Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 134
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૪૫ प्रकृतितत्त्वस्वरूपविमर्शः बाच्यम्, ‘इदमेव गोरसं दुग्धभावेन नष्टम्, दधिभावेन चोत्पन्नमि' त्येकस्यैवैकदोत्पाद-व्ययाधारत्वलक्षणध्रौव्यभागितया प्रत्यभिज्ञायमानस्य पराकर्तुमशक्यत्वादित्यधिकं स्याद्वादकल्पलतायाम् ॥१/४४॥ अथानेकान्तवादप्रामाणिकतां कापिलमतेनाऽपि श्रीहेमचन्द्रसूरीश्वरोक्त्यनुवादेन संवादयति -> ‘ફઇનિ’તિ। इच्छन्, प्रधानं सत्त्वाद्यैर्विरुद्धैर्गुम्फितं गुणैः । साङ्ख्यःसङ्ख्यावतां मुख्यो नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ४५ ॥ = सत्त्वाद्यैः सत्त्वरजस्तमोभिः विरुद्धैः प्रीत्यप्रीतिविषादात्मकतया लाघवोपष्टम्भगौरवधर्मतया च विलक्षणस्वभावैः गुणैः गुम्फितं तत्साम्यावस्थात्वमापन्नं प्रधानं प्रकृतितत्त्वं इच्छन् अङ्गीकुर्वन् संख्यावतां परीक्षकाणां मुख्यः साङ्ख्यः अनेकान्तं न = नैव प्रतिक्षिपेत् । यद्यनेकान्तं प्रतिक्षिपेत् तदा न सङ्ख्यावतां मुख्यः, तत्प्रतिक्षेपे स्वाभिमतप्रधानतत्त्वस्यैव विलयेन कथं न स्वाधिरूढशाखाच्छेदनकौशलગોરસ ન વાપરવાના નિયમવાળો માણસ નથી દૂધ વાપરતો કે નથી દહીં વાપરતો. માટે વસ્તુ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક સિદ્ધ થાય છે. — = = = = ૧૦૧ = = ૬ ૨૦। તૈયાયિક દ્વારા અહીં એવી શંકા થાય છે કે —> દૂધ અને દહીંમાં એકાંતે ભેદ જ છે. તેથી દહીંની ઉત્પત્તિ અને દૂધનો નાશ માનવો યોગ્ય છે. પરંતુ ધ્રૌવ્ય તો ગૌરસત્વ જાતિમાં જ રહેલું છે; નહીં કે ગોરસ દ્રવ્યમાં ← પરંતુ આ શંકા બરોબર નથી. કારણ કે “આ જ ગોરસ દ્રવ્ય દૂધ રૂપે નાશ પામ્યું અને દહીં રૂપે ઉત્પન્ન થયું.'' - આ પ્રમાણે સર્વે લોકોને પ્રત્યભિજ્ઞા પૂર્વોત્તરકાલીન એક જ દ્રવ્યની અનુસંધાનાત્મક પ્રતીતિ થાય છે. તેનાથી એક જ ગોરસ દ્રવ્યમાં એક જ સમયે ઉત્પત્તિ અને નાશના આધાર પરિણામ સ્વરૂપ ધ્રૌવ્ય સિદ્ધ થાય છે. આનો અપલાપ કરવો અશકય છે. આ વાતનો અધિક વિસ્તાર સ્વાઢ઼ાદકલ્પલતામાં જાણવો. (૧/૪૪) હવે અનેકાંતવાદની પ્રામાણિકતા કાપિલમત = સાંખ્યદર્શન દ્વારા પણ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ઉક્તિના અનુવાદરૂપે સંવાદિત કરતા ગ્રંથકારથી ફરમાવે છે કે > શ્લોકાર્થ :- સત્ત્વ, રજસ અને તમસ્ આ ત્રણ વિરોધી ગુણોથી ગૂંથાયેલ પ્રધાન = પ્રકૃતિ તત્ત્વને સ્વીકારનાર, તેમ જ બુદ્ધિશાળીમાં મુખ્ય એવો સાંખ્ય અનેકાંતવાદનો પ્રતિક્ષેપ કરી ન શકે.(૧/૪૫) સ્યાદ્વાદમાં સાંખ્યની સંમતિ = ટીકાર્થ :- સત્ત્વ ગુણ પ્રીતિસ્વરૂપ અને લઘુ છે. રજસ્ ગુણ અપ્રીતિ સ્વરૂપ છે તથા નિષ્ક્રિય એવા સત્ત્વ અને તમોગુણને તેમના કાર્યમાં ટેકો આપનાર છે, તથા તમોગુણ વિષાદાત્મક અને ભારે છે. આમ ત્રણેય ગુણો પરસ્પર વિલક્ષણ સ્વભાવવાળા છે. તે ત્રણેયની સામ્ય અવસ્થાને પામેલ એવું પ્રધાન પ્રકૃતિ તત્ત્વ છે. આ પ્રમાણે પરીક્ષકોમાં મુખ્ય એવા સાંખ્ય વિદ્વાનો સ્વીકારે છે. તેથી સાંખ્ય વિદ્વાનો સ્યાદ્વાદનો તિરસ્કાર કરી ન શકે. જો તેઓ સ્યાદ્દાદનો વિરોધ કરે તો બુદ્ધિશાળીઓમાં મુખ્ય નહીં બની શકે. કારણ કે સ્યાદ્વાદનો અપલાપ કરવામાં તેમને માન્ય એવું પ્રધાન પ્રકૃત્તિ તત્ત્વ જ ઉચ્છેદ પામશે. પરસ્પર વિરોધી ધર્મથી બનેલ પ્રકૃતિ તત્ત્વનો અંગીકાર કરવો અને અનેકાંતવાદનો વિરોધ કરવો તે તો પોતે જે ડાળી ઉપર બેસેલ છે તે જ ડાળીને કાપવાની નિપુણતાને પામવા જેવું થશે. આ વાત સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં સ્પષ્ટ છે. જો વધારે

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188