________________
488 धर्मबिन्दुसंवादः
અધ્યાત્મોપનિષ—કિરણ यत्र शास्त्रे सर्वनयालम्बिविचारप्रबलाग्निना = सकलसुनयमूलकोहापोहलक्षणेन बलवता वह्निना तात्पर्यश्यामिका = विधि-प्रतिषेध-तद्योगक्षेमकारिक्रियानिबन्धनभाववादैदम्पर्यार्थाऽसङ्गतिः न = नैव स्यात् तच्छास्त्रं तापशुद्धिमत् = तापशुद्धत्वेनाभिमतम् । तदुक्तं धर्मबिन्दौ 'उभयनिबन्धनभाववादः = तापः' (२/३७) । उभयोः = कषच्छेदयोः अनन्तरमेवोक्तरूपयोः निबन्धनं = परिणामिरूपं कारणं यो भावः जीवादिलक्षणः तस्य वादः = प्ररूपणा, किमित्याह तापः अत्र श्रुतधर्मपरीक्षावसरे । इदमुक्तं भवति -
> यत्र शास्त्रे द्रव्यरूपतयाऽप्रच्युतानुत्पन्नः पर्यायात्मकतया च प्रतिक्षणमपरापरस्वभावास्कन्दनेनाऽनित्यस्वभावो जीवादिरवस्थाप्यते स्यात् तत्र तापशुद्धिः, यतः परिणामिन्येवात्मादौ तथाविधाशुद्धपर्यायनिरोधेन ध्यानाध्ययनाद्यपरशुद्धपर्यायप्रादुर्भावादुक्तलक्षणः कषः बाह्यचेष्टाशुद्धिलक्षणश्च छेद उपपद्यते, नान्यथेति <- (पृ.३८) इति मुनिचन्द्रसूरिकृत-तद्व्याख्या । कषच्छेदशुद्धिसम्भवेऽपि तापशुद्धिविरहे शुद्धिवैकल्यमेव शास्त्रसुवर्णस्य, कूटसुवर्णवत् । तापशुद्धौ सत्यामेव कषच्छेदशुद्धिसाफल्यम् । तथैव कर्मनिर्जरया ध्यानाध्ययनादिविधिः फलवान् नूतनकर्मनिरोधेन हिंसादिनिषेधः सफलः विधि-प्रतिषेधयोः योग-क्षेमाभ्याञ्च शास्त्रोक्तक्रिया फलवती। न चापरिणामिन्यात्मादौ कष-च्छेदौ स्वकार्यं कर्तुं प्रभविष्णू स्यातामिति तापशुद्धावेव तयोः सफलत्वम् । इदमेवाभिप्रेत्य धर्मबिन्दौ -> तद्भावेऽपि तापाभावेऽभावः । तच्छुद्धौ हि तत्साफल्यम् <- (२/४०४१) इत्युक्तम् । जीवादिभाववादशुद्धिस्तु बन्ध-मोक्षोपपत्तित एव । इदमेवाभिप्रेत्य पञ्चवस्तुके →
- શાસ્ત્રની તાપ પરીક્ષા ટીકાર્ય :- જે શાસ્ત્રમાં સર્વ સુનયને આશ્રયીને થનાર ઊહાપોહ (= અન્વયવ્યતિરેકમુખી વિચાર) સ્વરૂપ પ્રબલ અગ્નિ દ્વારા પૂર્વોક્ત (૧૮-૧૯ શ્લોક) વિધિપ્રતિષેધ અને તેના યોગક્ષેમને કરનારી પૂર્વોક્ત (૨૧-૨૨ શ્લોક) કિયાના કારણ સ્વરૂપ જીવ આદિ ભાવવાદનું ઐદંપર્ય અસંગત ન જ થાય તે શાસ્ત્ર તાપશુદ્ધ રૂપે અભિમત છે. ધર્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે – પૂર્વોક્ત કપ અને છેદ પરીક્ષાના પરિણામી કારણસ્વરૂપ જીવાદિ ભાવની પ્રરૂપણ એ શાસ્ત્રની તાપ પરીક્ષા છે. – આનો વિશેષ અર્થ કરતા શ્રીમુનિચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે – કહેવાનો આશય એ છે કે જે શાસ્ત્રમાં દ્રવ્યરૂપે ઉત્પત્તિ તથા વિનાશથી રહિત અને પર્યાયરૂપે પ્રતિસમય અલગ અલગ સ્વભાવને પામવા દ્વારા અનિત્ય સ્વભાવવાળા જીવ આદિ તત્ત્વની વ્યવસ્થા બતાવાય છે તે શાસ્ત્રમાં તાપશક્તિ હોય છે. કારણ કે પરિણામી એવા જ આત્મા વગેરેમાં તથાવિધ અશુદ્ધ પર્યાયને દૂર કરી ધ્યાન, અધ્યયન વગેરે સ્વરૂપ અન્ય શુદ્ધ પર્યાય પ્રગટ થવાથી પૂર્વોક્ત કર્યું અને બાહ્ય ક્રિયાની શુદ્ધિ સ્વરૂપ છેદ સંભવી શકે છે આત્માને અપરિણામી માનવામાં આવે તો કષ, છેદ અસંભવિત બને. - – અહીં એ પણ ખ્યાલમાં રાખવાનું છે કે શાસ્ત્રરૂપી સુવર્ણમાં કશુદ્ધિ અને છેદશુદ્ધિની સંગતિ થવા છતાં પણ તાપશુદ્ધિ ન હોય તો તે નકલી સોનાની જેમ અશુદ્ધ જાણવું. તાપશુદ્ધિ હોય તો જ કશુદ્ધિ સફળ બને. તે આ રીતે ધ્યાન, અધ્યયન વગેરે વિધિનું ફળ કર્મનિર્જરા છે. નવા કર્મ આવતા બંધ થવા તે હિંસા વગેરેના નિષેધનું ફળ છે. આ વિધિપ્રતિષેધન (કષનો) યોગક્ષેમ કરવો તે શાસ્ત્રવિહિત ક્રિયાનું (છેદનું) ફળ છે. પરંતુ જો આત્માને અપરિગામી (= એકાંત નિત્ય અથવા એકાંત ક્ષણિક) માનવામાં આવે તે છેદ સફળ (= સાર્થક) બની ન શકે. ધર્મબિદું ગ્રંથમાં પણ આ જ વાત જણાવેલ છે. જીવાદિ ભાવવાદની શુદ્ધિ તો બંધ-મોક્ષની સંગતિ દ્વારા જ થઈ શકે. આ જ અભિપ્રાયથી પંચવતુ ગ્રંથમાં જણાવેલ છે કે