________________
૯૦ % પત્ર વ્યાપ્યવૃત્તિનાનાવિધર્મસમાવેશસમર્થનમ્ ક8 અધ્યાત્મોપનિષત્પકરણ धर्माणां स्वाभावसमानाधिकरणत्वादव्याप्यवृत्तिताऽङ्गीक्रियते । अव्याप्यवृत्तित्वं हि प्रदेशवृत्तित्वं, एकदेशवृत्तित्वं, सावच्छिन्नवृत्तित्वं, निरवच्छिन्नवृत्तिकान्यत्वं, स्वसमानाधिकरणाभावप्रतियोगित्वं, स्वात्यन्ताभावसमानाधिकरणत्वं, स्वाधिकरणनिष्ठात्यन्ताभावप्रतियोगित्वं, स्वाधिकरणवृत्त्यत्यन्ताभावप्रतियोगितावच्छेदकधर्मवत्त्वं, तदधिकरणक्षणावच्छेदेन तत्समानाधिकरणात्यन्ताभावप्रतियोगित्वं वेत्यन्यदेतत् । निरुक्ताऽव्याप्यवृत्तित्वालिङ्गितो हि कपिसंयोगः तदभावश्चैकस्मिन्नेव वृक्षे नैयायिकैरङ्गीक्रियते, शाखावच्छेदेन कपिसंयोगसत्त्वेऽपि मूलावच्छेदेन तदभावात् । तथापि 'वृक्षः कपिसंयोगी न वा ?' इत्यादिरूपो वृक्षस्वरूपानिर्णयो नैवाभ्युपगम्यते, अवच्छेदकभेदपुरस्कारेण संशयसामग्रीविरहात् । न हि 'शाखावच्छिन्नकपिसंयोगवान् वृक्षः मूलावच्छिन्नकपिसंयोगाभाववान्' इत्यत्र संशयावकाशः, येन वृक्षस्वरूपगोचरनिर्णयोदयो न स्यात् । तथा = तेनैव प्रकारेण अत्र = अनेकान्तवादे स्वरूप-पररूपाद्यवच्छेदकभेदावगाहनेन तत्तदवच्छेदेन घटादावेकत्र सत्त्वाऽसत्त्वादिनिर्णयोऽपि निराबाधः इति किं न ईक्ष्यते नैयायिकैः कदाग्रहविमुक्तैः ? । न हि 'स्वद्रव्य-क्षेत्राद्यवच्छिन्नसत्त्ववान् घटः परद्रव्यक्षेत्राद्यवच्छिन्नसत्त्वाभाववान्' इत्यत्र सन्देहसम्भवः, येन घटादिस्वरूपगोचरनिर्णयोदयो न स्यात् । संशयस्तु यत्र यदवच्छेदेन यद्धर्मभानं तत्रैव तदवच्छेदेनैव तद्धर्माभावोपस्थितावेव सम्भवेत् । प्रकृते च नैवमस्ति । अत एव निर्णयोदयोऽपि सुलभः । न ह्येकत्र यदवच्छेदेन यद्धर्मबोधो जायते स तत्र तदन्यावच्छेदेन तद्धर्माभावधियं प्रतिबध्नाति, विरोधविरहात् । न चाऽव्याप्यवृत्तितया कपिसंयोगादीनामवच्छेदकभेदेनैकत्र समावेशसम्भवेऽपि सत्त्वादीनां व्याप्यवृत्तितया नावच्छेदकभेदाश्रयणेनैकत्र समावेशस्सम्भवतीति એક ભાગમાં રહેવું, સાવચ્છિન્ન = મર્યાદિત રૂપે રહેવું, નિરવચ્છિન્ન રૂપે ન રહેવું, પોતાના આશ્રયમાં પોતાનો અભાવ પણ રહેશે. એટલે કે પોતાના અભાવના અધિકરણમાં પોતે