________________
અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૪૩ ૨ મેમેચ નાત્યન્તરરૂપતા હe
परे हि स्याद्वादस्वरूपमनवबुध्यैव दूषणपरम्परामाविर्भावयन्ति । तथाहि एकत्र धर्मिणि भेदाभेदयोः वृत्तित्वे स्वापेक्षायामात्माश्रयप्रसङ्गः, भिन्नाभ्यां स्वभावाभ्यां भेदाभेदस्वभावयोः भेदाभेदस्वभावाभ्याञ्च तयोरेकत्र वृत्तित्वेऽन्योन्याश्रयापातः, स्वापेक्षितापेक्षितापेक्षायां चक्रकदूषणम्, भिन्नाभ्यां स्वभावाभ्यां तदङ्गीकारे तयोरपि तत्र वृत्तौ स्वभावभेदापेक्षा, तयोरपि तत्र वृत्तावन्यस्वभावविशेषापेक्षा इत्येवं स्वभावभेदवगेषणायामनवस्थेत्यादिदोषोद्भावनप्रकारो हि प्रबलमिथ्यात्वविषोद्गारः । यतः ते हि आत्माश्रयान्योन्याश्रयादिदोषाः प्रकृत्या = स्वभावेन एव प्रमाणसिद्धार्थात् = समुचितनयप्रमाणोपयोगेनाऽन्योन्यव्याप्ततया प्रसिद्धात् मिथःसंवलितभेदाभेदाद्यर्थात् पराङ्मुखाः = विमुखाः । न हि वयं गुआपुळे रक्तत्व-श्यामत्वे इवैकत्र वस्तुनि विशकलितो भेदाभेदावभ्युपगच्छामः येनोपर्युक्तदोषावकाशः स्यात् । अस्माभिरनेकान्तवादिभिस्तु दाडिमे स्निग्धत्वव्यतिमिश्रितोष्णत्वमिवैकत्र धर्मिणि भेदानुविद्धाभेद एवाङ्गीक्रियते । न च 'प्रत्येकं ये भवेयुर्दोषा द्वयोर्भावे कथं न ते ?' इत्याशङ्कनीयम्, गुडनागरभेषजे माधुर्य-कटुकत्वयोः परस्परानुवेधनिमित्तस्योभयदोषनिवर्तकत्वस्येवैकत्र સિદ્ધ ન થયેલ હોવાથી “ભેદાભદાત્મક સંબંધથી ધર્મનો ભેદભેદ ધર્મીમાં રહે છે.- તેવું સ્વીકારી ન શકાય (૨) ધર્મીમાં ધર્મનો ભેદ અને અભેદ રહેલો છે એની સિદ્ધિ કરવા માટે “A અને B નામના ભિન્ન સ્વભાવ દ્વારા ધર્મોમાં ધર્મનો ભેદભેદ રહે છે, અને ભેદભેદ સ્વભાવ દ્વારા A અને B તે ધર્મીમાં રહે છે' - આવું માનવામાં અન્યોન્યાશ્રય દોષની આપત્તિ આવે છે. (૩) જે ધર્મીમાં ધર્મના ભેદભેદ સ્વભાવને રહેવા માટે A અને B નામના સંબંધની કલ્પના તથા A અને B ને તે ધર્મીમાં રહેવા માટે C અને D નામના સંબધની કલ્પના અને C તથા D સંબંધને રહેવા માટે પ્રથમ ભેદભેદ સ્વભાવની અપેક્ષા રહે છે એવું માનવામાં આવે તો ચક્ર દોષ આવે છે. (૪) જો ધર્મીમાં ધર્મના ભેદાભેદને રહેવા માટે A અને B ની અપેક્ષા; A અને B ને રહેવા માટે C-D ની અપેક્ષા; CD ને રહેવા માટે E-F ની અપેક્ષા, આ રીતે આગળ આગળ નવા નવા સ્વતંત્ર સંબંધોની કલ્પના કરવામાં આવે તો અનવસ્થા (=અપ્રામાણિક અનંત પદાર્થ કલ્પના પ્રસંગ) દોષ આવશે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જે સ્વભાવ અથવા તો ધર્મ ધર્મીમાં રહેતો હોય તે જ અન્ય કોઈને તે જ ધર્મીમાં રહેવા માટે સંબંધનું કામ કરી શકે. માટે ઉપરોકત રીતે અનેક સંબંધની ગષણા કરવી જરૂરી બની જશે. આ પ્રમાણે સ્યાદ્વાદમાં દોષોલ્ફાવન કરવું તે પ્રબલ મિથ્યાત્વરૂપી વિષનો ઓડકાર છે.
જ અનેકાન્તવાદમાં આત્માશ્રય વગેરે દોષોનું નિરાકરણ ? થતઃ / ઉપરોક્ત આક્ષેપ બરોબર ન હોવાનું કારણ એ છે કે યોગ્ય નય અને પ્રમાણના ઉપયોગથી અન્યોન્ય વ્યાસરૂપે પ્રસિદ્ધ એવા પરસ્પર સંવલિત ભેદભેદ વગેરે પદાર્થથી આત્માશ્રય, અન્યોન્યાશ્રય વગેરે દોષો સ્વભાવથી જ વિમુખ છે. અમે સ્યાદ્વાદી ચણોઠીમાં લાલાશ અને કાળાશ ગુણધર્મ જેમ પરસ્પર છૂટાછવાયા છે તે રીતે એક વસ્તુમાં છૂટાછવાયા ભેદભેદને સ્વીકારતા નથી, કે જેના કારણે ઉપરોકત દોષ સંભવી શકે. જેમ દાડમમાં સ્નિગ્ધત્વથી મિશ્રિત એવી ઉષણતા રહેલી છે. રૂપ અને રસ પાગ જેમ સાથે રહે છે તેમ એક જ વસ્તુમાં ભેદથી અનુવિદ્ધ એવો જ અભેદ, અમે અનેકાન્તવાદીઓ સ્વીકારીએ છીએ. તેથી ઉપરોકત દોષનો અવકાશ રહેતો નથી. “ધર્મીમાં ધર્મના ભેદ અને અભેદ-પ્રત્યેકને સ્વતંત્ર રીતે માનવામાં જે દોષ આવે છે તે દોષો, તે બન્નેને ધમમાં માનવામાં કેમ ન સંભવે ?'- આવી શંકા અસ્થાને છે. કારણ કે એકલા ગોળમાં મધુરતાને કારણે કફકારકતા રૂપ દોષ રહેલ છે અને એકલી સૂંઠમાં તીખાશને કારણે પિત્તકારકતા દોષ રહેલ છે. પરંતુ ગોળ અને સૂંઠને પરસ્પર ચોળીને તેની ગોળી બનાવવામાં આવે તો તે ઔષધરૂપ બની જાય છે અને તેમાં મીઠાશ અને તીખાશ બન્ને પરસ્પર મિશ્રિત-અનુવિદ્ધ થવાના કારણે કફકારિતા અને પિત્તકારિતા - ઉભય દોષ નિવૃત્ત થાય છે. બરાબર આ જ રીતે