________________
અધ્યાત્મોપનિષત્પકરણ-૧/૭૦ % સેવાઢિોવરમાધ્યચ્યવિવાર:
૧૩૯ समेक्षिणस्तु' ।। - (३/११६) इत्युक्तम् । तत्तन्नयापेक्षया तत्तज्जीव-कालादियोगेन परदर्शनिदेशनाभेदेऽपि सर्वज्ञदेशनामूलकत्वेन शुद्धात्मस्वरूपमोक्षोद्देश्यकत्वस्याऽबाधात् तत्प्रतिक्षेपो नैवमेव युज्यते । तदुक्तं योगदृष्टिसमुच्चये → यद्वा तत्तन्नयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषाऽपि तत्त्वतः ॥१३८॥ तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।।१३९।।
- इति । उपलक्षणात् 'सर्वदर्शनिप्रवृत्तिषु मोक्षप्रयोजनकत्वाऽविशेषेण सर्वदर्शनिषु सर्वज्ञसेवकत्वतुल्यतां यः पश्यति स एव शास्त्रवित्' इत्यप्यवसेयम् । तदुक्तं योगदृष्टिसमुच्चय एव → यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः। दूरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ॥१०७।। सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥१०८।।<- इति । ततश्च सम्प्रदायान्तरादिकमबलम्ब्यापि न द्वेषः कार्यः । तदुक्तं अध्यात्मतत्त्वालोके → न सम्प्रदायान्तरकारणेन कुर्यान् मनः सङ्कुचितं परत्र । सर्वे हि भक्ताः परमेश्वरस्य परस्परं बान्धवतां भजेयुः ॥ (८/३१) धर्मस्य तत्त्वं परमार्थभूतं वदन्ति सर्वे समभाववृत्तिम्। यतेत यस्तत्र शिवं स गामी युक्तं न धर्मान्तरवैमनस्यम् ।। (८/३४) – इति ।
एवं 'नामादिभेदेऽपि वीतदोषत्व-सर्वगुणमयत्वाद्युपास्यतावच्छेदकधर्माऽविशेषेण सर्वेषु संसारातीतेषु देवेषु तुल्यतां यः पश्यति स शास्त्रविदि'त्यपि बोध्यम् । तदुक्तं योगदृष्टिसमुच्चये -> सर्वज्ञो नाम यः કારણ કે સમદષ્ટિવાળા જીવો તો સમાન જ જુએ છે – અલગ અલગ નયની અપેક્ષાએ અલગ અલગ કાળથી, અલગ અલગ જીવોને ઉદેશીને પરદર્શનીઓની દેશનામાં ભેદ હોવા છતાં પણ તે બધા જ દર્શનો સર્વજ્ઞદશનામૂલક હોવાથી તેનું ઉદ્દેશ્ય શુદ્ધઆત્મસ્વરૂપ મોક્ષ છે તે વાતમાં કોઈ વિવાદ નથી. માટે પરદર્શનીઓના આગમોનો એમને એમ વગર વિચાર્યો વિરોધ કરવો યોગ્ય ન કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે – તે તે નયની અપેક્ષાએ, તે તે કાળ વગેરેની અપેક્ષાએ કપિલ વગેરે ઋષિઓની દેશના વિભિન્ન પ્રકારની બનેલી છે, છતાં પણ પરમાર્થથી તે દેશના સર્વજ્ઞદેશનામૂલક જ છે. તેથી તેનો અભિપ્રાય જાણ્યા વિના છઘસ્થ વ્યકિત તેનો અપલાપ કરે તે યોગ્ય નથી. કારણ કે તે અત્યંત મહાઅનર્થને કરનાર છે. -- ઉપલક્ષણથી “સર્વદર્શનીઓની પ્રવૃત્તિઓનું મોક્ષ જ મુખ્ય પ્રયોજન છે આમ મોક્ષપ્રયોજન સમાન હોવાના કારણે, સર્વદર્શનીઓમાં સમાન રીતે સર્વજ્ઞસેવકપણું જુએ છે તે જ શાસ્ત્રવેત્તા છે.” - આ વાત પણ ખ્યાલમાં રાખવી. યોગદષ્ટિસમુચ્ચયમાં જણાવ્યું છે કે – એક જ રાજાને આશ્રયીને રહેલા સેવકોમાં નજીકપણું, દૂરપણું અર્થાત્ રાજાનો નજીકનો સેવક, રાજનો દૂરનો સેવક - એવો ભેદ હોવા છતાં તે બધામાં સેવકપણું તો છે જ, તે જ રીતે સર્વજ્ઞતત્ત્વ એક હોવાના કારણે અલગ અલગ દર્શનમાં રહેલા, ભિન્ન ભિન્ન આચારવાળા બધા જ સર્વજ્ઞવાદીઓ સર્વજ્ઞતત્ત્વને અનુસરનારા જાણવા, અર્થાત તે બધા જ સર્વજ્ઞતત્વને પામનારા છે. -- જે સર્વદર્શનીઓ સર્વશના સેવક જ હોય તો એક જ દર્શનના અલગ અલગ સંપ્રદાયમાં રહેલા ભિન્ન ભિન્ન આચારવાળ ધર્મી જીવો પણ સર્વજ્ઞના ઉપાસક જ હોય ને ! માટે સંપ્રદાયભેદ વગેરેનું આલંબન કરીને પાગ અન્ય સંપ્રદાયના સાધકો ઉપર ષ ન કરવો. અધ્યાત્મતત્ત્વાલોક ગ્રંથમાં ન્યાયવિજ્યજી મ.સા. જણાવે છે કે – સંપ્રદાયભેદના કારણે અન્ય સંપ્રદાયના જીવો પ્રત્યે મનને સંકુચિત ન કરવું. કારણ કે તે બધા જીવો પરમેશ્વરના ભકત છે. તેથી પરસ્પર બાંધવપણાને સ્વીકારવું જોઈએ. સર્વદર્શનકાશે - સંપ્રદાયકારો કહે છે કે “ધર્મનું પરમાર્થભૂત તત્વ સમભાવવૃત્તિ છે.” તેથી જે જીવ સમભાવ પરિણતિને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરે તે મોક્ષગામી થાય છે. માટે ધર્મભેદના નિમિત્તે વૈમનસ્ય કરવું તે યુકત નથી.
| આ રીતે નામ વગેરેનો ભેદ હોવા છતાં પણ દોષશૂન્યતા, સર્વગુણમયત્વ વગેરે ઉપાસ્યતાઅવચ્છેદક ધર્મ સમાન હોવાથી સર્વ સંસારાતીત દેવોમાં જે વ્યક્તિ સમાનતા જુએ છે તે જ શાસ્ત્રવિશારદ છે. - આ