________________
૧૦૨
જ ને નારજ્ઞાનાાિરેનેજાનાર: કીe અધ્યાત્મોપનિષપ્રકરણ मासादयेदिति व्यक्तं स्याद्वादरहस्ये । अधिकन्त्वस्मत्कृतजयलताभिधानायाः तट्टीकाया अवसेयम् ॥१/४५॥ થાનેકાન્તવાદું તથાતિસમ્મતિમાવિષ્યોતિ – “વિજ્ઞાનેતિ |
વિજ્ઞાનāમીનારું, નાનાશાન્વિતમ્ |
इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥४६॥ विज्ञानस्य = संविदः एकं आकारं = स्वरूपं नानाकारकरम्बितं = चित्रपटाद्यनेकाकारमिश्रितं इच्छन् = अभ्युपगच्छन् तथागतः = बौद्धो नानेकान्तं प्रतिक्षिपेत् = निराकुर्यात्, तस्यानेकान्तवादनिराकरणं न बलवदनिष्टाननुबन्धीत्यर्थः । यदि प्रतिक्षिपेत् तदा प्राऽज्ञः = प्रकर्षेण अज्ञः = भ्रान्त एव । यदि तु प्राज्ञः = पण्डितः = अभ्रान्तः इति यावत्, तदा न प्रतिक्षिपेदेव । स हि परमाणी मानाभावात् तत्सिद्ध्यधीनस्थूलावयवित्वस्याऽप्यसिद्धेः प्रतिभासत्वान्यथानुपपत्त्या विषयं विनाऽपि वासनामात्रेण धियां विशेषाच्च ज्ञानाद्वैतमेव स्वीकुरुते । तच्च ज्ञानं ग्राहकतयैकस्वभावमपि ग्राह्यतयाऽनेकीभवतः स्वांशान् गृह्णदनेकमपीति कथं न तस्याऽनेकान्तवादिकक्षापञ्जरे प्रवेशः ? इति व्यक्तं स्याद्वादरहस्ये । यथा चैतत्तत्त्वं
જાણવાની જિજ્ઞાસા હોય તો તે ગ્રંથની અમે રચેલ જયલતા ટીકાનું અવલોકન કરવું. (૧/૪૫)
અનેકાન્તવાદમાં બૌદ્ધ વિદ્વાનોની સંમતિને ગ્રંથકારથી પ્રગટ કરે છે.
શ્લોકાર્થ :- જ્ઞાનનો એક જ આકાર અનેક આકારોથી મિથ થયેલો છે - એવું ઈચ્છતા બૌદ્ધ વિદ્વાન અનેકાંતવાદનો અપલાપ કરી શકે નહિ. (૧/૪૬)
૪ સ્યાદ્વાદમાં બૌદ્ધની અનુમતિ xx ટીકાર્ય :- કાબરચિતરા પટનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનનું સ્વરૂપ એક જ છે. પરંતુ વિવિધ વર્ગના ઉલ્લેખવાળા અનેક આકારથી તે મિશ્ર થયેલ છે. આવું બૌદ્ધ વિદ્વાન સ્વીકારે છે. તેથી તે અનેકાન્તવાદનો નિષેધ ન કરી શકે. જે તે અનેકાંતવાદનો અપલાપ કરે તો તે તેના માટે બળવાન અનિષ્ટને લાવનાર બની જાય. અર્થાત્ “જ્ઞાનનો એક આકાર અનેક આકારથી મિશ્રિત છે' તેવું તે સ્વીકારી નહીં શકે. છતાં પણ જો તે અનેકાંતવાદનો વિરોધ કરે તો તેને અત્યંત અજ્ઞ = બ્રાન્ત જ જાણવો. જે તે પ્રાજ્ઞ = પંડિત = અબ્રાન્ત હશે તો સ્યાદ્વાદનો વિરોધ નહીં જ કરે. બૌદ્ધ અનુયાયીઓનું એમ કહેવું છે કે પરમાણુનો સ્વીકાર કરી ન શકાય, કારણ કે પરમાણુને સ્વીકારવામાં પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણનો સહકાર મળતો નથી. સ્થૂળ ઘટ વગેરે અવયવીની સિદ્ધિ પરમાણુની સિદ્ધિને આધીન છે. તે કારણે, પરમાણુ અસિદ્ધ હોવાથી ધૂળ ઘટ-પટ વગેરે અસિદ્ધ જ બની જશે. છતાં પણ બાહ્ય વિષય વિના જ્ઞાનની અસિદ્ધિ થવાની આપત્તિ નહિ આવે. કારણ કે નીલ-પીતાદિપ્રકારક પ્રતિભાસ પ્રસિદ્ધ છે. તેની અન્યથાઅનુપપત્તિ હોવાથી જ્ઞાનને સ્વીકારવું જરૂરી બની જાય છે. બાહ્ય વિષય વિના પાણી વિતથ વાસના માત્રથી જ્ઞાનમાં વિશેષતા આવી શકે છે. અર્થાત અનાદિકાલીન મિથ્થા સંસ્કારથી નીલ જ્ઞાન અને પીત જ્ઞાનનો ભેદ સિદ્ધ થાય છે. આથી યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાન જ્ઞાનાતને જ સ્વીકારે છે. યોગાચાર મતે નીલ-પીત વગેરે બાહ્ય વસ્તુ નથી, પરંતુ જ્ઞાનાત્મક આકાર વિશેષ જ છે. જ્ઞાનના અંશ સ્વરૂપ નીલ-પીત વગેરે આકારયુકત તે જ્ઞાન ગ્રાહકરૂપે એક સ્વભાવવાળું હોવા છતાં ગ્રાહ્યરૂપે અનેક પોતાના અંશને ગ્રહણ કરતું અનેક સ્વરૂપ પણ છે. તેથી તે બૌદ્ધનો અનેકાંતવાદીના પાંજરામાં પ્રવેશ થઈ જશે. આ વાત મધ્યમ પરિમાણ સ્યાદ્વાદ૨હસ્ય ગ્રંથમાં સ્પષ્ટ છે. આ તત્ત્વ જે પ્રમાણે છે તે મુજબ તે ગ્રંથની જલતા ટીકામાં અમે દર્શાવેલ છે. અહીં એ ખ્યાલમાં રાખવું કે બૌદ્ધમાન્ય જ્ઞાનાત અપ્રામાણિક છે. જ્ઞાનાદ્વૈતનું નિરાકરણ ન્યાયાલોક ગ્રંથની અમારી રચેલી ભાનુમતી ટીકામાંથી જાણી લેવું.