________________
& TITHISUામથુવીનતનમ્ 8 અધ્યાત્મોપનિષત્રકરણ सहिष्णुना त्याज्यमेव तत्त्वदर्शिभिः, > देवोपहारव्याजेन यज्ञव्याजेन येऽथवा । घ्नन्ति जन्तून् गतघृणा घोरां ते यान्ति दुर्गतिम् ।। -( ) इत्युक्तत्वात् वैदिकहिंसायाः कुत्सितत्वं प्रसिद्धमेव । इत्थं कर्मवादिपूर्वमीमांसाग्रन्थानां छेदशुद्धिवैकल्यं मनसिकृत्य श्रीहेमचन्द्रसूरिभिः अयोगव्यवच्छेदद्वात्रिंशिकायां -> हिंसादिसंसक्तपथोपदेशादसर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंसदुर्बुद्धिपरिग्रहाच्च, ब्रूमस्त्वदन्यागममप्रमाणम् ।।१०।८ इत्युक्तम् । न च कर्मकाण्डविधेहिँसाप्रेरकतयाऽप्रमाणत्वेऽपि वेदान्तवाक्यानामतथात्वात्प्रमाणत्वमेवेति मुग्धता कार्या, एकान्तज्ञानमार्गप्ररूपकत्वेन प्रमादिनामुन्मादजनकतयाऽनुपादेयत्वादिति विभावनीयं विज्ञैः ॥१/२७॥
ननु 'वेदोक्तत्वमवलम्ब्यापि यदि चित्तशुद्धिः न स्यात्, तर्हि किं तत्कारणम्' ? किं परतीर्थिकवचनात्कथमपि तत्कारणं नैवोपलभ्यते ? इत्याशङ्कायामाह - 'कर्मे'ति ।
__कर्मणां निरवद्यानां चित्तशोधकता परम् ।
साङ्ख्याचार्या अपीच्छन्तीत्यास्तामेषोऽत्र विस्तरः ॥२८॥ परं इति विशेषद्योतकं पदम् । तमेवाह -> निरवद्यानां = पापशून्यानां कर्मणां = विहितक्रियाणां चित्तशोधकतां = मनोविशुद्धिकारणत्वं साङ्ख्याऽऽचार्या अपि, किमुत वयमित्यपिशब्दार्थः, इच्छन्ति। પણ છોડવા જ જોઈએ, જો તે દોષનો ભાર ઉઠાવવા ન માંગતા હોય તો. તત્ત્વદર્શીઓએ પણ – દેવપૂજાના બહાને અથવા યજ્ઞના બહાનાથી જેઓ નિર્દય થઈને પશુઓને હાણે છે તેઓ અતિરૌદ્ર ગતિને પામે છે. – આવું કહેલું હોવાથી વૈદિક હિંસા જગુપ્સિત છે. આ વાત સુપ્રસિદ્ધ જ છે. આમ કર્મકાંડ વાદી પૂર્વમીમાંસા ગ્રંથમાં છેદશુદ્ધિના અભાવને મનમાં રાખીને શ્રી હેમચંદ્રસૂરિજીએ અયોગવ્યવચ્છેદ દ્વાર્ગેિશકા ગ્રંથમાં જણાવેલ છે કે – હે પરમાત્મા ! આપના આગમો સિવાયના બાકીના બધા જ આગમોને અપ્રમાણ કહીએ છીએ. કારણ કે તે આગમોમાં હિંસા વગેરેથી ખદબદતા માર્ગનો ઉપદેશ રહેલો છે. વળી, એ આગમો અસર્વજ્ઞના બનાવેલા છે. તથા નિર્દય અને દુષ્ટ બુદ્ધિવાળા લોકોએ પોતાને ખૂબ અનુકુળ હોવાથી) તે આગમોનો સ્વીકાર કર્યો છે.
-“કર્મકાંડના વિધાયક વેદવાક્યો હિંસાપ્રેરક હોવાથી અપ્રમાણભૂત ભલે હોય પણ વેદાન્ત વાક્યો તેવા ન હોવાથી તેને પ્રમાણ માનવામાં વાંધો નથી' એવી મુગ્ધતા પણ રાખવા જેવી નથી. આનું કારણ એ છે કે એકાન્ત જ્ઞાનમાર્ગપ્રરૂપક હોવાથી તે હરામહાડકાના લોકો માટે ઉન્માદજનક છે. તેથી તે અનુપાદેય છે. આ બધી વાતોનું પ્રાજ્ઞ પુરૂષોએ શાંતિથી ચિંતવન કરવું. (૧/૨૭)
– વેદવિહિતત્વનું આલંબન કર્યા પછી જે ચિત્તશુદ્ધિ ન થાય તો કઈ ક્રિયાથી શુદ્ધિ થાય ? શું પરતીર્થિકના વચનોથી ચિત્તશુદ્ધિનું કારણ જરા પણ નથી જ જણાતું ? – આ શંકાનું નિરાકરણ કરતા ગ્રંથકારથી કહે છે કે –
શ્લોકાર્થ - પરંતુ હિંસાદિ દોષથી રહિત અનુકાનોને સાંખ્યાચાર્યો પણ ચિત્તની વિશુદ્ધિ કરનારા માને છે. માટે અહીં ઉપરની વાતોનો વિસ્તાર રહેવા દેવો. (૧/૨૮)
+ નિરવદ્ય અનુષ્ઠાન ચિત્તશોધક - ટીકાર્ય :- મૂળ ગાથામાં રહેલ ‘’ એવું પદ વિશેષ અર્થનું દ્યોતક છે. ‘હિંસાબદુલ યજ્ઞ ચિત્તશુદ્ધિકારક
થવા પર મીમાંસકમતની અપેક્ષાએ અહીં એ વિશેષતા રહેલી છે કે પાપરહિત એવી વિહિત ક્રિયાઓને ચિત્ત શુદ્ધિના કારણરૂપે સાંખ્ય આચાર્ય પણ સ્વીકારે છે તો અમારી તો શું વાત કરવી ? અર્થાત્ નિરવદ્ય વિહિત કિયા ચિત્તશુદ્ધિ કરે છે - આવું અમને પણ માન જ છે. ગાયત્રી જપ વગેરે દ્વારા ય ચિત્તશુદ્ધિ