________________
ॐ हिंसाबहुलत्वात्कर्मविधेस्त्याज्यता
तरति
અધ્યાત્મોપનિષદ્ઘકરણ भिन्नात्मदर्शकाः = कर्मविधिप्राप्यदेहेन्द्रियमनः स्वर्गादिभिन्नात्मतत्त्वप्रदर्शकाः । ततश्च देहेन्द्रियमनः प्रह्लादकारिस्वर्गादिसाधकस्य कर्मविधेः वेदान्तविधिशेषत्वं न सङ्गच्छते तथा वेदान्तवाक्यजन्यज्ञानात् साक्षादेव परमानन्दप्राप्तिः निःशेषदुःखनिवृत्तिश्च पुरुषार्थो लभ्यत इति वेदान्तविधिवाक्यानां न स्र्वगादिफलककर्मविधिशेषत्वसम्भावना । तथाहि - --> ક્ષીયન્તે વાસ્ય વાંગિ તસ્મિન્ ટ્રુથ્રુ પાવરે (મુ.૨/૨/૮ યો.શિ.૯/ ४५- अ.४/३१) इति मुण्डकोपनिषद् - योगशिखोपनिषदन्नपूर्णोपनिषद् - वचनं तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः विद्यते पन्था अयनाय - ( ६ / १५ ) इति श्वेताश्वतरोपनिषद्वचनं शोकमात्मवित् ←← (७/१/६) इति छान्दोग्योपनिषद्वचनं ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुतेऽर्जुन ! - (४/३७) इति भगवद्गीतावचनमित्यादयः प्रकृते शेषा वेदान्ता उच्यन्ते । न च तद्विध्यङ्गता अग्निहोत्रादिकर्मविधीनां सम्भवति, तत्र ज्ञानस्यैवोपादेयतया प्रदर्शनात् । प्रत्युत -> मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ←← (४/५/१९) इति बृहदारण्यकोपनिषदि आत्मभिन्न-स्वर्गादिप्राधान्यदर्शिनां निन्दाश्रवणात् तदुपायभूतानां कर्मणां त्याज्यत्वमेवाभिव्यज्यते । न कर्मणा न प्रजया न धनेन, त्यागेनैके अमृतत्वमानशुः ←← (१/३) इति कैवल्योपनिषदि अपि यज्ञकर्मानुपादेयता सूचिता । तदुक्तं सुबालोपनिषदि अपि → न वेदैर्न तपोभिरुग्रैर्न सांख्यैर्न योगैर्नाश्रमैर्नान्यैरात्मानमुपलभते (९) मार्कण्डेयपुराणेऽपि આનંદ આપનાર સ્વર્ગ વગેરેને સાધનાર એવા કર્મકાંડ વિધાનો કયારેય પણ વેદાન્તના અંગ ઘટક બની ન શકે. તથા વેદાન્તવાક્યજન્ય બોધ દ્વારા સાક્ષાત્ જ પરમાનંદની પ્રાપ્તિ અને સર્વદુઃખનિવૃત્તિસ્વરૂપ પુરૂષાર્થ પ્રાપ્ત થાય છે. માટે વેદાન્ત વાક્યો સ્વર્ગ આદિ ફળને આપનાર ક્રિયાકાંડના વિધિવાક્યોના અંગરૂપે બનવાની સંભાવના નથી. ટુંકમાં વેદાન્ત વિધિવાક્યો અને કર્મવિધિવાક્યો - આ બન્ને સ્વતંત્ર = ભિન્ન ભિન્ન વિષયના પ્રતિપાદક છે - તેથી તેઓ એકબીજાના અંગ બને નહિ. તે આ રીતે મુણ્ડક ઉપનિષદ્માં જણાવેલ છે કે —> તે શ્રેષ્ઠ તત્ત્વનું દર્શન થાય ત્યારે દૃષ્ટા એવા જીવના કર્મો ક્ષય પામે છે> યોગશિખા ઉપનિષદ્ અને અન્નપૂર્ણા ઉપનિષમાં આ જ વાત કરેલી છે. શ્વેતાશ્વતર ઉપનિષમાં જણાવેલ છે કે —> તે પરમ તત્ત્વને જાણીને મૃત્યુનું અતિક્રમણ થાય છે. અમર થવા માટે બીજો કોઈ માર્ગ નથી. ← તથા —— આત્માને જાણનાર શોકમુક્ત બને છે. – આવું છાન્દોગ્ય ઉપનિષદ્નું વચન, તેમજ ભગવદ્ગીતાનું > હે અર્જુન ! જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મને ભસ્મસાત્ કરે છે. ← આવું વચન વગેરે વચનો એ જ કર્મવિધિભિન્ન વેદાન્ત એટલે કે પ્રસ્તુતમાં શેષ વેદાન્તરૂપે અભિમત છે. અગ્નિહોત્ર વગેરે કર્મકાંડનું વિધાન કરનારા વેદ વચન ઉપરોક્ત બધા વેદાન્ત વિધિવાક્યોના અંગરૂપે બની શકતા નથી. કારણ કે વેદાન્ત વિધિવાક્યમાં જ્ઞાન જ ઉપાદેયરૂપે બતાવેલ છે. તે હમણાં જ આપણે ઉપર જોઈ ગયા. ઊલટું —> મૃત્યુ કરતાં વધુ દુ:ખદાયી અવસ્થાને તે પ્રાપ્ત કરે છે જે અહીં આત્મા સિવાયની અન્ય વસ્તુને પ્રધાનરૂપે જુએ છે. – આ રીતે આરણ્યક ઉપનિષમાં આત્માથી ભિન્ન સ્વર્ગ આદિ અનેકવિધ ભૌતિક પદાર્થને પ્રધાનરૂપે જોનારા જીવોની નિંદા સંભળાય છે. તેથી સ્વર્ગ વગેરેના ઉપાયભૂત યજ્ઞાદિ ક્રિયાકાંડો ત્યાજ્ય છે એવું વ્યક્ત થાય છે. —> યજ્ઞાદિસ્વરૂપ ક્રિયાકાંડ, કુલસંતતિ કે ધન વગેરેથી નહિ, પણ ત્યાગથી જ અમુક લોકો અમરપણાને પામ્યા. ← આ રીતે કૈવલ્ય ઉપનિષદ્માં પણ યજ્ઞ વગેરે ક્રિયાકાંડ અકર્તવ્યરૂપે સૂચિત કરેલ છે. સુબાલ ઉપનિષદ્માં પણ જણાવેલ છે કે > ન વેદો વડે, નહિ કે યજ્ઞો વડે, નહિ કે ઉગ્ર તપશ્ચર્યાઓ વડે, ન તો સાંખ્યો દ્વારા, ન તો યોગદર્શનના અનુયાયી વડે, ન તો ચારે પ્રકારના આશ્રમને સ્વીકારનારાઓ વડે કે ન તો બીજા વડે આત્મા પ્રાપ્ત થાય છે આના દ્વારા પણ મોક્ષના ઉદ્દેશથી આત્મદર્શન કરાવવામાં યજ્ઞ વગેરેની
૭૨
—
=
-