________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
इति वर्धमानतपोनिधि-न्यायविशारद श्रीभुवनभानुसूरीश्वरशिष्यरत्न-पद्ममणितीर्थोद्धारक-श्रीविश्वकल्याणविजयशिष्य-श्रीयशोविजयेन विरचितायां अध्यात्मवैशारद्यां अध्यात्मोपनिषट्टीकायां शास्त्रयोगशुद्धिनामा प्रथमोऽधिकारः ।
प्रथमाधिकारोपसंहारः
-
થયેલ નથી. શાસ્ત્રયોગશુદ્ધિ તો નિર્મળ સમ્યગ્દર્શનવાળાને હોય. સમ્યગ્દર્શનની શુદ્ધિનું કારણ હોવાથી આ અધિકારનું ‘શાસ્ત્રયોગશુદ્ધિ' એવું નામ ગુણનિષ્પન્ન જ છે, યાદચ્છિક નથી આ વાત ધ્યાનમાં રાખવી. જગદ્ગુરૂ બિરૂદને ધારણ કરનાર શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ષદર્શનવિદ્યા-વિશારદ મહોપાધ્યાય શ્રીકલ્યાણવિજયજી ગણિવર હતા. તેમના શિષ્ય, શાસ્ત્રજ્ઞ પુરૂષોમાં તિલકસમાન પંડિતથી લાભવિજયજી ગણિવર હતા તેના શિષ્ય મુખ્ય પંડિત જિતવિજયજી ગણિવર હતા. તેના ગુરૂભાઈઓમાં શ્રેષ્ઠ એવા પંડિત શ્રીનયવિજયજી ગણિવરના ચરણકમલમાં ભ્રમરસમાન તથા પંડિત શ્રીપદ્મવિજયજી ગણિવરના સહોદર એવા ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે રચેલ અધ્યાત્મોપનિષદ્ પ્રકરણના ‘શાસ્ત્રયોગશુદ્ધિ' નામના પ્રથમ અધિકારની ઉપર વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પદ્મમણિતીર્થોદ્ધારક મુનિ શ્રીવિશ્વ-કલ્યાણવિજયજી મહારાજના શિષ્ય મુનિ યશોવિજયે રચેલ અધ્યાત્મવૈશાદી ટીકા તેમ જ તેનો અધ્યાત્મપ્રકાશ નામનો ભાવાનુવાદ સાનંદ સમાપ્ત થયો.
-
ૐ પ્રથમ અધિકારની વ્યાખ્યા પૂર્ણ થઈ છે ♦ પ્રથમ ખંડ પૂર્ણ >
卐
૧૫૩