખું દેવલોક આકુળવ્યાકુળ થયેલ હોવાથી ઈંદ્ર અગ્નિપ્રધાન શાંતિકર્મ કરાવી રહેલ છે. તેના આ ચમકારા અને ધૂમાડા દેખાય છે.'' શું આવા મુગ્ધ વિકલ્પો દ્વારા યથાવસ્થિત તત્ત્વ પામી શકાય ? ન જ પામી શકાય. માટે મધ્યસ્થ રહીને પ્રધાન શાસ્ત્રનો નિચોડ વિચારવો જોઈએ, સ્વીકારવો જોઈએ અને આચરવો જોઈએ. કહ્યું છે કે > શાસ્ત્રો અનંતા છે. અને વિદ્યાઓ પણ ઘણી છે. જીંદગીનો સમય ઘણો ટુંકો છે. અને તેમાંય વળી સારા કામમાં વિઘ્નો ઘણા આવે છે. તેથી તેમાં જે કાંઈ સારભૂત હોય તેને ગ્રહણ કરવું જોઈએ. જેમ કે મિશ્ર થયેલ દૂધ અને પાણીમાંથી પાણીની વચ્ચે રહેલ દૂધને હંસ ગ્રહણ કરે છે. <– (૧/૭૪)
માધ્યસ્થ્ય અને અધ્યાત્મથી ગર્ભિત અલ્પ પણ સચનનો બોધ પર્યાય છે. આ વાતને જણાવતા ગ્રંથકારશ્રી
કહે છે.
=
-
શ્લોકાર્થ :- જૈનશાસનમાં મુનિના મુખેથી ‘ઉપશમ, વિવેક અને સંવર' જાણીને પોતાના પાપને ખપાવી ક્ષણવારમાં ચિલાતિપુત્ર સ્વર્ગમાં ગયા. (૧/૭૫)
# જિનશાસનનો સાર
‘ઉપશમ-વિવેક-સંવર'
ઢીકાર્થ :- જૈનશાસનમાં શ્રેષ્ઠ એવા મુનિના મુખારવિંદથી ‘ઉપશમ, વિવેક અને સંવર' આ પ્રમાણે