________________
૧૦૦ 828 त्रयात्मकतत्त्वविचारः ॐ
અધ્યાત્મોપનિષત્પકરણ > वस्तुरूपं ह्यनेकान्तः प्रमाणनयसाधितम् । अज्ञात्वा दूषणं तस्य निजबुद्धिविडम्बनम् ।। <- તિ વિમવનીયમ્ ૨/૪ ઢોવાળ ચઢિાઢું સાધતિ – “ઉત્પન્મમ'તિ |
उत्पन्नं दधिभावेन, नष्टं दुग्धतया पयः ।
गोरसत्वात् स्थिरं जानन्, स्याद्वादद्विड् जनोऽपि कः ॥४४॥ दधिभावेन = दधित्वेन उत्पन्नं = प्रथमक्षणसम्बन्धप्रतियोगि, दुग्धतया नष्टं = दुग्धत्वावच्छिन्नध्वंसप्रतियोगिताऽऽलिङ्गितं पयः = क्षीरं गोरसत्वात् = गोरसत्वमपेक्ष्य स्थिरं = ध्वंसा प्रतियोगि उत्पादाप्रतियोगि च इति जानन् जनोऽपि कः स्याद्वादविट् = अनेकान्तवादद्वेषी स्यात् ? नैवेत्यर्थः। गोरसे स्थायिनि पूर्वदुग्धपरिणामविनाशोत्तरदधिपरिणामोत्पादौ प्रत्यक्षप्रमाणसिद्धत्वान्न विरुद्धाविति द्रव्यपर्यायोभयात्मकत्वात् वस्तूत्पाद-व्यय-ध्रौव्यात्मकं सिध्यति । तदुक्तं शास्त्रवार्तासमुच्चये ‘पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे तस्मात्तत्त्वं त्रयात्मकम्' ।। (स्त. ७/गा.३) इति । न च दुग्धदध्नोरेकान्तेन भेद एवेति तस्योत्पाद-व्ययौ युक्तौ, ध्रौव्यन्तु गोरसत्वसामान्यस्यैव, न तु गोरसस्येति અવયવીમાં પાગ ધર્મ-ધર્મ ભાવની સંગતિ થઈ નહીં શકે. તથા તેમની વચ્ચે એકાંતે અભેદ માનવામાં આવે તો ધર્મ અને ધર્મીના સ્વરૂપ વચ્ચે ધર્મ-ધર્મભાવ નથી તેમ અવયવ-અવયવી વચ્ચે ધર્મ-ધર્મભાવ સંગત નહીં બને. આમ અવયવો અને અવયવી વચ્ચે એકાંતે ભેદ કે એકાંતે અભેદ માનવામાં ધર્મધર્મીભાવ - આધારઆધેયભાવની અસંગતિ હોવાથી તે બન્ને વચ્ચે કથંચિત ભેદ અને કથંચિત અભેદ સ્વીકારવો પડશે. તો જ બધું સંભવી શકશે.
– ખરેખર, પ્રમાણ અને નય દ્વારા સિદ્ધ થયેલ વસ્તુનું સ્વરૂપ જ અનેકાંતાત્મક છે. તેને જાણ્યા વિના તેમાં દોષોદ્ભાવન કરવું તે પોતાની બુદ્ધિની વિડંબના છે. આ પ્રમાણે વિભાવન કરવું. (૧/૪3)
ગ્રંથકારથી લોકવ્યવહાર દ્વારા સ્વાદ્વાદને સિદ્ધ કરે છે.
શ્લોકાર્ચ - દહીં રૂપે ઉત્પન્ન થયેલ અને દૂધ રૂપે નાશ પામેલ, તથા ગોરસ રૂપે સ્થાયી એવું દૂધ છે - આ પ્રમાણે જાણતો સામાન્ય માણસ પણ કોણ એવો છે કે જે સાદ્વાદનો લેપ કરે ? (૧/૪૪)
3 સર્વત્ર ઉત્પત્તિ-વિનાશ-ધ્રુવતા ર. ટીકાર્ય - ઉત્પત્તિનો અર્થ છે પ્રથમ ક્ષણનો સંબંધ થવો. દહીંપે આવી ઉત્પત્તિને ભજનાર એવું દૂધ દૂધરૂપે નષ્ટ થાય છે. આ વાતને નવ્ય નયની ભાષામાં એમ લખી શકાય કે દૂધમાં રહેનારી ધ્વંસની પ્રતિયોગિતા દુગ્ધત્વ ધર્મથી અવચ્છિન્ન છે. અર્થાત નાશસંબંધિતા દૂધરૂપે નિયંત્રિત છે. છતાં પણ આવું દૂધ ગોરસ રૂપે સ્થિર છે. મતલબ કે દૂધ પોતે ગોરસ રૂપે નથી નાશ પામતું કે નથી ઉત્પન્ન થતું, પરંતુ સ્થાયી રહે છે. આમ એક જ દ્રવ્ય દહીંપણાથી ઉત્પન્ન થાય છે, દૂધરૂપે નાશ પામે છે અને ગોરસરૂપે અવસ્થિત રહે છે - આવું જાણતો સામાન્ય માણસ પણ એવો કોણ હોય જે અનેકાંતવાદનો વેષ કરે ? અર્થાત્ તેવો માણસ કોઈ ન હોય. સ્થાયી એવા ગોરસમાં પૂર્વકાલીન દૂધ પરિણામનો નાશ, અને ઉત્તરકાલીન દહીંપણાની ઉત્પત્તિ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ હોવાના કારણે વિરૂદ્ધ નથી. આમ વસ્તુ, દ્રવ્યપર્યાય ઉભયાત્મક હોવાથી ઉત્પાદ-વ્યયધૌવ્યાત્મક સિદ્ધ થાય છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથમાં પણ જણાવેલ છે કે – જેને માત્ર દૂધ પીવાનો નિયમ છે તે માણસ દહીં ખાતો નથી અને જેને દહીં વાપરવાનો નિયમ છે તે દૂધ પીતો નથી. જ્યારે