Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 168
________________ અધ્યાત્મોપનિષત્રકરણ-૧/૬૯ 8 મહિંસાવિવાર: ક ૧૩૫ वतन्त्रस्थजीवानुग्रहपरिणतिदर्शिनः गाम्भीर्यात् = अतुच्छपरिणामात् सर्वत्रैव = सर्वजीवेष्वेव हिता = हितकारिणी वृत्तिः = प्रवृत्तिः । तदुक्तं षोडशके → चारिचरक-सञ्जीवन्यचरकचारणविधानतश्चरमे । સર્વત્ર તિ વૃત્તિ મીતુ સમરસ II– (૨૨/) તિ | સર્વનીવહિતપ્રવૃત્તિઃ રિન્ટિંસાત્વેનેષ્યતે | तदुक्तं लिङ्गपुराणे -> आत्मवत् सर्वभूतानां हितायैव प्रवर्तनम् । अहिंसैषा समाख्याता या चात्मज्ञानસિદ્ધિદા | (૮/૧૧) - સુસિ | चारिसञ्जीविनीदृष्टान्तभावना चैवं योगदीपिकाभिधानायां षोडशकटीकायां > काचित् स्त्री स्वपतिवशीकाराय काञ्चित्परिव्राजिकां तदुपायमपृच्छत् । तया च कुतश्चित् सामर्थ्यात् स वृषभः कृतः । तं चारयन्ती पाययन्ती चाऽऽस्ते । अन्यदा च वटवृक्षस्याऽधस्तान्निषण्णे तस्मिन् पुरुषगवे विद्याधरीयुग्मं विहायसस्तत्राऽऽजगाम । तत्रैकयोक्तं 'अयं स्वाभाविको न गौः' द्वितीययोक्तं 'कथं तर्हि स्वाभाविकः स्यात् ?' आद्ययोक्तं 'अस्य वटस्याऽधस्तात् सञ्जीवनीनामौषधिरस्ति । यदि तामयं चरेत्तदा सहजपुंरूपतामासादयेदि'ति । तच विद्याधरीवचनं तया स्त्रिया श्रोत्रपत्राभ्यां पपे । ताञ्चौषधिं विशेषतोऽजानानया सर्वामेव तत्प्रदेशस्थां चारिं चारितः सामान्यतः पतिगवः । यावदसौ सञ्जीवनीमुपभुक्तवांस्तावदेव पुरुषः संवृत्तः । यथा तस्याः स्त्रियाः पश्चात् तस्मिन् पुंगवे हिता प्रवृत्तिरेवं भावनाज्ञानान्वितस्याऽपि सर्वदा सर्व-भव्यसार्थेऽनुग्रहप्रवृत्तस्य हितैव प्रवृत्तिरिति «- । पूर्वमनर्थे निपात्य पश्चात्तदुद्धारकरणमित्युपनयो नोन्नेयः किन्तु व्यसनपतितस्य ઔષધિ ખવડાવવાની પ્રવૃત્તિથી ભાવના જ્ઞાનમાં સમરસાપત્તિથી ગાંભીર્યના લીધે સર્વ જીવોના પ્રત્યે હિતકારી પ્રવૃત્તિ હોય છે. – સર્વ જીવોમાં હિતની પ્રવૃત્તિ અન્યદર્શનકારો અહિંસારૂપે સ્વીકારે છે. લિંગપુરાણમાં જણાવેલ છે કે – પોતાના આત્માની જેમ સર્વ જીવોના હિત માટે જ પ્રવૃત્તિ કરવી તે અહિંસા કહેવાયેલી છે, જે આત્મજ્ઞાનની સિદ્ધિને આપનાર છે. - ચારિસંજીવની દષ્ટાંતની ભાવના ષોડશકની યોગદીપિકા નામની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજાએ આ રીતે જણાવેલ છે કે કોઈક સ્ત્રીએ પોતાના પતિને વશ કરવા માટે કોઈક ગણને તેનો ઉપાય પૂછયો. તે જોગણે કોઈક મંત્ર-તંત્રના સામર્થ્યથી તે સ્ત્રીના પતિને બળદ બનાવી દીધો. અને પોતાના બળદ બનેલા પતિને ઘાસચારો ચરાવતી અને પાણી પાતી રહે છે. પછી તે સ્ત્રી અત્યંત ખિન્ન થઈ ગઈ. એક વખત વડલાના ઝાડની નીચે તે પતિરૂપી બળદ બેઠેલ હોય છે તે વખતે આકાશમાંથી બે વિદ્યાધરી સ્ત્રીઓ ત્યાં આવે છે. તે બળદને જોઈને એક વિદ્યાધરી સ્ત્રીએ કહ્યું કે “આ સ્વાભાવિક બળદ નથી.” તે સાંભળીને બીજી વિદ્યાધરી સ્ત્રીએ પુછ્યું કે “તો પછી આ મૂળ રૂપમાં કેવી રીતે આવી શકે ?" આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રથમ વિદ્યાધરી સ્ત્રીએ કહ્યું કે “આ વડલાના ઝાડની નીચે સંજીવની નામની ઔષધિ છે. જો આ બળદ તેને ચરે તો સહજ-મૌલિક મનુષ્યરૂપતાને પ્રાપ્ત કરે.” તે વિદ્યાધરીનું વચન તે બળદ પતિની સ્ત્રીએ બે કાનરૂપી પડિયાથી પીધું. (અર્થાત સાંભળ્યું) તે સંજીવની ઔષધિને વિશેષરૂપે ન જાણતી એવી તે સ્ત્રી તે જગ્યામાં રહેલ બધો ચારો બળદને સમાન રીતે ચરાવે છે. જ્યાં બળદપતિએ સંજીવની ઔષધિ ખાધી ત્યાં તો તરત જ બળદ મનુષ્યપુરૂષ થઈ ગયો. જેમ કે પત્નીની પાછળથી તે બળદમાં હિતકારી પ્રવૃત્તિ હતી એ રીતે સર્વ ભવ્ય જીવોના સમૂહને વિશે અનુગ્રહથી પ્રવૃત્ત થયેલ ભાવનાજ્ઞાનવાળા જીવની પણ પ્રવૃત્તિ હિતકારી જ હોય છે. - અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પતિને પહેલાં સંકટમાં પાડવો અને પછી તેને આપત્તિમાંથી બહાર કાઢવો એવી પત્નીની પ્રવૃત્તિ જેવી ભાવનાજ્ઞાનીની પ્રવૃત્તિ છે- એવું અર્થઘટન ન કરવું. પરંતુ દુઃખ-દોષમાં ડૂબેલા જીવને તેમાંથી બહાર કાઢવા માટે કરુણાથી યથાયોગ્ય નિઃસ્વાર્થ પ્રયત્ન

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188