Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 155
________________ समताया द्वैविध्यम् અધ્યાત્મોપનિષત્પ્રકરણ परवचनानुपपत्तिपरिहारप्रवणस्वभावत्वात् । इत्थमेव यथावस्थितपरिपूर्णतत्त्वपरिच्छेदस्याऽपि सम्भवात् ॥१ ૧૨૨ દ્વા તવેવ ઇતિ> ‘વસે”તિ । यस्य सर्वत्र समता, नयेषु तनयेष्विव । तस्यानेकान्तवादस्य, क्व न्यूनाधिकशेमुषी ॥ ६१॥ सर्वेष्वेव नयेषु तनयेषु स्वकीयबालकेषु इव समता = तुल्या दृष्टिः तस्य सर्वनयसमूहात्मकस्याद्वादस्य क्व कस्मिन् नये न्यूनाधिकशेमुषी अपकर्षोत्कर्षावगाहिबुद्धि: ? इदमत्राऽवधातव्यम् । समता द्विविधा भवति, तत्र प्रथमा तावत् सर्वत्र ममत्वाभावलक्षणा समता यथा विप्रतिपन्नेषु जनेषु न्यायाधीशस्य । द्वितीया तु सर्वत्रैव तुल्यममतालक्षणा समता, यथा ज्येष्ठ-कनिष्ठादिषु सर्वेषु स्वपुत्रेषु मातुः । इदमेवाभिप्रेत्योक्तमन्यत्र त्यक्तव्यो ममकारः પ્રવીણસ્વભાવવાળો છે. આવી અનેકાન્ત વિચારસરણીથી જ યથાવસ્થિત પરિપૂર્ણ તત્ત્વનો નિશ્ચય પણ સંભવી શકે છે. (૧/૬૦) આ જ વાતની સ્પષ્ટતા કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે : શ્લોકાર્થ :- જે અનેકાન્તવાદને બધા જ નયોમાં પુત્રોની જેમ સમાનતા રહેલી છે તે અનેકાન્તવાદને ક્યા નયમાં ન્યૂનતા કે અધિકતા હોય ? (૧/૬૧) यस्य सर्वत्र मातृस्थानीयस्य अनेकान्तवादस्य = = - = = * સ્યાદ્વાદીને સર્વ નય સમાન ટીકાર્થ :- જે અનેકાન્તવાદને બધા જ નયોમાં પોતાના બાળકોની જેમ તુલ્યતાદિષ્ટ રહેલી છે તેવા માતાસમાન, સર્વનયસમૂહાત્મક સ્યાદ્વાદને કોઈ પણ નયમાં હીનતા કે અધિક્તાનું અવગાહન કરનારી બુદ્ધિ કઈ રીતે હોય ? અર્થાત્ ન જ હોય. અહીં આ વાત ખ્યાલમાં રાખવી કે સમતા બે પ્રકારની છે તેમાં પહેલી સમતા સર્વત્ર મમત્વઅભાવસ્વરૂપ સમજવી. જેમ કે પરસ્પર વિવાદ કરતા લોકો વિશે ન્યાયાધીશને જે સમતા હોય તે પ્રથમ પ્રકારની સમતા છે. પ્રામાણિક ન્યાયધીશને ફરિયાદી કે આરોપીમાંથી એક પણ ઉપર મમતા નથી હોતી. બીજી સમતા તો બધે જ સમાન ભાવ સ્વરૂપ જાણવી. જેમ કે મોટા,નાના વગેરે બધા જ પોતાના પુત્રો ઉપર માતાને તુલ્ય ભાવ સ્વરૂપ સમતા હોય છે. માતાને એક પુત્ર ઉપર વધુ મમતા અને બીજા પુત્ર ઉપર ઓછી આવી વિષમતા નથી હોતી. આ બે પ્રકારની સમતાને ઉદ્દેશીને અન્યત્ર જણાવેલ છે કે > (૧) મમત્વભાવ છોડી દેવો, (૨) જો મમત્વભાવ છોડી ન શકાય તો મમત્વભાવ કરવો,પરંતુ તે બધા જ જીવો ઉપર સમાન જ કરવો ← જો કે મમતા એ દોષ સ્વરૂપ છે. પરંતુ બધા જ જીવો ઉપર સમાન મમતા = વાત્સલ્ય રાખવામાં મમતાની દોષરૂપતા છુટી જાય છે અને તેની ગુણાત્મકતા પ્રગટ થાય છે. પ્રસ્તુતમાં અનેકાન્તવાદને પ્રથમ પ્રકારની સમતા નથી હોતી. કારણ કે પ્રસ્તુતમાં તેનો કોઈ ઉપયોગ નથી. જેમ માતાને પોતાના કોઈ પણ બાળકમાં ભેદભાવ હોતો નથી તેમ અનેકાન્તને કોઈ પણ નયમાં લેશમાત્ર પણ પક્ષપાત હોતો નથી. પરંતુ બધા જ નયોમાં તુલ્ય ભાવસ્વરૂપ સમતા જ હોય છે. કારણ કે બધા જ નયો પોતાની અપેક્ષાએ સમાન રીતે સત્ય છે. તથા બધા જ નયોમાં પ્રમાણાત્મક અનેકાન્તવાદના વિષયની અનુગ્રાહકતા પણ સમાન જ છે. જો અનેકાન્તવાદ એકાદ નયનો પક્ષપાત કરે તો તેનું પ્રમાણત્વ ભાંગી પડે. પ્રસ્તુતમાં અમે અનેકાન્તવાદમાં

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188