Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 184
________________ અધ્યાત્મોપનિષત્પકરણ-૧/૭૭ 88 મને જાન્તઃ સમાધિનનતા ક ૧૫૧ फलद्वयवैजात्यकल्पनं तृणारणिमणिन्यायेनेति वदन्ति । तन्न श्रुतादिपरिकर्मविरहेऽव्यक्तसमाधेर्व्यक्तसमाध्यनुत्पादात्, सहकारिसमवहितयोळक्ताव्यक्तसमाध्योरेकशक्तिमत्त्वेन कारणत्वादिति दिक् । सामान्यतोऽनेकान्तरुचेरव्यक्तसमाधिर्भवति, विशेषतोऽनेकान्तरुचेर्व्यक्तसमाधिराविर्भवतीत्यपि कश्चित् । यत्तु योगशास्त्राऽऽन्तरश्लोके -> पदार्थं भावयन्नेवं स (चिलातिपुत्रः) रुद्धसकलेन्द्रियः । समाधिમધપૂડમૂન્મનીમાંàવેતનઃ |<–(૧/૩/૬૨) રૂતિ વાહિતનાધિકારે ઉત્તે તત્ર સમાપનાऽव्यक्तसमाधिरेवाऽवगन्तव्यः ॥१/७६॥ પ્રથમfધરમુપસંદતિ – ‘વિરોપાટ્રિતિ | विशेषादोघाद्वा सपदि तदनेकान्तसमये, समुन्मीलद्भक्त्तिर्भवति य इहाध्यात्मविशदः । भृशं धीरोदात्तप्रियतमगुणोज्जागररुचि र्यशःश्रीस्तस्याकं त्यजति न कदापि प्रणयिनी ॥७७॥ બે કાર્યકારણભાવની કલ્પનાનું ગૌરવ આવે છે. આનું નિરાકરણ કરવા માટે એવું માનવું ઉચિત છે કે જેમ અપર તત્વના અભ્યાસથી પરતત્ત્વની પ્રાપ્તિ થાય છે, સાલંબન ધ્યાનથી નિરાલંબન ધ્યાનની પ્રાપ્તિ થાય છે તેમ અવ્યક્તસમાધિથી વ્યકતસમાધિનો આવિર્ભાવ થાય છે, અને વ્યક્તસમાધિ દ્વારા જ વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે નહિ કે અવ્યક્ત સમાધિ દ્વારા. તH૦ | પરંતુ ઉપરોક્ત વાત બરાબર નથી, કારણ કે વ્યુત વગેરેથી બુદ્ધિ પરિકર્મિત ન થયેલી હોય તો અવ્યક્ત સમાધિથી વ્યક્ત સમાધિ ઉત્પન્ન ન થઈ શકે. સમાધિમાં રહેલ વ્યક્તપણું એ શ્રુતપરિકર્મિતપણાને આભારી છે. વળી, વ્યકત સમાધિના ફળ જેવું ફળ અવ્યક્ત સમાધિથી પ્રાપ્ત થાય છે તેવું માનવામાં ઉપરોક્ત વ્યતિરેક વ્યભિચારરૂપ દોષને અવકાશ નથી રહેતો. કારણ કે કાળાપરિપાક, અનુકૂળ ભવિતવ્યતા વગેરે સહકારી કારણોથી યુકત એવી વ્યક્ત સમાધિ અને અવ્યક્તસમાધિ એકશક્તિમન્વરૂપે વિશષ્ટિ ફળનું કારણ છે. તેથી બે વૈજત્યની કલ્પના કે બે કાર્યકારણ ભાવની કલ્પનાના ગૌરવને અવકાશ નથી રહેતો. આ દિગદર્શનના આધારે હજી પણ આગળ વિચારવું. – કોઈક વિદ્વાન એવું પણ કહે છે કે “જે વ્યક્તિને અનેકાંતવાદ ઉપર સામાન્ય રીતે રુચિ છે તેને અવ્યકત સમાધિ પ્રાપ્ત થાય છે તથા જે વ્યક્તિને અનેકાન્ત ઉપર વિશેષ પ્રકારે રૂચિ છે તેને વ્યક્ત સમાધિ ઉત્પન્ન થાય છે.” યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના આંતર શ્લોકમાં ચિલતિપુત્રના અધિકારમાં હેમચંદ્રસૂરિ મહારાજાએ જણાવેલ છે કે – ઉપશમ, વિવેક અને સંવર આ પદાર્થને ઉપરોક્ત રીતે ભાવિત કરતાં કરતાં સર્વ ઈન્દ્રિયોનો નિરોધ કરી, સમાધિ પામીને ચિલતિપુત્ર જ્ઞાનમાત્રમાં વિશ્રાંત મનવાળા થયા. -- અહીં “સમાધિ' પદથી અવ્યકત સમાધિ જ જાણવી. (૧/૭૬) પ્રથમ અધિકારનો ઉપસંહાર કરતા ગ્રંથકારથી જણાવે છે. શ્લોકાર્ચ :- અહીં વિશેષ રૂપે કે સામાન્ય રૂપે અનેકાંત સિદ્ધાંતમાં જેને જલ્દીથી ભક્તિ ઉછળે છે અને જે અધ્યાત્મથી વિશદ (= નિર્મળ) થયેલ છે તેવા સાધકના ખોળાને, યશલક્ષ્મી રૂપી પ્રિયતમાં ક્યારેય પણ છોડતી નથી, કારણ કે ધીર અને ઉદાત્ત એવા પોતાના પ્રિયતમના ગણોમાં યશ:શ્રીને અત્યંત રૂચિ જાગૃત થયેલી છે. (૧/૭૭)

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188