________________
અધ્યાત્મોપનિષત્રકરણ-૧/૭૫ % વિટાતિપુત્રનિદર્શનમ્ 8
૧૪૯ उपशम-विवेक-संवराख्यानि इति पदानि बुद्ध्वा = श्रुत्वा स्वस्य क्रोधाद्यप्रशान्तदशापरिहारायाऽसिं परित्यज्य देहस्त्र्यादिविविक्तं स्वात्मानमुपलभ्याविवेकदशात्यागाय रुधिरव्याप्तं सुसुमामस्तकं भूमौ चिक्षेप देहादिममत्वं च परित्यक्तवान् चिलातितनयः । हिंसा-मृषा-चौर्य-परदारागमनाद्याश्रवेभ्यो विरम्याऽक्ष-मन:संवरपरः स्वकृतपापनिन्दानिमग्नः स महाव्रतादिधारणपूर्वक: कायोत्सर्गादिनिरतः पिपीलिकाद्युपसर्ग विषह्य प्रदलितदुरितः = प्रक्षीणप्रभृतपापः क्षणात् = अचिरात् त्रिदशालयं = नाकिलोकं जगाम । तदक्तं आवश्यकनियुक्तौ
→ जो तिहि पएहि सम्मं समभिगओ संजमं समारूढो । उवसम-विवेय-संवर चिलायपुत्तं णमंसामि ||८७२|| अहिसारिया पाएहिं सोणियगंधेण जस्स कीडीओ । खायंति उत्तमंगं तं दक्करकारयं वंदे ॥८७३।। धीरो चिलायपुत्तो मूयइंगलियाहिं चालणिव्व कओ । सो तहवि खज्जमाणो पडिवण्णो उत्तमं अह्र ।।८७४।। अड्ढाइज़्जेहिं राइंदिएहिं पत्तं चिलाइपुत्तेणं । देविंदामरभवणं अच्छरगणसंकुलं रम्मं ।।८७५।। <- इति । योगशास्त्रेऽपि -> तत्कालकृतदुष्कर्मकर्मठस्य दुरात्मनः । गोप्ने चिलातिपुत्रस्य योगाय स्पृहयेन कः । <- (१/१३) इत्युक्तम् । कथानकञ्चावश्यकनियुक्त्यादी स्वसमये सुप्रसिद्धमिति न विस्तरतः तन्यते //૭ધા ननु स्याद्वादानुविद्धशास्त्रबोधाभावे कथं चिलातिपुत्रदुरितापहार इति मुग्धशङ्कामपाकरोति -> 'न चेति।
न चानेकान्तार्थावगमरहितस्यास्य फलितं, ત્રણ શબ્દ ચિલતિપુત્ર નામના એક ડાકુએ સાંભળ્યા. તેના એક હાથમાં પોતાની પ્રેમિકા સુષમાનું કપાયેલું તથા લોહીથી નિતરતું મસ્તક હતું અને બીજા હાથમાં લોહી નિતરતી તલવાર હતી. મુનિના મોઢેથી સાંભળેલ ઉપશમ શબ્દનો વિચાર કરતાં ક્રોધાદિના કારણે અપ્રશાંત બનેલી પોતાની દશાને છોડવા માટે તેણે તેના પ્રતિકરૂપે તલવારને છોડી દીધી, તથા વિવેક પદને વિચારતાં દેહ, સ્ત્રી વગેરેથી ભિન્ન એવા પોતાના આત્માને જાણીને, અવિવેકદશાને છોડવા, લોહીથી ખરડાયેલ સુષમાના મસ્તકને ભૂમિ ઉપર છોડી દીધું અને શરીર વગેરે પરની મમતાને પણ છોડી દીધી, તથા હિંસા, જુઠ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે આશ્રવથી અટકીને પોતે કરેલા પાપોની નિંદા કરવામાં તત્પર એવો તે મુનિ બની, મહાવ્રત ધારણ કરી, જંગલી કીડી વગેરેના ઉપસર્ગને સહન કરી ઘણા બધા પાપ ખપાવી અલ્પ સમયમાં દેવલોકમાં ગયો. આવશ્યકનિર્યુકિતમાં પણ જણાવેલ છે કે – ઉપશમ, વિવેક અને સંવર - આ ત્રાગ પદ દ્વારા જેણે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું અને સંયમમાં આરૂઢ થયા તે ચિલતિપુત્રને હું નમસ્કાર કરું છું. લોહીની ગંધના લીધે પગથી માંડી માથા સુધીનો જેનો ભાગ કીડીઓએ વિંધી નાંખેલ છે તે દુષ્કરકારક ચિલતિપુત્રને હું નમસ્કાર કરું છું. ધીર એવા ચિલાતિપુત્રને કીડીઓએ ચાળણી જેવો કરી નાંખ્યો. કીડીઓથી ખવાતો હોવા છતાં તોણે ઉત્તમ અર્થને = અનશનને સ્વીકાર્યું અઢી દિવસની અંદર તો ચિલતિપુત્ર અપ્સરાઓથી વ્યાસ અને રમ્ય એવા, ઈન્દ્ર અને દેવતાઓના ભવનમાં પહોંચી ગયા. <– યોગશાસ્ત્રમાં પણ જણાવેલ છે કે -> તે કાળે ખરાબ કર્મો કરવામાં કર્મઠ અને દુષ્ટ એવા ચિલાતિપુત્રની રક્ષા કરનાર યોગની સ્પૃહા કોને ન થાય ? <– ચિલાતિપુત્રનું દષ્ટાંત આવશ્યકનિર્યુક્તિ વગેરેમાં સુપ્રસિદ્ધ હોવાથી અહીં વિસ્તારથી જણાવવામાં આવેલ નથી. (૧/૭૫) ' અરે સ્વાદાદરંગે રંગાયેલ શાસ્ત્રબોધ વગર ચિલતિપત્રને પાપનાશ કઈ રીતે થયો ? - એવી મુગ્ધ વ્યક્તિની શંકાને ગ્રંથકારશ્રી ૭૬માં શ્લોકમાં દૂર કરે છે.
શ્લોકાર્ચ :- “અનેકાન્તના અર્થથી અનભિન્ન એવા ચિલતિપુત્રને સ્પષ્ટ (=રોકડું) ફળ કેમ મળ્યું?'