________________
आगमवादविषयस्यापि हेतुवादविषयत्वम्
ननु सर्वज्ञादीनामतीन्द्रियपदार्थानामागमवादविषयत्वात्तत्र युक्तिप्रचारानवकाश एवेति अतीन्द्रियार्थनिर्णयसामग्य्रां युक्तिप्रवेशोऽनुचित इति चेत् ? न, तत्सत्ताविनिश्चयायाऽऽगमस्याऽपेक्षितत्वेऽपि 'आगमप्रतिपादितस्य तेषां स्वरूपस्य समीचीनत्वं न वा ?' इति तु विज्ञातुं सद्युक्त्युदाहरणादिभिः बाहुल्येन शक्यत एव । य आगमोपलब्धोऽर्थः कथमपि युक्त्यादिभिः न संवदति किन्तु प्रत्यक्षादिभिः विसंवदत्येव केवलं स नोपादेयः प्राज्ञैः । इदमेवाभिप्रेत्य लोकतत्त्वनिर्णयेयच्चिन्त्यमानं न ददाति युक्तिं प्रत्यक्षतो नाप्यनुमानतश्च । तद् बुद्धिमान् को नु भजेत लोके गोशृङ्गतः क्षीरसमुद्भवो न || १६ || आगमेन च युक्त्या च योऽर्थः समभिगम्यते । परीक्ष्य हेमवद् ग्राह्यः पक्षपाताऽऽग्रहेण किम् ॥१८॥ ←← इत्युक्तम् । योगवाशिष्ठेऽपीदमेवाभिप्रेत्य अपि पौरुषमादेयं शास्त्रं चेद् युक्तिबोधकम् । अन्यत्त्वार्षमपि त्याज्यं, भाव्यं न्यायैकसेविना ।। ( ) <- इत्युक्तम् । न चैवमागमवादादिव्यवस्थाऽनुपपत्तिरिति शङ्कनीयम्, अतीन्द्रियेन्द्रियग्राह्ययोः पदार्थयोः आद्यनिश्चयापेक्षयैव पार्थक्येणागमवाद - हेतुवादयोः व्यवस्थाया अभिमतत्वात् । यदुक्तं તત્ત્વમાં સુયુક્તિથી નહિ ઘટતા કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ, બદ્ધત્વ, મુક્તત્વ વગેરે ગુણ ધર્મોનો અસ્વીકાર થઈ શકે છે. અને ક્રમશઃ સાદિ-અનંત પરિણામીરૂપે સર્વજ્ઞ, તેમ જ જગકર્તારૂપે નહિ પરંતુ સર્વજ્ઞરૂપે ઈશ્વર તથા પૌદ્ગલિકત્વ, અકર્તૃત્વ આદિ રૂપે કર્મપ્રકૃતિ નામે પ્રકૃતિતત્ત્વ વગેરેનો સ્વીકાર સ્યાદ્વાદી દ્વારા થાય જ છે. કારણ કે સ્યાદ્દાદી પાસે સત્ આગમ અને ઠોસ યુક્તિ સ્વરૂપ બે નિર્મળ આંખ રહેલી છે.
આગમવાદના વિષયમાં પણ યુક્તિનો પ્રવેશ
અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૯ लक्षणविमलदृष्टिद्वयसम्पन्नैः स्याद्वादिभिः ।
૩૭
નનુ॰ । —> સર્વજ્ઞ વગેરે અતીન્દ્રિય પદાર્થો તો આગમવાદનો વિષય છે. તેથી ત્યાં યુક્તિની પ્રવૃત્તિ થવાનો સવાલ જ રહેલો નથી. માટે અતીન્દ્રિય અર્થના યથાર્થ નિશ્ચયની સામગ્રીમાં યુક્તિનો પ્રવેશ કરવાની જરૂર નથી. — આવી શંકા વ્યાજબી નથી. કારણ કે અતીન્દ્રિય પદાર્થના અસ્તિત્વના નિશ્ચય માટે આગમની અપેક્ષા હોવા છતાં પણ ‘અતીન્દ્રિય પદાર્થનું આગમમાં બતાવેલું સ્વરૂપ યોગ્ય છે કે નહિ ?' આવો વિશેષ બોધ કરવા પ્રાયઃ કરીને સુયુક્તિ, ઉદાહરણ વગેરે સમર્થ છે જ. આગમમાં બતાવેલા જે અર્થોનો યુક્તિ વગેરે સાથે લેશ પણ સંવાદ ન આવે, પણ પ્રત્યક્ષ વગેરે પ્રમાણો સાથે માત્ર વિરોધ જ મળે, તેવા પદાર્થ કોઈક શાસ્ત્રથી નિરૂપિત હોવા છતાં પ્રાજ્ઞ પુરૂષોએ તેનો સ્વીકાર ન કરાય. આ જ અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ લોકતúનિર્ણય ગ્રંથમાં જણાવેલ છે કે —> જે પદાર્થને વિચારતાં પ્રત્યક્ષ કે અનુમાનથી કોઈ યુક્તિ ન મળતી હોય તેવા પદાર્થને દુનિયામાં કયો બુદ્ધિમાન સ્વીકારે ? જેમ કે ગાયના શિંગડામાંથી ક્યારેય દૂધ નીકળવાનો સંભવ નથી. તેથી તેને બુદ્ધિમાન ન સ્વીકારે. આગમ અને યુક્તિથી પરીક્ષા કરીને જે અર્થ સમ્યગ્ રીતે જણાય તે જ અર્થ ગ્રહણ કરવો જોઈએ. જેમ સુવર્ણ પરીક્ષા કરીને ગ્રાહ્ય બને તેમ અધ્યાત્મને ઉપયોગી આગમોત અતીન્દ્રિય પદાર્થો યુક્તિથી કસોટી કરીને ગ્રાહ્ય બને. આગમ કે યુક્તિમાંથી કોઈ એક જ પ્રત્યે પક્ષપાતી વલણ = આગ્રહ રાખવાથી સર્યું, ←તેમ જ યોગવાશિષ્ઠ ગ્રંથમાં આ જ અભિપ્રાયથી જણાવેલ છે કે —>પુરુષે બનાવેલ શાસ્ર પણ ગ્રહણ કરવું, જો તે યુક્તિથી સંગત થતું હોય તો. યુક્તિબાધિત એવું આર્ષવચન પણ ત્યાજ્ય છે. તેથી બુદ્ધિશાળીઓએ આગમ અને યુક્તિ એમ બન્નેથી સંગત એવો ન્યાયયુક્ત જ અર્થ અપનાવવો. – આવું માનવામાં આગમવાદ વગેરે વ્યવસ્થાની અસંગતિને કોઈ અવકાશ રહેતો નથી. કારણ કે અતીન્દ્રિય અને ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થોના પ્રાથમિક નિશ્ચયની અપેક્ષાએ જ આગમવાદ અને હેતુવાદ