________________
૪૨
& મતપાતાળમ્ 88 અધ્યાત્મપનિષત્પકરણ ननु शास्त्रज्ञानस्य हस्तस्पर्शसमत्वे तु तन्नैरपेक्ष्येणैव सर्वत्र वर्तितव्यमित्याशङ्कायामाह 'शुद्ध'ति ।
'शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् ।
भौतहन्तुर्यथा तस्य, पादस्पर्शनिषेधनम् ॥११॥ शास्त्राज्ञानिरपेक्षस्य = सर्वज्ञप्रणीतागमाज्ञानानपेक्षस्य यतेः शुद्धोञ्छाद्यपि द्वाचत्वारिंशद्दोषविप्रमुक्तान-पान-वस्त्र-पात्र-भेषज-वसत्यादिसेवनमपि नो = नैव हितं = स्वहितकारि, अल्पगुणस्य जिनवचनोपेक्षालक्षणेन महादोषेनोपहतत्वात् । दृष्टान्तमाह - यथा तस्य प्रसिद्धस्य भौतहन्तुः = भौतानां भस्मवृत्तीनां घातकस्य पादस्पर्शनिषेधनं = चरणारविन्दसङ्घटनरूपस्य पादस्पर्शस्य निषेधनं हन्तव्यान् भौतान्प्रतीत्येति । तथाहि कस्यचित् शबरस्य कुतोऽपि प्रस्तावात् 'तपोधनानां पादेन स्पर्शनं महतेऽनर्थाय सम्पद्यते' इति श्रुतधर्मशास्त्रस्य कदाचिन्मयूरपिच्छैः प्रयोजनमजायत । यदाऽसौ निपुणमन्यत्रान्वेषमाणो मयूरपिच्छानि न लेभे तदा श्रुतमनेन यथा भौतसाधुसमीपे तानि सन्ति । ययाचिरे च तानि तेभ्यः परं न किञ्चिल्लेभे । ततोऽसौ शस्त्रव्यापारपूर्वकं तान्निगृह्य जग्राह तानि, पादेन स्पर्शं च परिहतवान् । यथाऽस्य पादस्पर्शपरिहारो गुणोऽपि शस्त्रव्यापारोपहतत्वान्न गुण: किन्तु दोष एव । एवं जिनागमनिरपेक्षस्य भिक्षादिदोषपरिहारो गुणोऽपि હોય તો શાસ્ત્રનિરપેક્ષ રીતે સર્વત્ર પ્રવૃત્તિ કરવી જોઈએ.’ આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારથી જણાવે
લોકાર્ચ - શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ એવા સાધુને નિર્દોષ ગોચરી-પાણી વગેરે પણ હિતકારી નથી. જેમ કે ભૌત ઋષિઓને મારનાર ભીલને માટે તે ઋષિને પગથી અડવાનો નિષેધ હિતકારી નથી. (૧/૧૧)
TO મોટા દોષને અપનાવી નાનો દોષ છોડવો તે નુકશાનકારી // ટીકાર્ચ - સર્વજ્ઞનિરૂપિત આગમની આજ્ઞાથી નિરપેક્ષ એવા સાધુને ૪૨ દોષથી રહિત ગોચરી-પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, વસતિ (મકાન) વગેરેનું સેવન પણ હિતકારી બનતું નથી જ. કારણ કે પિંડની નિદોર્ષતારૂપ નાનકડો ગુણ એ જિનવચનની ઉપેક્ષારૂપ મોટા દોષથી હણાયેલ છે. ગ્રંથકારથી આના દષ્ટાંતમાં જણાવે છે કે શર્ર ભસ્મ લગાડી જીવન જીવનાર ઋષિઓનો ઘાત કરનાર પ્રસિદ્ધ ભીલે તે હાગવાને અભિપ્રેત ઋષિઓને પગથી અડવાનો કરેલ નિષેધ. આ દૃષ્ટાંતની સ્પષ્ટતા યોગંબિંદુ ગ્રંથની ટીકામાં આ પ્રમાણે છે. કોઈક ભીલે અમુક પ્રસંગે એવું ધર્મશાસ્ત્ર સાંભળેલું કે “તપસ્વી ઋષિઓને પગ લગાડવો તે મોટા અનર્થ માટે થાય છે.” તે ભીલને ક્યારેક મોરના પિંછાની જરૂર પડી. તે ભીલે અન્ય ઠેકાણે ઘણી તપાસ કરી પણ મોરના પિંછા મળ્યા નહિ. ત્યારે તેણે સાંભળ્યું કે ભૌતસંન્યાસી પાસે મોરના પિંછાઓ છે. તેણે સંન્યાસીઓ પાસે મોરના પિંછાઓની માંગણી કરી. પરંતુ તેને એક પણ મોરપિંછ ન મળ્યું. પછી તેણે શસ્ત્રનો ઉપયોગ કરવાપૂર્વક તે સંન્યાસીઓનો નિગ્રહ કરી, તે પિંછાઓ ગ્રહણ કર્યા. પણ તે સંન્યાસીઓને પગ ન લાગી જાય તેની પૂરેપૂરી કાળજી રાખી. જેમ સંન્યાસીઓને પગ ન લગાડવાનો ગુણ પણ શસ્ત્રપ્રયોગ સ્વરૂપ મોટા દોષથી
કારણે તે ભીલને માટે તે ગુણસ્વરૂપ નહિ પરંતુ દોષસ્વરૂપ જ બને છે તેમ જિનાગમથી નિરપેક્ષ સાધુ ગોચરી વગેરેના દોષનો ત્યાગ કરે તો તે સ્વરૂપથી = બાહ્ય દેખાવ માત્રથી ગુણ હોવા છતાં
१. एतद्गाथानुसारिणी कारिका ज्ञानसारे -> शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम्। भौतहन्तुर्यथा तस्य पादस्पर्श
નિવારણમ્ | (૨૪/૬) વમુખ્યતે ||