________________
8 સMવિશ્વવિચારતા અધ્યાત્મોપનિષપ્રકરણ રૂધ્યાત્માધિકારિમાવેતિ - “1'તિ |
गलन्नयकृतभ्रान्तिर्यः स्याद्विश्रान्तिसम्मुखः ।
स्याद्वादविशदालोकः स एवाध्यात्मभाजनम् ॥५॥ यः = अनिर्दिष्टनामा, अनेनाऽध्यात्माधिकारिणः प्रतिनियतसम्प्रदायाऽप्रतिबद्धत्वमावेदितम् । इत्थमेवान्यलिङ्गसिद्धादिभेदोपपत्तेः । गलनयकृतभ्रान्तिः = क्षीयमाणदुर्नयजन्याऽऽभिसंस्कारिककुविकल्पः विश्रान्तिसम्मुखः = अनादिभवभ्रमणश्रान्ततया सहजकुविकल्पपरिहारपूर्वं निस्तरङ्गात्मद्रव्याभिमुखः स्याद्वादविशदालोकः = अनेकान्तवादप्राप्तस्पष्टविमलबोधः स एव अध्यात्मभाजनं = निरुक्ताध्यात्माधिकारी स्यात् = भवेत् । अयमाशयः द्वये खल्वमी कुविकल्पाः प्राणिनां भवन्ति । तद्यथा आभिसंस्कारिकाः सहजाश्च । दुर्नयप्रयुक्त-कुशास्त्रश्रवणमननादिजनिताः यदुत “अण्डसमुद्भूतमेतत्रिभुवनं, महेश्वरनिर्मितं, ब्रह्मादिकृतं, ब्रह्मविवर्तस्वरूपं प्रकृतिविकारात्मकं, क्षणविनश्वरं, विज्ञानमात्रं, शून्यरूपं वा' इत्यादयः । तथाऽन्ये गुणदोषविचारपराङ्मुखाः सुखाभिलाष-दुःखद्वेषपरायणाः कुचेष्टा-भाषा-विचारसम्पादकाः सहजाः कुविकल्पा इति उपमितिभवप्रपञ्चा(पृ.७६)ऽनुसारेण प्रतीयते । यदा सुगुरुसम्पर्क-सुनय-श्रवण-मननादिप्रभावात् दुर्नयकृत
( અધ્યાત્મના અધિકારીને ઓળખીએ છે અધ્યાત્મના અધિકારીને ગ્રંથકારશ્રી જણાવે છે :
લોકાર્ચ :- નય દ્વારા ઉત્પન્ન થયેલી જેની ભ્રાંતિ દૂર થઈ રહી છે અને જે વિશ્રાંતિ સન્મુખ થયેલો છે તેમ જ જેને આધાદનો નિર્મળ પ્રકાશ પથરાયેલો છે તે જ વ્યક્તિ અધ્યાત્મનું ભાજન થાય છે.(૧/૫).
ઢીકાર્ચ - મૂળ ગાથામાં ‘:' શબ્દનો ઉલ્લેખ કરેલો છે, નહીં કે અમુક સાંપ્રદાયિક વ્યકિતના નામનો. જેમ કે જૈન કે તપગચ્છવાળો, કે અંચળગચ્છવાળો વગેરે. આનાથી જણાય છે કે અધ્યાત્મનો અધિકારી અમુક સંપ્રદાયનો જ હોય તેવો નિયમ નથી. આવું માનવામાં આવે તો જ અન્ય ધર્મના લિંગથી પણ મોક્ષમાં ગયેલ સિદ્ધ પરમાત્માનું આગમમાં આવતું નિરૂપણ સંગત થઈ શકે. અધ્યાત્મના અધિકારી બનવા માટે એટલું જ જરૂરી છે કે દુર્નયથી ઉત્પન્ન થયેલ આભિસંસ્કારિક કુવિકલ્પો મંદ પડવા જોઈએ. તેમ જ અનાદિકાલીન ભવભ્રમણના થાકથી સહજ કવિકલ્પને છોડવાપૂર્વક જીવ નિસ્તરંગ આત્મદ્રવ્યને સન્મુખ થવો જોઈએ. તેમજ સ્ટાદ્વાદ દ્વારા તેને સ્પષ્ટ વિમળ બોધ થવો જોઈએ. આ ત્રણ વિશેષણવાળી વ્યક્તિ જ પૂર્વોકત અધ્યાત્મનો અધિકારી બની શકે.
- બે પ્રકારના કુવિકલ્પ છોડો ગામઃ | આશય એ છે કે જીવને બે પ્રકારના કવિકલ્પ હોય છે. (૧) આભિસંસ્કારિક વિકલ્પ અને (૨) સહજ કવિકલ્પ. મિથ્યા નથી પ્રયુકત કશાસ્ત્રના શ્રવણ, મનન વગેરેથી ઉત્પન્ન થયેલા વિકલ્પો આભિસંસ્કારિક કહેવાય છે. જેમ કે – આ જગત ઈંડામાંથી ઉત્પન્ન થયેલ છે (પુરાણ), ઈશ્વર દ્વારા રચાયેલ છે (ન્યાયવૈશેષિક દર્શન), બ્રહ્મા વગેરે દ્વારા રચાયેલ છે (વૈષણવ - શૈવ, ભાગવત દર્શન વગેરે) બ્રહ્મ તત્વના વિવર્તરૂપ છે (વેદાંત દર્શન), પ્રકૃતિના વિકારાત્મક છે. (સાંખ્ય દર્શન), ક્ષણિક છે (ભાષિક વગેરે બૌદ્ધ), જ્ઞાન માત્ર સ્વરૂપ છે (યોગાચાર-બૌદ્ધ), શૂન્ય સ્વરૂપ છે. (માધ્યમિક બૌદ્ધ) - જગતને વિશે આવી બધી ભ્રમણાઓ આભિસંસ્કારિક વિકલ્પ કહેવાય છે. તથા સહજ કુવિકલ્પ તેને કહેવાય કે જે ગુણ-દોષની વિચારણાથી પરાફમુખ હોય, સુખની આસક્તિ અને દુ:ખના શ્રેષમાં તત્પર હોય, કચેષ્ટા, ખરાબ વાણી અને ખોટા વિચારોને લાવે. - આવું ઉપમિતિભવપ્રપંચાકથા ગ્રંથના અનુસારે જણાય છે. જ્યારે સદગુરૂનો સમાગમ, સુનયના શ્રવણ