Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 173
________________ स्याद्वादिनां शब्दमात्राग्रहानौचित्यम् અધ્યાત્મોપનિષત્પ્રકરણ कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३ ॥ - इति । तदुक्तं प्रकृतग्रन्थकृतापि परमज्योतिः पञ्चविंशतिस्तोत्रे -> बुद्धो जिनो हृषीकेशः, शम्भु - ब्रह्मादिपुरुषः । इत्यादिनामभेदेऽपि नार्थतः स विभिद्यते ||७|| - इति । श्रीहेमचन्द्रसूरिभिरपि महादेवस्तोत्रे भववीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा महेश्वरो वा नमस्तस्मै ||३३|| <- इत्युक्तम् । लोकतत्त्वनिर्णये श्रीहरिभद्रसूरिभिरपि यस्य निखिलाश्च दोषा न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ ४० ॥ - इत्युक्तम् । परमात्मद्वात्रिंशिकायां श्रीसिद्धसेनदिवाकरसूरिभिरपि -> વિધિ-ત્રા-હોરા-યુદ્ધ-સ્વયમ્મૂ-ચતુર્વવત્રમુદ્યામિધાનાં વિધાનમ્ । ધ્રુવોથ ય જે વત્સહેતુ: સ एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ||७|| <- इत्युक्तम् । योगसारेऽपि → अदेहः कर्मनिर्मुक्तः परमात्मा न भिद्यते। संख्ययानेकरूपोऽपि गुणतस्त्वेक एव सः । अनन्तदर्शनज्ञानवीर्यानन्दगुणात्मकः ॥ - ( १/ १६-१७) इत्युक्तम् । युक्तःञ्चैतत् दृष्टदृष्टिवादानामभिधानमात्राभिनिवेशानौचित्यात्, गुणग्रहणरसिकस्वभावत्वात् । अत एवैदम्पर्यार्थान्वेषिणः समतामवलम्बमानाः तीर्थिका अपि सर्वज्ञवचनाभिधेयार्थविरुद्धवाक्यार्थाननुप्रवेशेन यावदुपपन्नमिच्छन्ति । तदुक्तं अध्यात्मगीतायां परस्परविरुद्धा या असङ्ख्या धर्मदृष्टयः । अविरुद्धा भवन्त्येव सम्प्राप्याध्यात्मवेदिनम् ॥ (२२१) इति । एतदुदाहरणविधया → यत्साङ्ख्यैः प्राप्यते स्थानं વાત પણ ઉપલક્ષણથી જાણવી. યોગષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જ જણાવેલ છે કે > સર્વજ્ઞ નામની જે કોઈ વ્યક્તિ છે તે વ્યક્તિભેદ હોવા છતાં પણ પરમાર્થથી સર્વત્ર એક જ છે. ← પ્રસ્તુત ગ્રંથકારે પણ ૫૨મજયોતિપંચવંતિ સ્તોત્રમાં જણાવેલ છે કે —> બુદ્ધ, જિન, હર્ષીકેશ, શંભુ, બ્રહ્મા, આદિપુરૂષ આ પ્રમાણે અલગ અલગ નામ હોવા છતાં પણ અર્થથી તેનો કોઈ ભેદ નથી. — શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ પણ મહાદેવસ્તોત્રમાં બતાવેલ છે કે —> સંસારના બીજને (કારણને) અંકુરિત કરનારા, (= સક્રિય બનાવનાર) રાગ વગેરે દોષો જેના નાશ પામ્યા છે, તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે મહેશ્વર હોય, તેને નમસ્કાર થાઓ. – શ્રીહરિભદ્રસૂરિજીએ લોકતúનિર્ણય ગ્રંથમાં કહ્યુ છે કે —> જેમાં સર્વે દોષો રહેતા નથી, તથા સર્વે ગુણો રહે છે તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહાદેવ હોય કે જિનેશ્વર હોય તેને નમસ્કાર થાઓ – શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજાએ પરમાત્મન્દ્વાત્રિંશિકા ગ્રંથમાં જણાવેલ છે કે - > વિધાતા, બ્રહ્મા, લોકેશ, બુદ્ધ, સ્વયંભૂ, ચતુર્વકત્ર વગેરે નામોથી તેમ જ ધ્રુવ, જગઉત્પત્તિકારણરૂપે જે કહેવાય છે તે પરમાત્મા જિનેન્દ્ર એક જ મારૂં શરણ થાઓ. યોગસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે> કર્મશૂન્ય વિદેહ પરમાત્મામાં કોઈ ભેદભાવ નથી. સંખ્યાથી તે અનેક સ્વરૂપવાળા હોવા છતાં પણ ગુણથી તો તે એક જ છે. અનંત દર્શન, જ્ઞાન, શક્તિ અને આનંદ સ્વરૂપ ગુણમય તે પરમાત્મા છે. ← આ વાત વ્યાજબી છે. આનું કારણ એ છે કે જેમણે દૃષ્ટિવાદ = સ્યાદ્વાદ જાણેલો છે, પચાવેલો છે તેવા સાધકો ગુણને ગ્રહણ કરવામાં રસિક સ્વભાવવાળા હોવાથી તેઓ નામ માત્રના ભેદથી કદાગ્રહ કરે તે ઉચિત નથી. સ્યાદ્વાદને આત્મસાત્ કરનાર મુમુક્ષુ ગુણગ્રાહી હોવાના લીધે જ જે અન્યદર્શનીઓ સમતા ધારણ કરીને શાસ્ત્રના તાત્પર્યાર્થને રહસ્યાર્થને શોધે છે તેઓ પણ સર્વજ્ઞવચનના અર્થને વિરોધી હોય તેવા વાક્યોના અર્થમાં પ્રવેશ કર્યા વિના જેટલું તાત્ત્વિક રીતે સંગત હોય તેને સ્વીકારે છે. અધ્યાત્મગીતામાં જણાવેલ છે કે —> પરસ્પર વિરૂદ્ધ એવી અસંખ્ય ધર્મદ્રષ્ટિઓ = ધર્મદર્શનો છે તે અધ્યાત્મવેદીને (= સ્યાદ્વાદી મુમુક્ષુને ) પામીને વિરોધમુક્ત બને છે. આના ઉદાહરણ તરીકે —> સાંખ્ય દર્શનીઓ વડે જે સ્થાન મેળવાય છે તે જ સ્થાન યોગદર્શનીઓ ૧૪૦ =

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188