Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 149
________________ 8 नैयायिकनये पारिव्राज्यनैष्फल्यप्रसङ्गः ૧૧૬ અધ્યાત્મોપનિષત્પ્રકરણ विभुत्वेन च संसारः कल्पितः स्यादसंशयम् ॥ ←← ( द्वा. द्वा. ८ / १६ ) इत्यादि । ततश्च निष्फलं पारिव्राज्यं સ્વાત્ ॥૨/કા नन्वात्मनः कूटस्थनित्यत्वेऽपि तद्धिंसनपरिणामतो बुद्धिर्लिप्यते । स एव चात्मनो बन्ध उच्यते तदुच्छेदनात्पारिव्राज्यं सफलं स्यादित्याशङ्कायामाह - 'बुद्धी'ति । बुद्धिलेपोsपि को नित्य-निर्लेपात्मव्यवस्थितौ । सामानाधिकरण्येन, बन्धमोक्षौ हि सङ्गतौ ॥५५॥ ‘સદ્દો ાયં પુરુષ: (૪/૩/૧૬) રૂતિ વૃદવાળ્યોપનિષદ્વવનાત્, > ‘અસકોયં પુરુષઃ ← અથવા સ્મૃતિઅજનકજ્ઞાનત્વ છે. પરંતુ સ્મૃતિઅજનકજ્ઞાનજનક-મનસંયોગનાશત્વ એ કોઈ પણ સામગ્રીનું કાર્યતાઅવચ્છેદક બનતું નથી. ઉપરોક્ત બન્ને સામગ્રીથી તે ધર્મ સંપન્ન થાય છે. માટે તથાવિધ સંયોગનાશ મનસંયોગનાશત્વ ધર્મ પ્રત્યે કોઈ કારણનો વ્યાપાર=પ્રવૃતિ સંભવિત નથી. આમ સ્મૃતિઅજનકજ્ઞાનજનક કોઈ પણ સામગ્રીનો કાર્યતાઅવચ્છેદક ન હોવાથી તથાવિધ સંયોગનાશત્વવિશિષ્ટ = તાદશસંયોગનાશસ્વરૂપ કારણ કોઈ પણ સામગ્રીનું કાર્ય નહિ બને. તેથી ‘કોઈએ કોઈની હિંસા કરી' - તેવું કહી નહીં શકાય. આમ ઉપરોક્ત ધ્વંસ સ્વરૂપ હિંસા કોઈ કરી શકતું ન હોવાથી આખું જગત સુસ્થિત રહેવું ખૂન વગેરેના ભય વગરનું જ જોઈએ. વાદદ્વાત્રિંશિકામાં મહોપાધ્યાયજી મહારાજાએ જણાવેલ છે કે —> મનસંયોગવિશેષનો નાશ એ આત્માનું મરણ = હિંસા છે - એવું કહી ન શકાય. કારણ કે મનસંયોગવિશેષનાશત્વ અર્થસમાજસિદ્ધ છે = સામગ્રીસમૂહથી પ્રાપ્ત છે. એકાંત નિત્ય એવા આત્માનો શરીરની સાથે સંયોગ પણ સંભવી નહીં શકે, કારણ કે શરીરઅસંયુક્તત્વ પર્યાયરૂપે આત્માનો નાશ માનો તો જ નૂતનશરીરસંયુક્તરૂપે આત્માને સ્વીકારી શકાય. અને આત્મા સર્વવ્યાપી હોવાથી એક ગતિમાંથી બીજી ગતિમાં જવા-આવવા સ્વરૂપ આત્માનો સંસાર પણ ચોકકસ કાલ્પનિક થઈ જશે. સર્વવ્યાપી વસ્તુને આવવા-જવાનું કેવી રીતે સંભવે ? – આમ હિંસા વગેરે સંભવિત ન હોવાથી હિંસાની વિરતિ સ્વરૂપ સંન્યાસનો સ્વીકાર નિષ્ફળ બની જશે. (૧/૫૪) અહીં એકાંત નિત્યવાદી તરફથી એવી દલીલ કરવામાં આવે કે > આત્મા કૂટસ્થ નિત્ય હોવા છતાં પણ આત્માની હિંસા કરવાના પરિણામથી બુદ્ધિ લેપાય છે. મલીન થાય છે. તે જ આત્માનો બંધ કહેવાય છે. સંન્યાસગ્રહણ કરવાથી તેવો બંધ વિલીન થાય છે. આથી સંન્યાસનો સ્વીકાર સફળ છે. ← તો તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારથી જણાવે છે. માલિત્ય પણ શ્લોકાર્થ :- નિત્ય નિર્લેપ આત્માની વ્યવસ્થા સ્વીકારવામાં આવે તો બુદ્ધિનો લેપ = શું હોય? કારણ કે બન્ધ અને મોક્ષ તો સામાનાધિકરણ્ય સંબંધથી સંગત થાય છે. (૧/૫૫) • બંધ-મોક્ષ સમાનાધિકરણ હોય ♦ ટીકાર્ય :- ‘આ પુરૂષ અંસગ છે.'' આ પ્રમાણે આરણ્યક, સાંખ્યસૂત્ર અને અષ્ટાવક્રગીતાના વચનથી ‘આત્મા સદા માટે નિર્લેપ છે. - આવી વ્યવસ્થા સ્વીકારવામાં આવે તો આત્મામાં માલિન્ક લાવવા માટે સમર્થ એવા હિંસાપરિણામથી થયેલો બુદ્ધિનો લેપ પણ કયો હોઈ શકે ? અર્થાત્ ન જ હોઈ શકે. આમ આત્માનો બંધ જ અસંભવિત હોવાથી મોક્ષ પણ કોનો થાય ? કારણ કે “જે બંધાય છે. તે જ મુક્ત થાય છે.'' આ પ્રમાણે થતા વિચક્ષણ પુરૂષોના વ્યવહારથી બંધ અને મોક્ષ પરસ્પર સમાનાધિકરણ સિદ્ધ થાય છે. અર્થાત્ જે બંધાતો ન હોય તેને મુક્ત થવાપણું રહેતું નથી. તેજોબિંદુ ઉપનિષદ્માં તો - =

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188