________________
૮૮ ॐ शाङ्करभाष्यपाकरणम् ॐ
અધ્યાત્મોપનિષત્મકરણ एकस्मिन् धर्मिणि सत्त्वासत्त्वयोर्विरुद्धयोरसम्भवात् सत्त्वे चैकस्मिन् धर्मेऽसत्त्वस्य धर्मान्तरस्याऽसम्भवात्, असत्त्वे चैवं सत्त्वस्याऽसम्भवात् असङ्गतमिदमार्हतं मतम् - (२/२/६ - पृ. १३) इति ब्रह्मसूत्रशाङ्करभाष्यवचनं निराकृतम्, अन्यथा स्वद्रव्यादिनेव परद्रव्यादिनाऽपि सत्त्वस्वीकारापातात् । तदुक्तं विमलदासेन सप्तभङ्गीतरङ्गिण्यां > न खलु वस्तुनः सर्वथा भाव एव स्वरूपं, स्वरूपेणेव पररूपेणाऽपि सत्त्वप्रसङ्गात् । नाप्यभाव एव, पररूपेणेव स्वरूपेणाऽप्यसत्त्वप्रसङ्गात् ८– (स. त. पृ. ८३) । अधिकं तु मत्कृतमोक्षरत्नाभिधानायां भाषारहस्यविवरणवृत्तौ (पृ. १०८) दृष्टव्यम् । इत्थञ्च स्याद्वादस्य सर्वव्यापकत्वमभ्युपगन्तव्यमत्यादरेणेति सोपस्कारं व्याख्येयम् ॥१/३८॥ कारिकायुग्मेन वस्तुस्वरूपस्याऽनिर्णयमाशंक्य परिहरति - 'व्यापक' इति ।
व्यापके सत्यनेकान्ते, स्वरूपपररूपयोः ।
आनेकान्त्यान्न कुत्रापि, निर्णीतिरिति चेन्मतिः ॥३९॥ નિત્યાનિત્ય | મૂળ ગાથામાં રહેલ ‘નિત્યાનિત્યાઘનેકાંત' પદમાં રહેલ આદિ શબ્દથી સત્ત્વ, અસત્ત્વ વગેરેનું ગ્રહણ કરી લેવું. કારણ કે “સર્વ વસ્તુ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સત્ છે. અને પરદ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસત્ છે” આમ સાપેક્ષપણે જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વનું જ્ઞાન થાય છે. પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલ વર્તમાનકાલીન નવા માટીના ઘડામાં “આ ઘડો મૃદદ્રવ્યજન્યત્વપૂર્વદિશીયત્વ-વર્તમાનકાલીનત્વ, નવીનત્વ, ચાક્ષુષત્વ વગેરેની અપેક્ષાએ સત્ છે. અને તૃણજન્યત્વ, પશ્ચિમદેશીયત્વ, અતીતકાલીનત્વ, પુરાણત્વ, ઘાણજન્યપ્રતીતિવિષયત્વની અપેક્ષાએ અસત છે.” આ પ્રમાણે બધા જ લોકોને નિર્વિવાદરૂપે ભાન થાય છે. ઘાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક ન હોવાથી ઘડામાં ઘાણાજપ્રતીતિવિષયતા ન રહે.
નવ | બ્રહમસૂત્રભાષ્યમાં શંકરાચાર્યએ જણાવેલ છે કે – જીવાદિ પદાર્થોને વિશે એક જ ધર્મીમાં સત્ત્વ અને અસત્ત્વ એવા બે વિરૂદ્ધ ધર્મનો સમાવેશ સંભવિત નથી. જો એક ધર્મમાં સર્વ ધર્મનો સ્વીકાર કરવામાં આવે તો અસવ નહિ સંભવે અને અસત્ત્વ ધર્મનો સ્વીકાર કરવામાં આવે તો સર્વ ધર્મ નહિ સંભવે. માટે અરિહંત ભગવાનનો મત અસંગત છે. – પરંતુ ઉપરોક્ત રીતે તેનું ખંડન થઈ જાય છે. કેમ કે વસ્તુમાં જો એકાંત સત્ત્વ ધર્મ સ્વીકારવામાં આવે તો સ્વદ્રવ્ય વગેરેની જેમ પરદ્રવ્યની અપેક્ષાએ પણ સત્ત્વ = સત્તા = વિદ્યમાનતા માનવાની આપત્તિ આવશે. સમભંગીતરંગિણી ગ્રંથમાં વિમલદાસજીએ પણ જણાવેલ છે કે – ખરેખર, એકાંતે ભાવ (= સત્તા) એ જ વસ્તુનું સ્વરૂપ નથી. કારણ કે તેવું માનવામાં આવે તો વસ્તુમાં સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ છે તેમ પરરૂપની અપેક્ષાએ પણ સર્વ માનવાની આપત્તિ આવશે. તેમ જ એકાંતે અભાવ = અસત્ત્વ પણ વસ્તુનું સ્વરૂપ નથી. કારણ કે તેવું માનવામાં આવે તો પરરૂપની અપેક્ષાએ વસ્તુમાં જેમ અસત્ત્વ છે તેમ સ્વરૂપની અપેક્ષાએ પણ તેમાં અસત્વ માનવાની આપત્તિ આવશે.
– આ વસ્તુનો વધારે વિસ્તાર ભાષારહસ્યની અમે બનાવેલ મોક્ષરત્ના ટીકામાં જોઈ લેવો. “આમ સ્યાદ્વાદની સર્વવ્યાપકતા અત્યંત આદરપૂર્વક સ્વીકારવી.”. એવી ઐદંપર્યયુક્ત વ્યાખ્યા સમજવી. (૧/૩૮)
બે શ્લોકથી “ચાદ્વાદમાં વસ્તસ્વરૂપનો નિર્ણય નહિ થઈ શકે' એવી શંકા બતાવીને તેનો પરિહાર ગ્રંથકારશ્રી કરે છે.
શ્લોકાર્થ :- “સ્વરૂપ અને પરરૂપની અપેક્ષાએ અનેકાંતને સર્વવ્યાપી સ્વીકારવામાં આવે તો અનેકાંત દ્વારા કયાંય પણ નિર્ણય નહિ થઈ શકે.” - આવી છે પરદર્શનીઓની બુદ્ધિ હોય તો (આનો ઉત્તરપક્ષ ૪૦મી ગાથામાં છે.) (૧/૩૯)