રહેવું, જે સમયે પોતે જે વસ્તુમાં રહે તે જ સમયે પોતાનો અભાવ પણ તે વસ્તુમાં રહેવો, ઈત્યાદિ. (અધ્યાત્મ સંબંધી ચરમ રહસ્યાર્થનો આ ગ્રન્થ પ્રતિપાદક છે. આથી નવ્ય ન્યાયની ગૂઢ પરિભાષાથી ગર્ભિત પ્રસ્તુત અવ્યાખવૃત્તિત્વ પદાર્થનું અમે અહીં વિસ્તારથી પ્રતિપાદન કરેલ નથી. પ્રસ્તુતમાં અધિકજિજ્ઞાસુ વાચકવર્ગ વ્યધિકરણ જાગદીશી, તત્વચિંતામણિ-પ્રત્યક્ષખંડ-માથુરીવૃત્તિ, સ્યાદાદરહસ્ય-મધ્યમવૃત્તિ આદિ ગ્રન્થોનું અવલોકન કરી શકે છે.) તૈયાયિક વિદ્વાનો પ્રસ્તુત અવ્યાખવૃત્તિતાયુક્ત એવો કપિસંયોગ અને તેનો અભાવ એક જ વૃક્ષમાં સ્વીકારે છે; કારણ કે વૃક્ષમાં શાખાની અપેક્ષા એ કપિસંયોગ હોવા છતાં પણ મૂળની અપેક્ષાએ કપિસંયોગનો અભાવ રહે છે. છતાં પણ “વૃક્ષના સ્વરૂપનો નિર્ણય નથી થતો” - આવું તો નૈયાયિકો પણ નથી સ્વીકારતા. કારણ કે શાખા અને મૂળ - આમ અવચ્છેદકભેદને આગળ કરવાથી સંશયની સામગ્રી ત્યાં રહેતી નથી. “શાખાઅવચ્છિન્ન કપિસંયોગવાળું વૃક્ષ મૂળઅવચ્છિન્ન કપિસંયોગાભાવવાળું છે.” - એવું સ્વીકારવામાં સંશયને અવકાશ નથી રહેતો, જેના કારણે વૃક્ષના સ્વરૂપ સંબંધી નિર્ણય ન થઈ શકે. તે જ રીતે અનેકાંતવાદમાં પણ સ્વરૂપ-પરરૂપ વગેરે અવચ્છેદકભેદનું અવગાહન કરીને એક જ ઘટમાં સત્ત્વ, અસ વગેરેનો નિર્ણય નિરાબાધ છે. - આવું નૈયાયિક લોકો આગ્રહમુકત થઈને કેમ વિચારતા નથી ? કારણ કે “સ્વ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેથી નિયંત્રિત સર્વ ધર્મવાળો ઘટ પરદ્રવ્ય, ક્ષેત્ર વગેરેથી નિયંત્રિત અસર્વ ધર્મવાળો છે.' - આવું સ્વીકારવામાં સંદેહનો સંભવ નથી કે જેના કારણે ઘટ વગેરેના સ્વરૂપનો નિર્ણય ન થઈ શકે. અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જે ધર્મમાં જે અપેક્ષાએ જે ધર્મનું ભાન થતું હોય તે જ ધર્મીમાં તે જ અપેક્ષાએ તે જ ધર્મના અભાવનું અવગાહન કરવામાં આવે તો જ સંશય સંભવિત છે. પ્રસ્તુતમાં તેવું નથી. માટે જ અનેકાંતવાદમાં નિર્ણય પણ સુલભ છે. એક ધર્મીમાં જે અપેક્ષાએ જે ધર્મનો બોધ થયેલો હોય તે બોધ તે જ ધર્મીમાં અન્ય અપેક્ષાએ તે જ ધર્મના અભાવના બોધને અટકાવતો નથી, કારણ કે તે બન્ને બુદ્ધિના આકાર વિભિન્ન હોવાથી તે બે વચ્ચે વિરોધ નથી.