________________
અધ્યાત્મોપનિષત્રકરણ-૧/૩ ક8 ગવિધમાધ્યચ્યોપતનમ્ 69
૧૨૫ अर्थे महेन्द्रजालस्य, पितेऽपि च भूपिते ।
यथा जनानां माध्यस्थ्यं, दुर्नयार्थे तथा मुनेः ॥६३॥ यथा महेन्द्रजालस्य = विद्या-मन्त्रप्रयोगादिसम्पादितस्य महामायाजालस्य अर्थे वितथविषये केनचित् दूषितेऽपि = तिरस्करणेऽपि केनचित् च भूषितेऽपि = समर्थनेऽपि जनानां = लोकानां माध्यस्थ्यं = दूषण-भूषणयोरपक्षपातित्वं दृष्टचरम्, तत्काल्पनिकत्वाऽवगमात् । तथा = तेनैव प्रकारेण दुर्नयार्थे काल्पनिके दूषितेऽपि = खण्डितेऽपि भूषितेऽपि च = मण्डितेऽपि च स्याद्वादवेदिनो मुनेः परमं माध्यस्थ्यं = ૩પક્ષપતિત્વ નિર્વાધમ. તસનિશ્ચયાત |
इदञ्चात्रावधेयम् - माध्यस्थ्यं हेतु-स्वरूपा-ऽनुबन्धतः त्रिविधम् । हेत्वपेक्षया माध्यस्थ्यं रागद्वेषयोमध्यवर्तित्वं, राग-द्वेषराहित्यमिति यावत् । राग-द्वेषराहित्यरूपं हेतुमाध्यस्थ्यं स्वकीय-परकीय-नामाऽऽकृति -
शरीर-भोजनाच्छादन -शिष्य -गच्छ-सम्प्रदाय -“दर्शनादिसम्बन्धि प्रायः साधुष्ववसेयम् । अविरतઆવે તો પણ મુનિને માધ્ય ભાવ જ રહે છે. (૧/૬3).
જૈ દુર્નયના ખંડન-મંડનમાં મુનિને મધ્યસ્થતા ટીકાર્ચ - જેમ વિદ્યા, મંત્ર વગેરેના પ્રયોગથી નિષ્પન્ન થયેલ મોટી ઈન્દ્રજાલ-માયાજાળના વિતથ = કાલ્પનિક વિષયનો કોઈના દ્વારા તિરસ્કાર કરવામાં આવે કે સત્કાર કરવામાં તો પણ તે બન્નેમાં સમજદાર માણસોને મધ્યસ્થતા = અપક્ષપાત ભાવ રહે છે. (જેમ કે આકાશમાં સંધ્યાના સમયે રચાતા ગંધર્વનગરને ઉદ્દેશીને કોઈ પિતા પોતાના બાળકને કહે કે “ બેટા, આકાશમાં ઈંદ્ર મહારાજાએ રમવા માટે પોતાનો મહેલ બનાવ્યો છે.” તો તે સમયે પિતાને ગંધર્વનગર પર કોઈ રાગ હોતો નથી. તથા “ઈન્દ્ર મહારાજા કાંઈ આકાશમાં થોડું પોતાનું ઘર બનાવે ?” આ રીતે પિતા તેનું ખંડન કરે તો પણ પિતાને ઈન્દ્રજાલ ઉપર દ્વેષ નથી હોતો.) કારણ કે તેનું કાલ્પનિકપણું તેમણે જાણેલું હોય છે. બરાબર તે જ રીતે કાલ્પનિક દુનયના વિષયનું ખેડન કરવામાં આવે કે મંડન કરવામાં આવે તો પાગ મુનિને મુખ્ય માધ્ય = અપક્ષપાતભાવ નિરાબાધ રીતે ટકી રહે છે. કારણ કે કુનયનો વિષય વાસ્તવમાં વિદ્યમાન છે જ નહિ' તેવો તેમને નિશ્ચય હોય છે.
છે હેતુ-સ્વરૂપ-અનુબંધથી મધ્યસ્થતા – ૦ | અહીં આ વાત ખ્યાલમાં રાખવી કે માધ્યચ્છ ભાવ હેતુ-સ્વરૂપ-અનુબંધ એમ ત્રણ પ્રકારનો હોય છે. તે આ પ્રમાણે (A) રાગ-દ્વેષની મધ્યમાં રહેવું - અર્થાત્ રાગદ્વેષરહિતપણું એ હેતુની અપેક્ષાએ માધ્ય જાણવું. તે સામાન્યથી ૮ પ્રકારે સંભવે. (૧) દહેરાસર, ઉપાશ્રય, પત્રિકા વગેરેમાં પોતાના નામ ઉપરનો રાગ ન હો, અને બીજના નામ ઉપર દ્વેષ ન હોવો, (૨) સ્થાપના નિક્ષેપે પોતાના ઉપર અર્થાત પોતાના ફોટા ઉપર રાગ ન હોવો, અને પારકાના ફોટા ઉપર ન હોવો, (૩) પોતાના શરીર ઉપર મમતા-મૂર્છા ન હોવી, પારકાના શરીર ઉપર શ્રેષબુદ્ધિ ન હોવી, (૪) સ્વદેહસંબંધી ભોજન, શરીરાચ્છાદન વગેરે કાર્યો ઉપર રાગ ન હોવો અને પરકીય દેહસંબંધી ભોજન, વસ્ત્રપરિધાન વગેરે કાર્યો પ્રત્યે દ્વેષ ન હોવો, (૫) પોતાના શિથ ઉપર રાગ ન હોવો અને પારકાના શિષ્યો ઉપર લેપ ન હોવો, અથવા ‘પોતાના અમુક શિષ્યો ઉપર રાગ હોવો અને બીજા શિષ્યો ઉપર પ હોવો' - આવું ન હોવું, (૬) પોતાના ગચ્છ ઉપર રાગ ન હોવો અને અન્ય ગચ્છ ઉપર વેષ ન હોવો, (૭) પોતાના સંપ્રદાય ઉપર મમતા ન હોવી, અને પારકા સંપ્રદાય ઉપર ધિકકાર = તિરસ્કાર ન હોવો, અને (૮) સ્વદર્શન પ્રત્યે મમત્વભાવ ન હોવો, અને પરદર્શન પ્રત્યે ઈર્ષ્યા,