________________
અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૪ 88 ગામેન્દ્રિતયારે ધ્યાત્મિપિતા ઉ
૨૧ शून्यमपि अर्थक्रियासमर्थं संस्थानविशेषाद्यात्मकं भावघटं स्वीकुर्वतः ऋजुसूत्रनयादस्य विशेषः अर्थक्रियाकारिभावघटाभ्युपगमाद्यपेक्षया बोध्यः (नयरहस्य-पृ.१५६) । नानापर्यायवाचकशब्दानामर्थेक्यस्वीकारेऽपि सङ्ख्याकाल-कारक-लिङ्ग-पुरुषभेदादर्थभेदाभ्युपगमेनाप्यस्य ऋजुसूत्रनयाद् विशेषोऽनाविल एव (स्या०मञ्जरी गा०२८ પૃ.૨૮૧) |
योगादिपर्यायशब्दवाच्यमात्मकेन्द्रितक्रियाऽवञ्चकयोग-शास्त्रयोग-वचोऽनुष्ठान-स्थैर्ययम-सिद्धि-विनियोग - वचनानुसारितत्त्वचिन्तन-ध्यान-पञ्चाचारपालनादिकमध्यात्मं ब्रूते शब्दनयः अध्यात्मशब्दवाच्यार्थक्रियासमर्थत्वात् । यदपि योगबिन्दौ → औचित्याद् वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदुः ॥३५८|| <- इत्यध्यात्मस्वरूपमावेदितं तदपि शब्दनयानुसारेण बोध्यम् । अध्यात्मतत्त्वालोके -
→ शुद्धात्मतत्त्वं प्रविधाय लक्ष्यममूढदष्टया क्रियते यदेव । अध्यात्ममाहर्मुनिपुङ्गवास्तद् चिह्नं प्रबुद्धात्मन एतदस्ति ।।(१/१७) इति न्यायविजयेन यदुक्तं तदपि शब्दनयानुसारेण बोध्यम् । એવા આકારવિશેષ સ્વરૂપ ભાવ ઘટને સ્વીકારે છે. જ્યારે શબ્દનય અર્થકિયા કરનાર એવા જ ભાવ ઘટને સ્વીકારે છે. આ રીતે ઋજૂસૂત્ર નયની અપેક્ષાએ શબ્દનયની વિશેષતા છે. ઋજુસૂત્ર નયની જેમ પર્યાયવાચી અનેક શબ્દના એક જ અર્થને શબ્દ નય પણ સ્વીકારે છે. પરંતુ સંખ્યા, કાળ, કારક, લિંગ અને પુરૂષ (પ્રથમ, દ્વિતીય, તૃતીય પુરૂષ) ના ભેદથી અર્થભેદનો સ્વીકાર ઋજુસૂત્ર નય નથી કરતો. જ્યારે શબ્દ નય કરે છે. આવું સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રંથના આધારે જણાય છે. (અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જે પદાર્થ અર્થકિયા કરતો હોય તેને જ શબ્દનય અને પૂર્વોક્ત એવંભૂતનય પારમાર્થિક વસ્તૃરૂપે સ્વીકારે છે. પરંતુ એક જ અર્થના પ્રતિપાદક અનેક પર્યાય શબ્દોથી જણાતી અનેક ક્રિયાઓમાંથી કોઇ પણ એક ક્રિયા વિવક્ષિત પદાર્થમાં વિદ્યમાન હોય ત્યારે તે પદાર્થને તે તમામ પર્યાય શબ્દના અભિધેયરૂપે શબ્દનય સ્વીકારે છે. જ્યારે એવંભૂત નયના મતે વિવક્ષિત પદાર્થમાં રહેલી ક્રિયા જે શબ્દથી જણાતી હોય તે જ શબ્દના અભિધેયરૂપે તે ક્રિયાયુકત અર્થ પારમાર્થિક બનશે.)
જ શબ્દનયના દર્પણમાં અધ્યાત્મ છે યોગ વગેરે પર્યાય શબ્દથી વાચ્ય એવા આત્મકેન્દ્રિત ક્રિયાઅવંચક યોગ, શાસ્ત્રયોગ, વચન અનુષ્ઠાન, ધૈર્યયમ, સિદ્ધિ-વિનિયોગ આશય, આગમાનુસારી તત્ત્વચિંતન, ધ્યાન, વિધિ-જયણા વગેરેથી યુક્ત પંચાચારનું પાલન આદિ અધ્યાત્મ છે- એવું શબ્દનયનું મંતવ્ય છે. આનું કારણ એ છે કે તેવા ક્રિયાવંચક યોગ, શાસ્ત્રયોગ વગેરે બધા જ “અધ્યાત્મ' પદથી વાચ્ય એવી અર્થક્રિયા કરવા માટે સમર્થ છે. યોણબિંદુ ગ્રંથમાં જે જણાવ્યું છે કે – ઉચિત રીતે વ્રતસંપન્ન વ્યક્તિનું અત્યંત મૈત્રી આદિ પ્રધાન આગમાનુસારી તત્ત્વચિંતન અધ્યાત્મ છે તેમ તેના જાણકારો કહે છે. <-તે પણ શબ્દ નયના અનુસારે અધ્યાત્મનું લક્ષાણ જાણવું. તથા ન્યાટ્યવિજયજી મહારાજે અધ્યાત્મતવાલોક ગ્રંથમાં જણાવેલ છે કે – શુદ્ધ આત્મતત્વને લક્ષ્ય કરીને અમૂઢ દૃષ્ટિથી જે કાંઈ કરાય તેને મહામુનિઓ અધ્યાત્મ કહે છે. તે પ્રબુદ્ધ આત્માનું ચિહ્ન છે. <– આ પણ શબ્દ નયના આધારે અધ્યાત્મનું લક્ષણ જાણવું.
\Y) સમભિરૂઢનયનું લક્ષણ / પર્યાય શબ્દોના અલગ અલગ ભેદ પાડનાર અધ્યવસાયવિશેષ સમભિરૂઢ નય કહેવાય છે. અર્થાત્ જે શબ્દનો પ્રયોગ થાય તે શબ્દથી વારૂપે તે અર્થનો સ્વીકાર કરે પરંતુ પર્યાયશબ્દથી નહીં. એટલે કે ઘટ શબ્દનો વાચ્યાર્થ