Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 165
________________ ॐ षोडशकग्रन्थविरोधपरिहारः ૧૩૨ ठावियव्वं सुबहुस्सुअगुरुसयासाओ || ८६५ || - इत्युक्तम् ॥१/६७॥ તેમાં ત્રયામાં સ્વરૂપવિરોષમાહ -> ‘આવ’કૃતિ । અધ્યાત્મોપનિષદ્ઘકરણ आये ज्ञाने मनाक् पुंसस्तद्रागाद्दर्शनग्रहः । द्वितीये न भवत्येष चिन्तायोगात्कदाचन ॥ ६८ ॥ = आये श्रुताभिधाने ज्ञाने पुंसः तद्वतः पुरुषस्य तद्रागात् = श्रुतज्ञानानुरागात् मनाक् = ईषत् दर्शनग्रहः = ઞસત્વક્ષવાત: મવતિ, યથા -> ‘વમત્રો મેવ પ્રમાળ, નાન્યત્’, રૂતિ યદ્વા‘મદ્રીય ર્શનમેવ शोभनं नान्यदीयदर्शनम्' इति । न च षोडशके 'श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलमि' (११/ ७) त्युक्तमत्र च ‘मनाग्दर्शनग्रहः स्यादित्युक्तमिति कथं नानयोर्विरोध: ? इति शङ्कनीयम्, तत्रोदयापेक्षयाऽभिनिवेश इह च प्राधान्येन सत्ताऽपेक्षयाऽसत्पक्षपातस्य प्रदर्शितत्वात् । यद्वा तत्रानुबन्धापेक्षयाऽभिनिवेशराहित्यस्योक्तत्वात् । प्रकृते च हेत्वपेक्षया ईषत्पक्षपातस्याभिहितत्वात् । यद्वा तत्र 'क्षीयमाणं क्षीणमिति नयेनाभिनिवेशराहित्यस्यावेदितत्वात् इह च स्वरूपतोऽसत्पक्षपातसाहित्यस्योक्तत्वात्, विध्याद्युपेतजिनपूजायां ← પંચવસ્તુ ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> ભાવનાપ્રધાન જ્ઞાનથી અર્થપદને સમ્યગ્ રીતે વિચારવું અને બહુશ્રુત ગુરૂ મહારાજ પાસેથી તેને યોગ્ય વિષયમાં સ્થાપિત કરવું – (૧/૬૭) આ ત્રણેય જ્ઞાનના સ્વરૂપવિશેષને ગ્રંથકારથી કહે છે. શ્લોકાર્થ :- પ્રથમ = શ્રુતજ્ઞાનમાં પુરુષને તેના ઉપર રાગ હોવાને કારણે પોતાના દર્શનનો થોડો પક્ષપાત હોય છે. બીજા=ચિન્તાજ્ઞાનમાં આવો પક્ષપાત, સતત ચિંતનના યોગથી ક્યારેય પણ હોતો નથી. (૧/૬૮) ઢીકાર્થ :- પ્રથમ શ્રુતજ્ઞાનમાં શ્રુતજ્ઞાનવાળા પુરૂષને શ્રુતજ્ઞાનના અનુરાગથી કાંઈક અસત્પક્ષપાત હોય છે. જેમ કે ‘‘અહીં આ જણાવેલું જ સાચું છે, બીજું નહિ.’’ અથવા ‘“અમારો ધર્મ જ સારો છે, બીજાઓનો નહિ.’’ સૂક્ષ્મ સમજણ ન હોવાના કારણે આવો અસત્ પક્ષપાત હોય છે. પરંતુ તે આંશિક અર્થાત્ મંદ હોય છે. * શ્રુતજ્ઞાનમાં આગ્રહ છે, છતાં નથી. જે ૬ ૨૦ । અહીં એવી શંકા થાય કે —> પૂર્વે ૬૫ માં શ્લોકમાં ષોડશક ગ્રંથની સાક્ષી આપીને શ્રુતજ્ઞાનને મિથ્યાઅભિનિવેશથી રહિત જણાવેલ હતું, અને આ શ્લોકમાં ‘શ્રુતજ્ઞાનમાં અસત્ પક્ષપાત હોય છે’’ એવું જણાવ્યું છે. તેથી પૂર્વાપર વિરોધ આવે છે. તો આ શંકાનું સમાધાન બહુ સરળ છે. તે આ રીતે (૧) પૂર્વે જે અભિનિવેશરહિતપણું જણાવ્યું તે મુખ્યતયા ઉદયની અપેક્ષાએ સમજવું, તથા અહીં જે અસત્ પક્ષપાત જણાવ્યો છે તે સત્તાની અપેક્ષાએ સમજવો. અર્થાત્ ઉદીરણા કરીને વાતવાતની અંદર કદાગ્રહનો ઉછાળો પ્રથમ શ્રુતજ્ઞાનવાળા પુરૂષનો હોતો નથી. પરંતુ શાંત રીતે અસત્ પક્ષપાત રહેલો હોય છે. અથવા (૨) ૬૫ માં શ્લોકની ટીકામાં અનુબંધની અપેક્ષાએ કદાગ્રહ નથી તેમ જણાવ્યું છે અને આ શ્લોકમાં હેતુની અપેક્ષાએ કાંઈક અસત્ પક્ષપાત જણાવ્યો છે. અથવા (૩) પૂર્વે ‘‘ક્ષીયમાનું જ્ઞાનં’” એ નયથી અભિનિવેશશૂન્યતા બતાવેલ છે. અર્થાત્ તે કદાગ્રહ નાશ પામી રહેલ હોવાથી નષ્ટ થયેલ છે તેવી ત્યાં વિક્ષા કરવામાં આવી છે. અને અહીં સ્વરૂપની અપેક્ષાએ અસત્ પક્ષપાત તે જીવમાં બતાવેલ છે. જેમ વિધિ, જ્યણા વગેરેથી યુક્ત જિનપૂજામાં સ્વરૂપહિંસા હોય છે, નહિ કે હેતુહિંસા કે અનુબંધહિંસા તેમ પ્રસ્તુત શ્રુતજ્ઞાનમાં સ્વરૂપમાત્રથી = બાહ્યદેખાવથી કદાગ્રહ હોય પરંતુ હેતુકદાગ્રહ કે અનુબંધકદાગ્રહ ન હોય. અથવા (૪) અલગ અલગ દર્શનોમાં જણાવેલ અહિંસાદિ પદાર્થને ઉદ્દેશીને પૂર્વે પદાર્થ

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188