________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૧૧ ધર્મસ્ય સૂક્ષ્મવૃદ્ધિગમ્યત્વમ્
1
सम्यग्दृशस्त्वनेकान्तागमश्रद्धया व्यवहारनयेन सम्पूर्णं दृष्टिलक्षणमभ्युपगतम् । केवलज्ञानिनि स्वाश्रयत्वसम्बन्धेनेव तत्परतन्त्रे सम्यग्दृशि स्वाश्रयपरतन्त्रत्वसम्बन्धेनातीन्द्रियार्थगोचरपूर्णज्ञानमव्याहतमेव । सम्यग्दृशि चैतादृशं ज्ञानं मोक्षौपयिकमेवेति नातिप्रसङ्गः । तदुक्तं अध्यात्मसारे अन्तरा केवलज्ञानं प्रतिव्यक्तिर्न यद्यपि । क्वापि ग्रहणमेकांशद्वारं चातिप्रसक्तिमत् ।। अनेकान्तागमश्रद्धा तथाऽप्यस्खलिता सदा । सम्यग्दृशस्यैव સ્થાત્ સમ્પૂર્છાવિવેચનમ્ || (૬/૩૨-૩૨) - इति । इदमेवाभिप्रेत्य जो एगं जाणइ सो सव्वं जाणइ । जो सव्वं जाणइ सो एगं जाणइ - ( ) इति आचाराङ्गसूत्रमपि व्यवस्थितम् । ततोऽतीन्द्रियार्थादौ कुग्रहो दुराग्रह एव । तदुक्तं अध्यात्मसारे तदेकान्तेन यः कश्चित् विरक्तस्यापि कुग्रहः । शास्त्रार्थबाधनात्सोऽयं जैनाभासस्य पापकृत् ।। ( ६ / ३४ ) – इति । ततश्चातत्त्वाभिनिवेशं परित्यज्य गाम्भीर्येण सूक्ष्मबुद्ध्या शास्त्रेदम्पर्यार्थग्रहणपरतया सर्वत्र स्याद्वादिना भाव्यमित्युपदेशः, अन्यथा धर्मव्याघातप्रसङ्गात् । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः अष्टकप्रकरणे सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो धर्मो धर्मार्थभिर्नरैः । अन्यथा ધર્મયુધૈવ તદ્વિયાત: પ્રસĒતે ॥ – (૨૨/૨) તિવ્રુત્તરમવર્ધનમ્ ॥૬/૦૫ * વ્યવહાર નયથી સમકિતીને પરિપૂર્ણ અર્થબોધ
સમ્યગ્॰ । વ્યવહાર નયના મતે તો સમકિતી જીવને અનેકાન્તશાસ્ત્રની શ્રદ્ધા હોવાથી સંપૂર્ણ બોધસામગ્રી માનવામાં આવી છે. કારણ કે અતીન્દ્રિય વસ્તુ વિશેના સંપૂર્ણ જ્ઞાનવાળા કેવલજ્ઞાનીને તે પરતંત્ર છે. જેમ કેવલજ્ઞાનીમાં સ્વાશ્રયત્વ સંબંધથી અતીન્દ્રિય અર્થનું પરિપૂર્ણ જ્ઞાન રહેલું છે તેમ સમકિતીમાં સ્વાશ્રયપારતંત્ર્ય સંબંધથી તે જ જ્ઞાન રહેલું છે. આવું જ્ઞાન સમકિતીને મોક્ષમાં ઉપાયભૂત છે. માટે અભવ્ય વગેરે કે જડ પદાર્થમાં ગમે તે સંબંધથી કેવલજ્ઞાનીના જ્ઞાનને રાખવાનો કે તેવો વ્યવહાર કરવાની આપત્તિ નહિ આવે. અધ્યાત્મસાર ગ્રંથમાં આવા જ કોઈક આશયથી જણાવેલું છે કે —> જો કે કેવલજ્ઞાન વિના પ્રત્યેક દ્રવ્ય-ગુણ-પર્યાયનું સંપૂર્ણ જ્ઞાન થતું નથી અને અમુક ધર્મને આગળ કરીને થતા કોઈક વસ્તુના જ્ઞાનને પરિપૂર્ણ અર્થબોધમાં નિયામક માનવામાં આવે તો અવ્યવસ્થા સર્જાશે. કારણ કે ઘણાક્ષરન્યાયથી મિથ્યાત્વીમાં પણ કોઈક વસ્તુના એકાદ અંશનું યથાર્થ જ્ઞાન તો હોય જ છે. (તો સમસ્યા એ આવશે કે કેવલજ્ઞાની સિવાય કોઈ પણ છદ્મસ્થ જીવમાં પરિપૂર્ણ બોધ નહિ માની શકાય, પરંતુ આવું નથી. આનું કારણ એ છે કે આવું હોવા) છતાં પણ સમકિતીમાં સદા માટે અસ્ખલિત એવી અનેકાંતશાસ્ત્રની શ્રદ્ધા રહેલી હોય છે. તેના દ્વારા જ સમકિતીને સંપૂર્ણ અર્થબોધ માનવામાં આવે છે. ← આવા જ અભિપ્રાયથી આચારાંગ સૂત્રમાં પણ એવી વ્યવસ્થા જણાવી છે કે —> જે એક પદાર્થને યથાવસ્થિતરૂપે જાણે છે. (સ્વીકારે છે.)યોગ્ય રીતે બધા જ પદાર્થને જાણે છે અને જે વ્યક્તિ બધા પદાર્થોને વ્યવસ્થિત રીતે જાણે છે તે વ્યક્તિ એક પદાર્થને વાસ્તવિક રીતે જાણે છે. ← માટે અતીન્દ્રિય પદાર્થમાં કદાગ્રહ એ દુરાગ્રહ જ છે. અધ્યાત્મસારમાં જણાવ્યું છે કે —>વૈરાગી જીવને પણ એકાંતવાદથી કોઈ કદાગ્રહ થાય તો તે કદાગ્રહ શાસ્ત્રાર્થનો બાધક હોવાથી પાપબંધકારક છે અને તે વ્યક્તિ હકીકતમાં જૈન નહિ, પરંતુ જૈનાભાસ છે. — માટે અતત્ત્વના અભિનિવેશને સર્વથા છોડીને, ગંભીરતાથી, સૂક્ષ્મ બુદ્ધિ વડે સર્વત્ર શાસ્ત્રના ઐદંપર્યાર્થને શોધવામાં સ્યાદ્વાદીએ તત્પર રહેવું જોઈએ. આવો ઉપદેશ સૂચિત થાય છે. બાકી તો ધર્મનો વ્યાઘાત થવાની આપત્તિ આવે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ અષ્ટકપ્રકરણમાં જણાવેલ છે કે —>ધર્માર્થી માણસોએ હંમેશા સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મને જાણવો જોઈએ. બાકી તો ધર્મબુદ્ધિથી જ ધર્મનો વ્યાઘાત થવાનો પ્રસંગ આવશે. <← આ વાત દૃઢતાપૂર્વક ચિત્તમાં સ્થિર રાખવી. (૧/૧૦)
‘૧૦ મી ગાથામાં જણાવ્યા મુજબ જો શાસ્ત્રથી થતો બોધ એ હસ્તસ્પર્શથી થતા વસ્તુના બોધ જેવો
૪૧