Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 170
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ-૧/૬૯ ક8 માવના જ્ઞાનાન્સ રિન્યાયોપતનમ્ ? ૧૩૭ इदमेवाभिप्रेत्योक्तं योगशतकेऽपि -> एवं चिय अवयारो जायइ मग्गम्मि हंदि एयस्स । रणे पहपब्भट्ठोऽवट्टा वट्टमोयरइ ॥२६।। <- इति । यथा चाऽपुनर्बन्धकादीनुद्दिश्य सर्वदेवनमस्काराद्युपदेशोऽपि चारिसञ्जीविनीन्यायादुपपद्यत तथा व्युत्पादितमस्माभिः कल्याणकन्दलीनाम्न्यां षोडशकटीकायाम् । इदञ्चात्रावधेयम् -श्रुतज्ञानं बीजात्मकगोधूमस्थानीयं, चिन्ताज्ञानमङ्कुरादिस्थानीयं, भावनाज्ञानञ्च फलात्मकगोधूमस्थानीयम् । तेन न ‘आज्ञैव प्रमाणमिति शास्त्रवचनाज्जायमानस्य प्राथमिकश्रुतज्ञानस्य चिन्तोत्तरकालीनात् 'आजैव प्रमाणमिति भावनाज्ञानादभेदप्रसङ्गः, उपधेयसाङ्कर्येऽप्युपाध्यसाङ्कात् । આકાશમાં છે. પરંતુ બાળકને સમજાવવા માટે “(૧) રાવવાનું વન્દ્રઃ” આ ન્યાયનો ઉપયોગ થાય છે. (૨) “સ્વેચ્છને સ્વેચ્છની ભાષામાં જ સમાવવું -” (૩) જેવો યક્ષ તેવો બલિ. - આવો ન્યાય = લોકોક્તિ જ કોઈક મુસાફર જંગલમાં ભૂલો પડી ગયો હોય ત્યારે તેને મૂળ માર્ગ ઉપર પહોંચવાને માટે યોગ્ય કેડી બતાવવામાં આવે છે કે જેનાથી તે મૂળ માર્ગ સુધી પહોંચી શકે. જો કે તે કેડી કાંઈ શુદ્ધ માર્ગ ન કહેવાય, છતાં પણ તે અવસ્થામાં તેનું આલંબન કરીને જ શુદ્ધ-મૂળમાર્ગ સુધી પહોંચી શકાય છે. આ બધા જાય પણ ઉપરોક્ત ચારી સંજીવની ન્યાયના = દષ્ટાંતના જ સમર્થક છે. આ જ અભિપ્રાયથી યોગશતક ગ્રંથમાં પણ જણાવેલ છે કે – આ રીતે જ પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કરવા રૂપે) અપુનર્બધક જીવનો મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે. જેમ જંગલમાં માર્ગથી ભ્રષ્ટ થયેલો મુસાફર અમાર્ગ સ્વરૂપ કેડીથી મૂળ માર્ગમાં આવે છે તેમ. <– અપુનબંધક વગેરેને ઉદ્દેશીને સર્વદેવ નમસ્કાર વગેરે ઉપદેશ પણ ચારી સંજીવની ન્યાયથી જે રીતે સંગત બને છે તે રીતે અમે ષોડશકની કલ્યાણકંદલી નામની ટીકામાં વ્યુત્પાદન કરેલ છે. ટૂંકમાં એમ કહી શકાય કે કોઈ જીવ વૈદિક કુળમાં જન્મેલો હોય અને નાસ્તિકની જેમ જીવન પસાર કરતો હોય તેને ભાવનાજ્ઞાનવાળો ગાયત્રીપાઠ કરવાનો ઉપદેશ આપે, નવકારમંત્ર જપનો નહિ. તેને અતિથિસત્કારનો ઉપદેશ આપે, જૈનોને જમાડવાને નહિ. તેને માત્ર જૈનમુનિના પ્રવચન સાંભળવા નહિ પણ મોરારિ બાપુની રામાયણ કથા કે પાંડુરંગ શાસ્ત્રીના ભાગવત સપ્તાહમાં જવાની પ્રેરણા કરે, તેને જિનપૂજની નહિ પણ તેના પોતાના ઈષ્ટદેવના દર્શન-વંદનાદિની પ્રેરણ કરે, કારણ કે તેવી જ રીતે તે વ્યક્તિ ધર્મપ્રવૃત્તિ કરી, ધાર્મિક બની, આર્યસંસ્કૃતિને ધબકતી રાખી હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, વ્યસનો વગેરેથી મુકત બની મોક્ષમાર્ગે આગળ વધે છે. તેને નવકારજા૫, જેનોને ભોજન કરાવવા, જૈન પ્રવચન થવાગ, જિનપૂજા વગેરેની જ જે વાત કરવામાં આવે તો તે ભડકી જ જાય, અને વધુ નાસ્તિક બને. જૈનકુળના ધર્મપરાફમુખ યુવાનને તો નવકારજા૫, જિનપ્રવચન શ્રવણ વગેરેની પ્રેરણા ભાવનાજ્ઞાનવાળે જરૂર કરે. તાત્વિકધર્મની જિજ્ઞાસાવાળા સિદ્ધરાજ જયસિંહને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિવરે સર્વ દેવોની ઉપાસના કરવા જણાવ્યું તથા સમકિતી બનેલા પરમાહંત કુમારપાળને કેવળ વીતરાગદેવ અને જૈન ધર્મની આરાધના કરવાનું જણાવ્યું. આ રીતે સર્વ ધર્મના જીવોને હિતકારી પ્રવૃત્તિ ગંભીર માનવાલા ભાવનાણાની જ કરી શકે. જે જીવનું જે રીતે જ્યાં જ્યારે કલ્યાણ થવાની શક્યતા હોય તે રીતે તેનું ઉચિત કલ્યાણ કરવાની ભાવના જ્ઞાનીનો ઈરાદો હોય. આ વિષય વાચકવર્ગે ક્ષકતા છોડી ગંભીર મનથી વિચારવો. જિનશાસનને આત્મામાં પરિણમાવવા માટે સાંપ્રદાયિક જડતા-કદાગ્રહ છોડવા જ રહ્યા. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે શ્રુતજ્ઞાન બીજ સ્વરૂપ ઘઉંના સ્થાને છે. ચિંતાજ્ઞાન એ અંકુર વગેરેના સ્થાને છે. ભાવનાજ્ઞાન એ ફળસ્વરૂપ ઘઉંના સ્થાને છે. જેમ કે ઘઉં ઉગાડવા માટે ઘઉં વાવવા પડે. વાવવાના પણ ઘઉં અને લાગવાના પાણ ઘઉ છતા તે બન્ને ઘઉં એક નથી. બીજ અને ફળમાં ભેદ છે. ખેડૂતે વાવવા માટે રાખેલ ઘઉં ખાવાના ઉપયોગમાં લેવામાં આવતા નથી. કોઈ ખાવાના ઉપયોગમાં લે તો ખેડૂત તે વ્યક્તિને ના

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188