________________
ક8 કિત્ર પિતૃત્વ-પુત્રત્વારિસમાવેશઃ 88 અધ્યાત્મોપનિષત્પકરણ भिन्नापेक्षा यथैकत्र, पितृपुत्रादिकल्पना ।
नित्यानित्याद्यनेकान्तस्तथैव न विरोत्स्यते ॥३८॥ यथा एकत्र रामादौ भिन्नापेक्षा लवण-दशरथाद्यपेक्षिता पितृ-पुत्रादिकल्पना = पितृत्व-पुत्रत्वादिधीः न विरुद्धा । न ह्येकत्र कात्स्न्ये न निरपेक्षमेव पितृत्वम्, अन्यथा सर्वेषामपि स पितैव स्यात् । तदुक्तं सम्मतितर्के -> पिउ-पुत्त-णत्तु-भव्यय-भाऊणं एगपुरिससंबंधो । ण य सो एगस्स पिय त्ति सेसयाणं पिया होइ ।। <- (३/१७) इति । ततश्च सापेक्षमेव पितृत्वादिकमवसेयम् । तथैव एकत्रैव वस्तुनि नित्यानित्याद्यने कान्तो न विरोत्स्यते । अयमाशयः ‘रामः पिता' इति धीरवच्छेदकानवगाहित्वे 'रामः पुत्रः' इति धियं विरुणद्धि किन्तु 'रामो लवणस्य पिता' इति धीः ‘रामो दशरथस्य पुत्रः' इति धियं न प्रतिबध्नाति, अपेक्षाभेदपुरस्कारेण विरोधपरिहारात् । न हि ‘दशरथनिरूपितपुत्रत्ववान् रामो लवणनिरूपितापितृत्ववान्' इत्यत्र विरोधं प्रतियन्ति प्रेक्षावन्तः । तेनैव प्रकारेण ‘आत्मा नित्यः' इति धीरवच्छेदकोदासीनतया 'आत्मा अनित्यः' इति बुद्धिमवरुणद्धि परं 'द्रव्यत्वात्मत्वादिना आत्मा नित्यः' इति मतिः ‘मनुष्यत्वबालत्वादिनाऽऽत्माऽनित्य' इति प्रेक्षां न विघटयति,अवच्छदेकभेदावगाहितयैकत्र नित्यत्वाऽनित्यत्वविरोधनिराकरणात् ।
શ્લોકાર્ધ :- જેમ એક જ વ્યક્તિમાં પિતૃત્વ, પુત્રત્વ આદિની બુદ્ધિ ભિન્ન અપેક્ષાએ થાય છે. છતાં વિરોધ નથી તે જ રીતે એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે અનેકાંતનો વિરોધ થશે નહિ. (૧/૩૮)
જે નિત્યત્વ-અનિત્યત્વ પરસ્પર અવિરૂદ્ધ ટીકાર્ય :- જેમ એક જ રામચંદ્રજીમાં લવ-કુશ, દશરથ વગેરેની અપેક્ષાએ પિતૃત્વ, પુત્રત્વ વગેરે બુદ્ધિ વિરૂદ્ધ નથી તે જ રીતે એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરેનો સમાવેશ સ્વરૂપ અનેકાંતનો વિરોધ નહિ આવે. આવું કહેવા પાછળ ગ્રંથકારશ્રીનો આશય એ છે કે “રામ પિતા છે' - એવી બુદ્ધિ અવચ્છેદક અવગાહી ન હોવાના અવસરે તે બુદ્ધિ ‘રામ પુત્ર છે' એવી બુદ્ધિનો વિરોધ કરે છે, પરંતુ “રામ લવકુશના પિતા છે” એવી બુદ્ધિ “રામ દશરથના પુત્ર છે' એવી બુદ્ધિનો વિરોધ કરતી નથી. કેમ કે અપેક્ષાભેદને આગળ કરવા દ્વારા વિરોધ દૂર થઈ જાય છે. દશરથનિરૂપિત પુત્રત્વયુક્ત રામચંદ્રજી લવકુશ-નિરૂપિત પિતૃત્વવાળા છે - આવો સ્વીકાર કરવામાં વિદ્વાનોને વિરોધ ભાસતો નથી.
દશરથમાં રામસાપેક્ષ પિતૃત્વ સ્વીકારવાના બદલે નિરપેક્ષ પિતૃત્વ સ્વીકારવામાં આવે તો દશરથ રાજા રામની જેમ બધાના પિતા બની જવાની આપત્તિ આવશે. સમંતિતર્ક ગ્રંથમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ જણાવેલ છે કે – એક જ પુરૂષને પિતા, પુત્ર, નાતિયો, ભાણિયો, ભાઈની સાથે સંબંધ હોવા છતાં તે પુરૂષ એક વ્યક્તિનો પિતા થવા માત્રથી બીજા બધાને બાપ થતો નથી. – આથી પિતૃત્વ વગેરે ધર્મ પુત્રત્વ આદિ ધર્મને સાપેક્ષ જ માનવા જોઈએ.
તે જ રીતે “આત્મા નિત્ય છે' આવી બુદ્ધિ અવછેદક અનવગાહી હોવાના અવસરે ‘આત્મા અનિત્ય છે' એવી બુદ્ધિનો વિરોધ કરે છે. પરંતુ ‘દ્રવ્યત્વ, આત્મત્વ વગેરે રૂપે આત્મા નિત્ય છે' આવી બુદ્ધિ “મનુષ્યત્વ, બાલ વગેરે રૂપે આત્મા અનિત્ય છે' એવી બુદ્ધિનો વિરોધ કરતી નથી, કારણ કે તે બુદ્ધિ ભિન્નાવચ્છેદકઅવગાહી હોવાના કારણે એકત્ર નિત્યત્વ, અનિત્યત્વના વિરોધને દૂર કરે છે. દ્રવ્યત્વઅવચ્છિન્ન ધ્વંસની પ્રતિયોગિતાથી રહિત એવો આત્મા મનુષ્યત્વ આદિ ધર્મથી અવચ્છિન્ન એવી ધ્વસીય પ્રતિયોગિતાવાળો છે - અહીં વિદ્વાનો