________________
૫૦
58 योगिजननीदर्शनम् 8 અધ્યાત્મોપનિષત્રકરણ इति भावागणेशवृत्तिकारः । नागोजीभट्टस्याऽप्ययमेव पन्थाः । न च परोक्तत्वादियं समापत्तिर्नोपादेयेति
यम्, परोक्तत्वमात्रात् सद्वचनप्रतिक्षेपस्य ध्यान्ध्यसूचकत्वात् । सम्मता चेयमस्माकमपि, तत एवाभेदोपासनोपपत्तेः । तदक्तं अध्यात्मसारे → समापत्तिरिह व्यक्तमात्मनः परमात्मनि । अभेदोपासनारूपस्ततः શ્રેષ્ઠતો હ્યયમ્ II –(૨૬/૧૨) તિ | જ્ઞાનસાગર > ધ્યાતાન્તરત્ન ધ્યેયસ્તુ પરમાત્મા પ્રવર્તિતઃ | ધ્યાનચૈાસંવિત્તિઃ સમાપત્તિસ્તતા | <–(૨૦/૨) રૂત્યુમ્ | યોવૃષ્ટિસમુઘયવૃત્તી > સમपत्तिः = ध्यानतः स्पर्शना <-(६४) इत्युक्तम् । ततश्च सर्वत्र पुरस्क्रियमाणाऽगमसम्बन्धोद्बोधितसंस्कारजनितभगवद्हृदयस्थता प्रकृते समापत्तिज़ैया । सा च ‘मयि तद्रूपं', 'स एवाहमि' त्यादिध्यानोल्लिख्यमानवैज्ञानिकसम्बन्धविशेषप्रेरिता । इयञ्च योगिमातेति गीयते । तदुक्तं षोडशके → चिन्तामणिः परोऽसौ, तेनेयं भवति समरसापत्तिः । सैवेह योगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता ।। (२/१५) - इति । असौ = भगवान् । यथा चैतत्तत्त्वं तथा विभावितमेवास्माभिः 'कल्याणकन्दल्यामित्यधिकं ततोऽवसेयम्। <– ‘પરદર્શનકારોએ બતાવેલ હોવાથી આ સમાપત્તિ સ્વીકાર્ય નથી'- એવી શંકા ન કરવી. કેમ કે પરદર્શનકારોએ કહેલું હોવા માત્રથી તેઓના સારા વચનનો અપલાપ કરવો તે બુદ્ધિની અંધતાનું સૂચક છે. સમાપત્તિ પદાર્થ આપણને - જૈનોને પણ માન્ય છે. કારણ કે સમાપત્તિથી જ પરમાત્માની અભેદ ઉપાસના સંભવી શકે છે. અધ્યાત્મસાર ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ જણાવેલ છે કે – પરમાત્મામાં સ્પષ્ટ રીતે આત્માના અભેદની ઉપાસના સ્વરૂપ સમાપત્તિ છે. તેથી આ સમાપત્તિ અત્યંત શ્રેષ્ઠ યોગ છે.-- જ્ઞાનસા૨ પ્રકરણમાં પણ જણાવેલ છે કે – ધ્યાતા = અત્તરાત્મા, ધ્યેય = પરમાત્મા અને ધ્યાન = એકાગ્રતાનું સંવેદન. આ ત્રણેય એકરૂપ બને તે સમાપત્તિ જાણવી. - યોગદષ્ટિસમુચ્ચયની સ્વપજ્ઞ ટીકામાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે – સમાપત્તિ = ધ્યાનથી સ્પર્શના. ૮-તેનો આશય એ છે કે ધ્યાનના માધ્યમથી પરમાત્માના સ્વરૂપનું સંવેદન કરવું = સમાપત્તિ. માટે પ્રસ્તૃતમાં ૧૪ માં શ્લોકનું અનુસંધાન કરીને એમ કહી શકાય કે સર્વત્ર (= મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિમાં) આદરપૂર્વક આગળ કરાતા આગમ વચનના સંબંધથી પ્રબુદ્ધ સંસ્કારથી નિષ્પન્ન થયેલી ભગવાનની હૃદયસ્થતા (= મનોગતતા) = સમાપત્તિ. તે સમાપતિ મારામાં ભગવાનનું
સ્વરૂપ છે', “હું પરમાત્મસ્વરૂપ છું,' ઈત્યાદિ ધ્યાનથી જણાતા ભગવાનનો પોતાનામાં જે વૈજ્ઞાનિક સંબંધવિશેષ હોય છે તેના વડે સાકાર બનતી હોય છે. અર્થાત્ “ભગવાન મારામાં રહ્યા છે' અને “હું ભગવાન સ્વરૂપ છું' તેવું જણાવાપણું. આવું ભાન એકાદવાર નહિ પણ અનેક વાર, સતત આદરપૂર્વક થાય ત્યારે તે પ્રસ્તુત વૈજ્ઞાનિક સંબંધવિશેષ સ્વરૂપ બને છે. દાર્શનિક પરિભાષા મુજબ એમ કહી શકાય કે - વૈજ્ઞાનિક સંબધું એટલે એકજ્ઞાનીયવિષયતાસ્વરૂપ વિજ્ઞાનકત સમ્બન્ધ. જ્યારે પોતાના ધ્યાનમાં ધ્યાતા અને ધ્યેય બન્ને અભેદરૂપે ભાસે ત્યારે એ અભેદભાવ (બાહ્યમાં મહાવીર સ્વામી આદિ ધ્યેય સાથે ધ્યાતાને વાસ્તવિક તાદામ્ય = અભેદ ન હોવા છતાં) વિજ્ઞાન પ્રેરિત હોય છે. તેથી તેને ધ્યાતા-ધ્યેય વચ્ચેના વૈજ્ઞાનિક સમ્બન્યરૂપે ઓળખાવાય છે. જેને ભગવત્ સમાપત્તિ તરીકે અહીં બતાવેલ છે. આ સમાપત્તિ યોગીમાતા તરીકે ઓળખાય છે. માટે તો ષોડશક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે – ભગવાન શ્રેષ્ઠ ચિંતામણિ રત્ન છે. તેનાથી જ આ સમરસાપત્તિ થાય છે. તે સમરસાપત્તિ જ યોગીમાતા કહેવાયેલ છે કે જે મોક્ષફલદાયી છે. - જે રીતે આ તત્વ છોડશકકારને અભિમત છે, તે રીતે તે ગ્રંથની કલ્યાણકંદલી નામની ટીકામાં તેનું સ્પષ્ટીકરણ અમે કરેલું જ છે. તેથી જિજ્ઞાસુએ અધિક ત્યાંથી જાણી લેવું. १. दृश्यतां-दिव्यदर्शनट्रस्टप्रकाशिते कल्याणकन्दली-रतिदायिनीव्याख्यालङ्कृते षोडशकप्रकरणे पृ.४५