________________
9 જ્ઞા૬િ માવોપISyવ: ક8 અધ્યાત્મોપનિષપ્રકરણ ધ્રુવમૌfો ટોણો નાતે મનોનાન્ ! – (d. / T.૪૬ /૭/૪૮) તિ |
___ युक्तश्चैतत् । न हि यन्निमित्तत्वेन यत् प्रसिद्धं तत् फलान्तरार्थित्वेन विधीयमानमौत्सर्गिकं दोषं न निवर्त्तयति; यथाऽऽयुर्वेदप्रसिद्धं दाहादिकं रुगपगमार्थितया विधीयमानं स्वनिमित्तं दुःखम् । क्लिष्टकर्मसम्बन्धहेतुतया च मखविधानादन्यत्र हिंसादिकं शास्त्रे प्रसिद्धमिति सप्ततन्तावपि तद् विधीयमानं काम्यमानफलसद्भावेऽपि तत्कर्मनिमित्तं तद् भवत्येव । न च हिंसातः स्वर्गादिसुखप्राप्तावसुखनिवर्त्तकक्लिष्टकर्महेतुताऽसङ्गता; नरेश्वराराधननिमित्तब्राह्मणादिवधनिर्वर्त्तितादृष्टनिमित्तो न भवति तर्हि स्वर्गादिप्राप्तिरप्यध्वरવિહિહિંનિવર્તિતા ન મવતીતિ સમાન” – (સં.ત. ૯/૬૦ - મૃ. ૨૧૮) રૂતિ ચ સન્મતિવૃત્ત | ततश्च वेदविहितत्वहेतुना वैध-हिंसादेर्निर्दोषता नैव सङ्गतिमङ्गतीति भावः ॥१/२४॥ Sાન્ત-ઈન્તિયોઃ વૈધષ્પમારા પ્રતિક્ષિપતિ . “’િતિ |
हिंसा भावकृतो दोपो, दाहस्तु न तथेति चेत् ।
भूत्यर्थं तद्विधानेऽपि, भावदोपः कथं गतः ? ॥२५॥ થશે જ. - આ વાત ખરેખર યુક્તિસંગત જ છે. આનું કારણ એ છે કે જે અનુષ્ઠાન જેના ઉત્પાદક હેતુ તરીકે પ્રસિદ્ધ હોય તે જે બીજા કોઈ ફળની કામનાથી કરવામાં આવે તો પણ તેનું જે પ્રસિદ્ધ સર્ગિક દોષરૂપ ફળ છે (જેના ઉત્પાદક તરીકે આ અનુષ્ઠાન પ્રસિદ્ધ છે) તેને ઉત્પન્ન ન કરે એવું નથી. અર્થાત્ કરે જ. દા.ત. બળતરાની પીડાના ઉત્પાદક તરીકે દાહ પ્રસિદ્ધ છે. તેથી આયુર્વેદ શાસ્ત્રમાં સામાન્યથી દાહ કરવાનો નિષેધ છે. છતાં પણ કોઈ વિશેષ પ્રકારની બિમારીને દૂર કરવા માટે આયુર્વેદમાં દાહનું વિધાન પણ કરવામાં આવેલ છે. પરંતુ તેનો મતલબ એ નથી કે આયુર્વેદવિહિત હોવાના કારણે દાહ બળતરાની પીડા ઉત્પન્ન ન કરે. બરાબર આ જ રીતે યજ્ઞવિધાયક વાક્યોથી ભિન્ન વેદવાકયો દ્વારા હિંસાનો નિષેધ એટલા માટે કરવામાં આવેલ છે કે હિંસા એ લિટ કર્મબંધનો હેતુ છે આથી જે સતતખ્ત વગેરે વેદવિહિત અનુકાનોમાં હિંસા કરવાથી કદાચ ઈષ્ટ ફળની સિદ્ધિ થાય તો પણ ક્લિટ કર્મબંધ તો થયા વગર રહેશે જ નહિ.
છે એમ કહેવામાં આવે કે ” વેદવિહિત હિંસામાં વેદવાક્યોથી સ્વર્ગાદિપ્રાપ્તિસ્વરૂપ ફળ પ્રસિદ્ધ છે. તેથી તેમાં ક્લિટકર્મબંધની કારણતા માનવી યોગ્ય નથી - તો આ દલીલ વાહિયાત છે. આનું કારણ બે છે કે કોઈ માણસ રાજાને પ્રસન્ન કરવા માટે રાજના શત્રુ એવા બ્રાહ્મણની હિંસા કરે તો ખુશ થયેલ રાજા તે માણસને ગામ વગેરેની ભેટ આપે છે. અહીં બ્રાહ્મણહત્યાથી સંપત્તિ વગેરે સુખની પ્રાપ્તિ થઈ એનો મતલબ એ નથી કે બ્રાહ્મણહત્યા ક્લિક કર્મબંધ ન કરાવે. જો એમ કહેવામાં આવે કે – બ્રાહ્મણહત્યાથી ગામ વગેરે સંપત્તિનો લાભ હત્યાજનિત કર્મમૂલક નથી. માટે ત્યાં ક્લિષ્ટ કર્મબંધ થઈ શકે છે. પરંતુ યજ્ઞ વગેરેમાં થનાર હિંસાથી તો સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ હિંસાજનિત કર્મમૂલક હોય છે. માટે યજ્ઞસ્થલીય હિંસાથી ક્લિટકર્મબંધ નહિ થાય તો આ તર્ક પણ બોગસ છે. કેમ કે અહીં પણ કહી શકાય છે કે યજ્ઞસ્થલીય હિંસાથી સ્વર્ગાદિ ફળની પ્રાપ્તિ પણ વેદવિહિત યજ્ઞહિંસાજનિત કર્મમૂલક નથી પરંતુ કોઈક દેવતા વગેરેની પ્રસન્નતા વગેરેથી જ થઈ શકે છે) માટે વેદવિહિત યજ્ઞહિંસાથી ક્લિટકર્મબંધ દુર્નિવાર છે. આ પ્રમાણે શ્રી અભયદેવસૂરિજી મહારાજે સમ્મતિતર્કવૃત્તિમાં જણાવેલ છે. તેથી વેદવિહિતત્વ હેતુ દ્વારા યજ્ઞસ્થલીય હિંસા વગેરેમાં નિર્દોષતા સંગત નથી. આવો ગ્રંથકારશ્રીનો આશય છે. (૧/૨૪). દષ્ટાંત અને દાર્ટાન્તિકમાં વૈધર્મની શંકા કરી તેનું નિરાકરણ ગ્રંથકારથી કરે છે. શ્લોકાર્ધ :- (શંકા) ‘હિંસા ભાવસાપેક્ષ હોય છે જ્યારે દાહ તો ભાવનિરપેક્ષ દોષ છે.' આ શંકાનું સમાધાન